રાજકોટ : લઠ્ઠાકાંડ વચ્ચે પણ દારૂની પાર્ટી ! એક પોલીસકર્મી પણ સામેલ, 6 શખ્સોની અટકાયત

|

Jul 29, 2022 | 8:58 AM

દારૂ પાર્ટીનો વીડિયો સામે આવ્યા બાદ પોલીસ (Rajkot Police) પણ દોડતી થઈ છે અને દારૂની મહેફિલમાં સામેલ 6 લોકોની પોલીસે (Rajkot police)  અટકાયત કરી છે.

રાજકોટ : લઠ્ઠાકાંડ વચ્ચે પણ દારૂની પાર્ટી ! એક પોલીસકર્મી પણ સામેલ, 6 શખ્સોની અટકાયત
Rajkot police take action

Follow us on

ગુજરાતમાં (Gujarat) દારૂબંધી છે, પરંતુ દારૂબંધીના નિયમો નેવે મૂકતી અનેક ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે રાજકોટમાં (Rajkot) બંધ ઓફિસમાં દારૂ પાર્ટી થતી હોવાનો વીડિયો (viral Video) સામે આવ્યો હતો.જેમાં કેટલાક લોકો ઓફિસમાં દારૂની મહેફિલ માણી રહ્યા છે.એટલું જ નહીં દારૂના નશામાં ચૂર થઈને ફિલ્મી ગીતો પર ઠુમકા પણ લગાવી રહ્યા છે.વીડિયો સામે આવ્યા બાદ પોલીસ પણ દોડતી થઈ છે અને દારૂની મહેફિલમાં સામેલ 6 લોકોની પોલીસે (Rajkot police)  અટકાયત કરી છે.

દારૂના નશામાં ધૂત યુવાનોના ફિલ્મી ગીતો પર ઠુમકા

ઝડપાયેલા લોકોમાંથી એક પોલીસકર્મી પણ સામેલ હોવાનું સામે આવ્યું છે.પોલીસ કોન્સ્ટેબલ વીરા ચાવડા દારૂ પાર્ટીમાં સામેલ હતા.વીરા ચાવડા પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવે છે.પોલીસ પાસેથી જાણવા મળ્યું કે, મયુર ચાવડા (mayir chavda) નામના શખ્સની ઓફિસમાં આ દારૂ પાર્ટી યોજાઈ હતી.જેમાં 14 જેટલા લોકો સામેલ હતા.પોલીસનું કહેવું છે અત્યાર સુધીમાં 6 લોકોની અટકાયત કરવામાં આવી છે.જ્યારે અન્ય લોકોની પણ ટૂંક સમયમાં અટકાયત કરવામાં આવશે.

બોટાદ લઠ્ઠાકાંડ (Botad Latthakand) બાદ ઉંઘતી પોલીસ સફાળી જાગી છે અને ઠેર ઠેર દરોડા પાડી રહી છે. ત્યારે ફરી એકવાર દારૂની મહેફિલનો વીડિયો વાયરલ થયો છે. વાયરલ વીડિયોમાં આપ જોઇ શકો છો કે કેટલાક યુવાનો બંધ ઓફિસમાં દારૂની મહેફિલ માણી રહ્યાં છે. એટલું જ નહીં દારૂના નશામાં ધૂત યુવાનો ફિલ્મી ગીતો પર ઠુમકા પણ લગાવી રહ્યાં છે.

Next Article