Rajkot : રાજ્યના પૂર્વ સીએમ વિજય રૂપાણીના 66 માં જન્મ દિવસની વિવિધ સેવાકીય પ્રવૃતિ સાથે ઉજવણી

|

Aug 02, 2022 | 6:14 PM

ગુજરાતના(Gujarat)પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો(Vijay Rupani)આજે 66 મો જન્મદિવસ છે.આજના દિવસે રાજકોટ(Rajkot) શહેરમાં વિવિધ સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે.

Rajkot : રાજ્યના પૂર્વ સીએમ વિજય રૂપાણીના 66 માં જન્મ દિવસની વિવિધ સેવાકીય પ્રવૃતિ સાથે ઉજવણી
Gujarat Former CM Vijay Rupani Birthday Celebration

Follow us on

ગુજરાતના(Gujarat)પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો(Vijay Rupani)આજે 66 મો જન્મદિવસ છે.આજના દિવસે રાજકોટ(Rajkot) શહેરમાં વિવિધ સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે.રાજકોટ ભારતીય જનતા પાર્ટી અને વિવિધ સામાજિક સંસ્થાઓ દ્રારા આજે તેમના જન્મદિવસે વિવિધ સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે. જેમાં આજે વહેલી સવારે રાજકોટના નાગર બોર્ડિંગ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું છે.આ બ્લડ ડોનેશન કેમ્પમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા અને વિજયભાઇ રૂપાણીના દિર્ધાયુ માટે પ્રાર્થના કરી હતી.આ કાર્યક્રમમાં શહેર ભાજપના પ્રમુખ કમલેશ મિરાણી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

સિવીલ હોસ્પિટલ ફ્રુટ વિતરણ,દિકરાનું ઘર વૃધ્ધાશ્રમમાં જમણવાર

વિજય રૂપાણીના દિર્ઘાયુ માટે સિવીલ હોસ્પિટલમાં ગરીબ દર્દીઓને ફ્રુટનું વિતરણ,દિકરાનું ઘર વૃધ્ધાશ્રમમાં વૃધ્ધોને ભોજન અને ત્રંબા ખાતે માનવ મંદિર ખાતે નાસ્તા વિતરણ કરવામાં આવ્યું હતું.ભૂપેન્દ્ર રોડ સ્વામિનારાયણ મંદિરમાં વિજય રૂપાણીના જન્મદિવસ નિમીતે વિશેષ પુજાનું આયોજન કરાયું છે જેમાં મોટી સંખ્યામાં હરિભક્તો જોડાયા હતા.આ અંગે ભાજપના અગ્રણી ચેતન રામાણીએ કહ્યું હતું કે આજની મહાપૂજા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના દિર્ધાયુ અને સારા સ્વાસ્થ્ય માટે રાખવામાં આવી છે.જેમાં ૩ હજારથી વધારે યજમાનો જોડાયા હતા અને પૂજન અર્ચન કર્યા હતા.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

વિજય રૂપાણી હાલમાં લંડનના પ્રવાસે

પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી હાલમાં વિદેશ પ્રવાસે છે.તેઓ પરિવારીક પ્રવાસ પર પહોંચ્યા છે.તેમના જન્મદિવસે રાજકીય અને સામાજિક અગ્રણીઓ દ્રારા શુભેચ્છા ધોધ વરસી રહ્યો છે

Published On - 6:08 pm, Tue, 2 August 22

Next Article