Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking news : રાજકોટ સેશન્સ કોર્ટે ત્યાગવલ્લભ સ્વામી અને સમીર વૈદ્યના આગોતરા જામીન ફગાવ્યા

આ કેસમાં પોલીસ તપાસ દરમિયાન અનેક તથ્યો સામે આવી શકે છે.વધુમાં દલીલ કરી હતી કે જેમના પર આરોપ છે તે સાધુ ત્યાગવલ્લભ છે સાધુઓનું જીવન વૈરાગ્ય છે.જેથી તેના માટે જેલ અને મહેલ-તાજમહેલ બધુ સરખું હોય જેથી ૨૪ કલાક પોલીસને સહયોગ આપવો જોઇએ.

Breaking news : રાજકોટ સેશન્સ કોર્ટે ત્યાગવલ્લભ સ્વામી અને સમીર વૈદ્યના આગોતરા જામીન ફગાવ્યા
Rajkot Atmiya College Controversy
Follow Us:
Mohit Bhatt
| Edited By: | Updated on: Jun 27, 2023 | 5:03 PM

Rajkot : રાજકોટમાં 33 કરોડના ઉચાપત કેસમાં સેશન્સ કોર્ટે ત્યાગવલ્લભ સ્વામી અને સમીર વૈદ્યના આગોતરા જામીન ફગાવ્યા છે. સોખડા સ્વામિનારાયણ સંપ્રદાય સંચાલિત આત્મીય સંકુલમાં 33 કરોડની છેતરપિંડી કેસમાં પોલીસે સાધુ ત્યાગવલ્લભ સ્વામી અને ડો.સમીર વૈદ્યને પોલીસે નોટિસ આપતા કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી.

જે આગોતરા જામીન અરજી સેશન્સ કોર્ટે ફગાવી હતી.ગઇકાલે રાજકોટની સેશન્સ કોર્ટમાં બંન્ને પક્ષોએ દલીલ કરી હતી. જો કે કોર્ટે બંન્ને પક્ષોની દલીલ સાંભળીને જામીન અરજી રદ્દ કરી હતી.

પ્રથમ દ્રષ્ટ્રીએ આ કેસમાં તપાસ થવી જોઇએ તેવું કોર્ટનું તારણ-સરકારી વકીલ

આ કેસમાં 20 પાનાનો ચુકાદો આપતા કોર્ટે ટાંક્યું હતું કે આ કેસમાં બચાવ પક્ષના વકીલ દ્રારા જે પુરાવા રજૂ કરવામાં આવ્યા છે તે અપુરતા છે પ્રથમ દ્રષ્ટિએ આ કેસમાં ઉચાપાત મામલે તપાસ થવી ખૂબ જ જરૂરી છે ત્યારે હાલના તબક્કે આગોતરા જામીન આપી શકાશે નહિ.તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ કેસમાં સરકારી વકીલ તરીકે એસ.કે,વોરાએ દલીલ કરી હતી કે પોલીસ દ્રારા આ કેસમાં તપાસ ચાલી રહી છે.

આ 5 વસ્તુઓ તમારા પર્સમાં રાખો, ક્યારેય પૈસાની કમી નહીં થાય!
મખાના કે પોપકોર્ન...બંનેમાંથી કયું વધુ ફાયદાકારક છે?
આજનું રાશિફળ તારીખ : 05-04-2025
જાડી કે પાતળી, કઈ રોટલી ખાવી શરીર માટે વધુ ફાયદાકારક છે?
Jioના 365 દિવસના બે સસ્તા પ્લાન ! જાણો કિંમત અને લાભ
કેટલો સમય ભૂખ્યા રહ્યા પછી શરીરની ચરબી બર્ન થાય છે?

આ કેસના આરોપીઓ હજુ ફરાર છે અને પોલીસ પાસે માત્ર ફરિયાદીએ આપેલા પુરાવાઓ જ છે.આ કેસમાં વધુ તપાસ માટે આરોપીઓની કસ્ટડીની જરૂરિયાત છે.જો કસ્ટડી દરમિયાન પોલીસ આરોપો સાબિત ન કરી શકે તો કોર્ટ આરોપીઓને જામીન આપી શકે છે.આ કેસમાં પોલીસ તપાસ દરમિયાન અનેક તથ્યો સામે આવી શકે છે.વધુમાં દલીલ કરી હતી કે જેમના પર આરોપ છે તે સાધુ ત્યાગવલ્લભ છે સાધુઓનું જીવન વૈરાગ્ય છે.જેથી તેના માટે જેલ અને મહેલ-તાજમહેલ બધુ સરખું હોય જેથી ૨૪ કલાક પોલીસને સહયોગ આપવો જોઇએ.

