સૌરાષ્ટ્રમાં વીજ વિભાગનો સપાટો, માત્ર એક મહિનામાં રેકોર્ડબ્રેક 26 કરોડની વીજચોરી ઝડપી

|

Jun 08, 2022 | 1:38 PM

સૌરાષ્ટ્રમાં (Saurashtra) 11 હજાર વીજ કનેક્શનમાં ચોરી થયાનું સામે આવ્યું છે. જે બાદ PGVCLની ટીમે વીજચોરો સામે કોર્ટ કાર્યવાહી હાથ ધરી છે.

સૌરાષ્ટ્રમાં વીજ વિભાગનો સપાટો, માત્ર એક મહિનામાં રેકોર્ડબ્રેક 26 કરોડની વીજચોરી ઝડપી
File Photo

Follow us on

સૌરાષ્ટ્રમાં (Saurashtra) વીજ વિભાગ સપાટો બોલાવીને કરોડો રૂપિયાની વીજ ચોરી થતી અટકાવી છે. PGVCLની ટીમે મે મહિનામાં સૌરાષ્ટ્રમાંથી રેકોર્ડબ્રેક 26 કરોડની વીજચોરી ઝડપી પાડી છે. સૌરાષ્ટ્રમાં 11 હજાર વીજ કનેક્શનમાં ચોરી થયાનું સામે આવ્યું છે. જે બાદ PGVCLની ટીમે વીજચોરો સામે કોર્ટ(Court)  કાર્યવાહી હાથ ધરી છે. તો એકલા રાજકોટમાંથી(Rajkot)  જ ચાર કરોડ રૂપિયાની વીજચોરી ઝડપાઈ છે.

લોકોમાં જાગૃતિ લાવવા MDએ કર્યું કંઈક આવુ ?

PGVCLના MDએ વીજ ચોરી અટકાવવા અને લોકોમાં જાગૃતિ લાવવા સાંસદો અને ધારાસભ્યોને પત્ર લખીને હાકલ કરી હતી.જે અભિયાન હવે ધીરે-ધીરે રંગ લાવી રહ્યું છે.પીજીવીસીએલની હેલ્પ લાઈન (Helpline) પર હવે વીજ ચોરી અંગેની વધુ ફરિયાદો મળે છે,જેને કારણે આ અભિયાનને વેગ મળ્યો છે.

 

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

PGVCLની ટીમે કોર્ટ કાર્યવાહી કરી

આ પહેલા ફેબ્રુઆરીમાં પશ્વિમ ગુજરાત વીજ કંપની (PGVCL)દ્વારા રાજકોટ અને કચ્છ (Kutch)જિલ્લામાં વીજચોરી (Power theft)કરતા આસામીઓ પર તવાઇ બોલાવી હતી.પીજીવીસીએલના વિજીલન્સ વડા અનુપમસિંહ ગેહલૌતના આદેશથી 1 ફેબ્રુઆરીથી 3 ફેબ્રુઆરી સુધી કચ્છ અને રાજકોટ જિલ્લામાં હાઇ વે પરની રેસ્ટોરન્ટ, રિસોર્ટ,હોટેલ,કલબ અને ફેકટરીઓમાં તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં 8 સ્થળોએથી કુલ 4 કરોડ 74 લાખ રૂપિયાની વીજચોરી પીજીવીસીએલ વિભાગે પકડી પાડી છે.પીજીવીસીએલ દ્રારા આ તમામ સ્થળોએથી વીજચોરી પકડીને મિલકતના માલિકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Next Article