Rajkot: ખાદ્યતેલના ભાવમાં ફરી ભડકો, જાણો સિંગતેલ અને કપાસિયા તેલના ડબ્બાના ભાવ કેટલા થયા

|

Jun 28, 2022 | 6:26 PM

મોંઘવારીથી પીસાતી પ્રજાને આજે વધુ એક કમરતોડ ઝટકો મળ્યો છે. ખાદ્યતેલના (Edible Oil) સતત વધી રહેલા ભાવ લોકોને ભડકે બાળી રહ્યા છે. એક જ દિવસમાં ફરી એકવાર ખાદ્યતેલના ભાવમાં વધારો ઝીંકાયો છે.

Rajkot: ખાદ્યતેલના ભાવમાં ફરી ભડકો, જાણો સિંગતેલ અને કપાસિયા તેલના ડબ્બાના ભાવ કેટલા થયા
Edible Oil Price (Symbolic Image)

Follow us on

પેટ્રોલ-ડીઝલ, ગેસ અને શાકભાજીના ભાવોમાં અધધ વધારા પછી ખાદ્યતેલના ભાવોમાં પણ સતત વધારો થતો રહ્યો છે. ત્યારે મધ્યમ વર્ગના પરિવારોએ હવે ઘર ચલાવવું મુશ્કેલ બની રહ્યુ છે. ખાદ્યતેલના (Edible oil) ભાવમાં એક મહિના દરમિયાન તોતિંગ વધારો થયો છે. રશિયા-યુક્રેન યુદ્ધના કારણે તેલના ભાવમાં વધારો આવ્યો છે. બજારમાં કાચા માલની મળતર નથી અને સંગ્રહખોરો તકનો લાભ લઇ રહ્યા છે. બજારમાં જૂના ભાવે ખરીદેલો માલ પૂરો થઇ ગયો છે અને નવા ભાવની ખરીદી હોવાથી નવા ભાવ લાગુ થયા હોવાનું જણાવે છે. સિંગતેલ (groundnut oil)નો ભાવ 35 રૂપિયા અને કપાસિયા તેલ (Cottonseed oil)નો ભાવ 20 રૂપિયા વધ્યો છે. અન્ય ખાદ્યતેલન ભાવ પણ વધ્યા છે.

સિંગતેલના ભાવમાં એક જ દિવસમાં 35 રૂપિયાનો વધારો

મોંઘવારીથી પીસાતી પ્રજાને આજે વધુ એક કમરતોડ ઝટકો મળ્યો છે. ખાદ્યતેલના (Edible oil)સતત વધી રહેલા ભાવ લોકોને ભડકે બાળી રહ્યા છે. એક જ દિવસમાં ફરી એકવાર ખાદ્યતેલના ભાવમાં વધારો ઝીંકાયો છે. મધ્યમવર્ગની મુશ્કેલીઓમાં એક પછી એક વધારો થતો જઇ રહ્યો છે. ઈંધણની સાથે ખાદ્યતેલોના ભાવમાં પણ વધારો ઝીંકાયો છે. ખાદ્યતેલના ભાવમાં ફરી એક વખત મોટો ઉછાળો આવ્યો છે. સિંગતેલના ભાવમાં એક જ દિવસમાં 35 રૂપિયા વધી ગયા છે.

કપાસિયા તેલમાં ડબ્બા દીઠ 20 રૂપિયા વધ્યા

સિંગતેલના ડબ્બાનો ભાવ 2710 સુધી પહોંચ્યો છે. તો કપાસિયા તેલમાં ડબ્બા દીઠ 20 રૂપિયાનો વધારો થયો છે. કપાસિયા તેલના ડબ્બાનો નવો ભાવ 2490 રૂપિયા થઈ ગયો છે. જ્યારે પામોલિન તેલનો ડબ્બો 15 રૂપિયાના વધારા સાથે 2010 થઈ ગયો છે. ખાદ્યતેલમાં 25 જૂન સુધી સતત ભાવ ઘટાડો થયો હતો. જે બાદ હવે ફરી ભાવ વધારો શરૂ થયો છે.

રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય

મધ્યમ વર્ગ માટે ઘર ચલાવવુ બન્યુ મુશ્કેલ

ખાદ્યતેલના ભાવોમાં પણ વધારો થતા લોકોએ જાયે તો જાયે કહીં જેવી સ્થિતિનો અનુભવ થઇ રહ્યો છે. પેટ્રોલ-ડીઝલ, ગેસ અને શાકભાજી, મસાલાના ભાવોમાં અધધ વધારા પછી ખાદ્યતેલના ભાવોમાં પણ સતત વધારો થતો રહયો છે. ત્યારે મધ્યમ વર્ગના પરિવારોએ હવે ઘર ચલાવવું મુશ્કેલ બની રહ્યુ છે. વેપારીઓના જણાવ્યા અનુસાર સીંગતેલમાં હજુ ભાવ વધવાની શકયતા પૂરેપૂરી છે.

Next Article