ફરિયાદીએ પુરતા પુરવા એકત્ર કર્યા છે-તુષાર ગોકાણી

આ કેસમાં ફરિયાદી પક્ષના વકીલ તુષાર ગોકાણીએ કહ્યું હતું કે ફરિયાદી પવિત્ર જાની વર્ષો સુધી હરિપ્રસાદ સ્વામીના પર્સનલ સેક્રેટરી રહ્યા છે.કોર્ટમાં અમારા દ્રારા દલીલ કરાઇ હતી કે આ કેસમાં પવિત્ર જાની તમામ દસ્તાવેજી પુરાવા એકત્ર કરી રહ્યા હતા જેથી ફરિયાદ કરવામાં વિલંબ થયો છે તે વાત અસ્થાને રહેલી છે.કોર્ટે આ કેસમાં વધુ તપાસની માંગને ગ્રાહ્ય રાખી છે અને આગોતરા જામીન નામંજૂર કર્યા છે

સોખડાના વર્ચસ્વની લડાઇના કારણે ખોટા આક્ષેપો કર્યા છે-બચાવ પક્ષના વકીલ

આ અંગે બચાવ પક્ષના વકીલ સુઘીર નાણાવટીએ દલીલ કરતા કહ્યું હતું કે ત્યાગવલ્લભ સ્વામી સામે કરાયેલા આક્ષેપો પાયાવિહોણા છે.સોખડા સ્વામિનારાયણ સંપ્રદાયમાં બે જુથ વચ્ચેની લડાઇના કારણે આ આક્ષેપો કરવામાં આવ્યા છે.આ આક્ષેપોને લઇને ઇન્કમટેક્સ વિભાગ અને ચેરિટી કમિશનર સમક્ષ દસ્તાવેજો રજૂ કરાયા છે.આ અંગે સ્વામી ત્યાગવલ્લભ સીધી રીતે કોઇ સંડોવણી નથી.જે નાણાંકીય વ્યવહાર કરવામાં આવ્યા છે તે અંગે તમામ ટ્રસ્ટીઓની સહમતી હોવાનો દાવો કર્યો હતો જેથી આ કિસ્સામાં ત્યાગવલ્લભસ્વામી અને ડો.સમીર વૈદ્યને આગોતરા જામીન આપવાની માંગ કરી હતી.

પોલીસ કરી શકશે ગમે ત્યારે ધરપકડ

રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદના કેસમાં ત્યાગવલ્લભ સ્વામી અને ડો.સમીર વૈદ્ય સહિત પાંચ શખ્સોની ગમે ત્યારે ધરપકડ કરી શકે છે.પોલીસ દ્રારા અત્યાર સુધી આગોતરા જામીન અરજીની સૂનવણીની રાહ હતી પરંતુ હવે જ્યારે કોર્ટે ચુકાદો આપ્યો છે ત્યારે ત્યાગવલ્લભની મુશ્કેલી વધી શકે છે.

કોજી વિસ્તારમાં લાગી ભીષણ આગ, ધૂમાડાના ગોટે ગોટા જોવા મળ્યા
કોજી વિસ્તારમાં લાગી ભીષણ આગ, ધૂમાડાના ગોટે ગોટા જોવા મળ્યા
આ 6 રાશિના જાતકોના આજે પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે
આ 6 રાશિના જાતકોના આજે પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે
આકરા ઉનાળા માટે થઈ જાઓ તૈયાર, આગામી 5 દિવસ પ્રચંડ ગરમીની આગાહી
આકરા ઉનાળા માટે થઈ જાઓ તૈયાર, આગામી 5 દિવસ પ્રચંડ ગરમીની આગાહી
સુરતમાં ફાયર સેફ્ટિના મુદ્દે 16 માર્કેટને નોટિસ
સુરતમાં ફાયર સેફ્ટિના મુદ્દે 16 માર્કેટને નોટિસ
દુષ્કર્મ કેસમાં જૈન મુનિ શાંતિ સાગરજી દોષિત જાહેર, હવે ફટકારાશે સજા
દુષ્કર્મ કેસમાં જૈન મુનિ શાંતિ સાગરજી દોષિત જાહેર, હવે ફટકારાશે સજા
પ્રદ્યુમ્ન પાર્કમાં સફેદ વાઘણ કાવેરીએ બે બચ્ચાઓને જન્મ આપ્યો
પ્રદ્યુમ્ન પાર્કમાં સફેદ વાઘણ કાવેરીએ બે બચ્ચાઓને જન્મ આપ્યો
ગુડલક સર્કલ નજીક ગેરકાયદે દબાણો કરાયા દૂર, સ્થાનિકોએ કર્યો વિરોધ
ગુડલક સર્કલ નજીક ગેરકાયદે દબાણો કરાયા દૂર, સ્થાનિકોએ કર્યો વિરોધ
કડીમાં ગેરકાયદે ચાલતુ ફટાકડાનું ગોડાઉન સીલ કરાયું
કડીમાં ગેરકાયદે ચાલતુ ફટાકડાનું ગોડાઉન સીલ કરાયું
ગુનાખોરી અટકાવાનો નવો પ્રયાસ, પોલીસની PCR વાન પહેલા પહોંચશે ડ્રોન !
ગુનાખોરી અટકાવાનો નવો પ્રયાસ, પોલીસની PCR વાન પહેલા પહોંચશે ડ્રોન !
ગુજરાતમાં પ્રથમ વખત ડ્રોનથી ગુમ વ્યક્તિને શોધવાનો સફળ પ્રયોગ
ગુજરાતમાં પ્રથમ વખત ડ્રોનથી ગુમ વ્યક્તિને શોધવાનો સફળ પ્રયોગ
g clip-path="url(#clip0_868_265)">