Gujarat Election 2022 : ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે સૌ પ્રથમ આમ આદમી પાર્ટીએ 10 ઉમેદવારોની યાદી જાહેર કરી

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 03, 2022 | 6:37 AM

ગોપાલ ઈટાલીયાએ કહ્યું કે,ભાજપ-કોંગ્રેસની (BJP_Congress) મીલીભગત સામે ઈમાનદારીથી લાડવા આપ તૈયાર છે.સાથે જ તેણે સંયુક્ત સંકલનથી પ્રથમ યાદી (AAP candidate list) જાહેર કરી હોવાનુ જણાવ્યુ.

ગુજરાત વિધાનસભા ચૂંટણીને (Gujarat Assembly election)  હવે ગણતરીના મહિનાઓ બાકી છે,ત્યારે ભાજપ અને કોંગ્રેસ સાથે AAP એ પણ તૈયારી શરૂ કરી છે.આજે ચૂંટણી માટે પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલીયાએ (Gopal Italia) પ્રેસ કોન્ફરન્સ યોજીને ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે.ઈટાલીયાએ કહ્યું કે, ચૂંટણીના 3-4 મહિના પહેલા અમે નામ જાહેર કરી રહ્યા છીએ અને ગુજરાતના ઇતિહાસમાં આવું પ્રથમવાર થવા જઈ રહ્યું છે.વધુમાં તેણે કહ્યું કે,ભાજપ-કોંગ્રેસની (BJP-Congress) મીલીભગત સામે ઈમાનદારીથી લાડવા આપ તૈયાર છે.સાથે જ તેણે સંયુક્ત સંકલનથી પ્રથમ યાદી (AAP candidate list) જાહેર કરી હોવાનુ જણાવ્યુ હતુ.

પ્રથમ યાદીમાં આ 10 ઉમેદવારો સામેલ

આપે ગુજરાત ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર કરી છે.તેમાં પ્રથમ યાદીમાં 10 ઉમેદવારો (AAP Candidate) સામેલ છે.ઉમેદવાર વધુમાં વધુ લોકો સુધી પહોંચી શકે તે માટે વહેલા નામ જાહેર કરાયા છે.જો ઉમેદરવાની વાત કરીએ તો ભેમાભાઈ ચૌધરી દિયોદરથી ઉમેદવાર,જગમાલ વાળા સોમનાથ (Somnath) બેઠકના ઉમેદવાર,અર્જુન રાઠવાને છોટાઉદેપુર થી ઉમેદવાર બનાવાયા અને સાગર રબારીને બેચરાજીથી ટિકિટ અપાઈ છે.જ્યારે વશરામ સાગઠીયા રાજકોટ ગ્રામ્યના (Rajkot) ઉમેદવાર તરીકે તેમજ રામ ધડુક કામરેજ બેઠકના ઉમેદવાર જાહેર થયા છે.તમને જણાવી દઈએ કે,2017 માં પણ રામ ધડુક ઉમેદવાર હતા.તોશિવલાલભાઈ રાજકોટ દક્ષિણના,સુધીરભાઈ વાઘાણી ગારિયાધાર અને રાજેન્દ્ર સોલંકી બારડોલ તેમજ ઓમપ્રકાશ તિવારી નરોડા (Ahmedabad)ના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.

Published on: Aug 02, 2022 01:48 PM
g clip-path="url(#clip0_868_265)">