Gujarati Video: સાબરકાંઠાના ઈડરના લાલપુરની સહકારી મંડળીના સેક્રેટરીએ કરી લાખોની ઉચાપત, અપરાધી સામે નોંધાઈ ફરિયાદ
ઈડરના લાલપુર સહકારી મંડળના સેક્રેટરી સામેલાખોની ઉચાપતની ફરિયાદ નોંધાઈ છે. સભાસદોની થાપણના લાખો રુપિયા સેક્રેટરીએ અંગત કામમાં વાપરી દીધા હતા. ઓડિટ દરમિયાન સપ્ટેમ્બર-2022થી જાન્યુઆરી 2023ના ગાળામાં ઉચાપત થયુ હોવાનું સામે આવ્યું છે.
સાબરકાંઠાના ઈડરની લાલપુર સહકારી મંડળના સેક્રેટરી સામે 39 લાખની ઉચાપતની ફરિયાદ નોંધાઈ છે. 88 સભાસદોની થાપણના 1.3 કરોડ પૈકી 39 લાખ સેક્રેટરીએ અંગત કામમાં વાપરી દીધા હતા. ઓડિટ દરમિયાન સપ્ટેમ્બર-2022થી જાન્યુઆરી 2023ના ગાળામાં ઉચાપત થયુ હોવાનું સામે આવ્યું છે. જે બાદ લાલપુરની સહકારી મંડળીના સેક્રેટરી શિવાભાઈ પટેલ સામે ઈડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ છે. પોલીસે તમામ મામલાની તપાસ હાથ ધરી છે.
સુરતમાં ગોલ્ડ લોનના નામે લોકો સાથે ઠગાઈ
તો બીજી બાજુ સુરતમાં ગોલ્ડ લોનના નામે લોકો સાથે ઠગાઈ આચરવાની ઘટના સામે આવી છે. પ્રાઈવેટ ફાઈનાન્સર દ્વારા ગોલ્ડ લોનના નામે લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી હતી. સુરતના 700 જેટલા લોકો સાથે છેતરપિંડી થઈ હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. ફાઇનાન્સરે લોકોના દાગીના વડે અન્ય બેંકમાં ધિરાણ લઈ ઠગાઈ આચરી હોવાનું સામે આવી રહ્યુ છે. પિડીત લોકોએ પોદાર આર્કેડ ખાતે આવેલી ફાઈનાન્સરની ઓફિસને ઘેરીને ધરણાં અને પ્રદર્શન કર્યુ હતું. પોલીસ ફાઇનાન્સર વિરુદ્ધ ફરિયાદ ન નોધી હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
MP મનસુખ વસાવાએ MLA ચૈતર વસાવા માટે કર્યો અશિષ્ટ ભાષાનો ઉપયોગ - Video
ધર્મની દીવાલ ધરાશાયી! સુરતમાં પ્રેમે લખ્યો નવો ઈતિહાસ, જુઓ Video
ભવન પોલીસ સ્ટેશનમાં હાજરી બાદ કીર્તિ પટેલ થઈ મુક્ત
સાણંદમાં માઇક્રોન ટેક્નોલોજીના ATMP પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે PM મોદી
