Rajkot: મહાનગર પાલિકાને કોવિશિલ્ડના 6500 ડોઝ ફાળવાતા આવતીકાલથી અપાશે પ્રિકોશન ડોઝ

TV9 GUJARATI

|

Updated on: Jan 16, 2023 | 7:01 PM

નોંધનીય છે કે ગત મહિને રાજકોટ મહાનગર પાલિકા દ્વારા રાજ્ય સરકાર પાસે વધારે ડોઝની માંગણી કરવામાં આવી હતી. દરમિયાન આજે રાજ્યમાં કોરોનાનો એક પણ પોઝિટિવ કેસ (Corona case) સામે આવ્યો નથી, ગુજરાત કોરોનામુક્ત રાજ્ય બન્યુ છે.

Rajkot: મહાનગર પાલિકાને કોવિશિલ્ડના 6500 ડોઝ ફાળવાતા આવતીકાલથી અપાશે પ્રિકોશન ડોઝ
કોવિશિલ્ડના ડોઝ ફાળવાતા આવતીકાલથી મળશે પ્રિકોશન ડોઝ

રાજકોટ મહાનગર પાલિકામાં વેક્સિનના ડોઝની અછત હવે દૂર થશે. કારણ કે રાજકોટ મહાનગર પાલિકા પાસે કોવિશિલ્ડના 6500 ડોઝ આવ્યા છે અને મહાનગાર પાલિકા દ્વારા દરેક આરોગ્ય કેન્દ્રને 200 ડોઝ ફાળવી દેવામાં આવ્યા છે. આથી રાજકોટની જનતાને આવતીકાલથી પ્રિકોશન ડોઝ મળવાની શરૂઆત થઈ જશે. નોંધનીય છે કે ગત મહિને રાજકોટ મહાનગર પાલિકા દ્વારા રાજ્ય સરકાર પાસે વધારે ડોઝની માંગણી કરવામાં આવી હતી.

દરમિયાન આજે રાજ્યમાં કોરોનાનો એકપણ પોઝિટિવ કેસ સામે આવ્યો નથી, ગુજરાત કોરોનામુક્ત રાજ્ય બન્યુ છે. છેલ્લા ત્રણ દિવસથી 20 હજારથી વધુ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમા એકપણ કોરોનાનો પોઝિટિવ કેસ સામે આવ્યો નથી. ગુજરાતે કોરોનાને સંપૂર્ણ માત આપી છે.  છેલ્લા ત્રણ દિવસમાં રાજ્યભરમાં 20,700થી વધુ ટેસ્ટિંગ કરવામાં આવ્યા છે. આ ટેસ્ટિંગમાં એકપણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. 19 માર્ચ 2020 પછી રાજ્યમાં સતત ત્રીજા દિવસે એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી.

કોરોનાના કેસ નથી તેમ છતા તંત્ર સજજ

રાજયમાં કોરોનાના કેસ ઓછા છે અને આજે તો એક પણ  કેસ નોંધાયા નથી. તેમ છતાં રાજયમાં  તમામ મહાનગરોની કોવિડ હોસ્પિટલ્સમાં કોરોનાથી લોકોને બચાવવા ગુજરાત સરકાર પણ સજ્જ છે. અમદાવાદ સહિતના તમામ મહાનગરોની કોવિડ હોસ્પિટલ્સમાં મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓએ હોસ્પિટલમાં પહોંચી ઓક્સિજન, વેન્ટીલેટર, કોવિડ બેડની ક્ષમતા, ટેસ્ટિંગ કીટ, જરૂરી દવાઓ, નર્સિંગ સ્ટાફની ઉપલબ્ધતા સહિતની બાબતોની ચકાસણી કરી હતી.

નેઝલ વક્સિન અંગે થઈ હતી જાહેરાત

થોડા સમય પહેલા કેન્દ્ર સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે કોરોનાના બૂસ્ટર ડોઝ માટે  નેઝલ વેક્સિનને મંજૂરી આપવામાં આવી છે. અહેવાલમાં એક સ્ત્રોતને ટાંકીને કહેવામાં આવ્યું છે કે ભારત બાયોટેકની ઇન્ટ્રા-નાસલ વેક્સિનને 18 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે બૂસ્ટર ડોઝ તરીકે રસીકરણ અભિયાનમાં સામેલ કરવા માટે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

એવું કહેવામાં આવ્યું છે કે જે લોકોએ કોવિશિલ્ડ અને કોવેક્સિન લીધું છે તેઓ હેટરોલોગસ બૂસ્ટર ડોઝના રૂપમાં નાકની રસી લઈ શકે છે. શુક્રવાર સાંજથી કોવિન એપ પર નીડલ ફ્રી વેક્સીન ઉપલબ્ધ થશે, જ્યાં તેનું બુકિંગ કરી શકાશે. તેના પ્રતિબંધિત ઉપયોગ માટે નવેમ્બર મહિનામાં DGCA દ્વારા તેને મંજૂરી આપવામાં આવી હતી

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati