Rajkot : વધુ એક યુવાનને નાની ઉંમરમાં ભરખી ગયો હાર્ટ એટેક, યુવકનું સપનું પૂરું ન થઇ શક્યુ

થોડા દિવસ પહેલા કેન્દ્રિય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા રાજકોટ AIIMSની મુલાકાતે હતા, ત્યારે પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ(ICMR) આ ગંભીર મુદ્દે એક રિસર્ચ કરી રહ્યું છે. આ રિસર્ચના અંતે હાર્ટએટેકથી મોતનું સાચું કારણ સામે આવશે.

Rajkot : વધુ એક યુવાનને નાની ઉંમરમાં ભરખી ગયો હાર્ટ એટેક, યુવકનું સપનું પૂરું ન થઇ શક્યુ
Follow Us:
Ronak Majithiya
| Edited By: | Updated on: Jun 28, 2023 | 2:38 PM

Rajkot : ગુજરાત અને દેશભરમાં છેલ્લા કેટલાક સમયથી હાર્ટ એટેકથી (Heart attack) યુવાન લોકોના મોત ચિંતાનો વિષય બન્યા છે. હજુ તો નવસારીમાં 17 વર્ષીય વિદ્યાર્થીની અને જામનગરમાં 21 વર્ષીય યુવકના હાર્ટ એટેકથી મોતની ઘટના તાજી જ છે, ત્યાં રાજકોટમાં વધુ એક યુવાનનું હાર્ટ એટેકના કારણે મોત નિપજ્યું છે.

આ પણ વાંચો- Gujarat Rains Video: અરવલ્લીના માલપુર પંથકમાં ગાજવીજ સાથેવરસાદ, વિસ્તારમાં વાદળછાયુ વાતાવરણ

VVP એન્જિનિયરિંગ કોલેજમાં આર્કિટેકચરનો અભ્યાસ કરતો હતો યુવક

મૃતક કલ્પેશ પ્રજાપતિ રાજકોટની VVP એન્જિનિયરિંગ કોલેજમાં છેલ્લા વર્ષમાં આર્કિટેકનો અભ્યાસ કરતો હતો. મૂળ સુરત જિલ્લાનો યુવક 2017થી રાજકોટમાં રહેતો હતો અને આર્કિટેક્ચરનો અભ્યાસ 20 દિવસ બાદ પૂરો જ થવાનો હતો. તેનું સપનું પૂરું જ થવાનું હતું, પરંતુ તે પહેલાં જ તેનું મૃત્યુ થઈ ગયું.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

હોસ્પિટલ પહોંચે તે પહેલા જ યુવાનનું મોત

ગઈકાલે સવારથી તેને એસિડિટીની સમસ્યા હતી. ત્યારબાદ તે સોડા પીને કોલેજ ગયો હતો. સાંજે કોલેજ છૂટ્યા બાદ બહાર જ તે ઢળી પડ્યો હતો અને હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ તેનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. મૃતકના પિતા સુરત જિલ્લામાં એક ગામે પ્રોવિઝન સ્ટોર ચલાવે છે. એકના એક યુવાન દીકરાનું અચાનક હાર્ટ એટેકથી મૃત્યુ નિપજતા પરિવાર ઘેરા શોકમાં ગરકાવ છે.

આ પણ વાંચો-Monsoon 2023: ચોમાસાના આરંભે જ દક્ષિણ ગુજરાતમાં બારે મેઘ ખાંગા, નવસારી, સુરત, વલસાડ જનજીવન અસ્ત વ્યસ્ત થયુ, જૂઓ Video

ICMR કરી રહ્યું છે રિસર્ચ

થોડા દિવસ પહેલા કેન્દ્રિય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા રાજકોટ AIIMS ની મુલાકાતે હતા, ત્યારે પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે કોરોના કાળ બાદ દેશ અને દુનિયાભરમાં હાર્ટ એટેકના બનાવો ચિંતાજનક રીતે વધ્યા છે. આ ઉપરાંત તેમણે મહત્વની વાત એ જણાવી હતી કે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ(ICMR) આ ગંભીર મુદ્દે એક રિસર્ચ કરી રહ્યું છે. આ રિસર્ચના અંતે હાર્ટએટેકથી મોતનું સાચું કારણ સામે આવશે.

રાજકોટ  સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">