ઝેરી દારૂકાંડ : BJP નેતા અલ્પેશ ઠાકોરે મૃતકોના પરિજનો સાથે કરી મુલાકાત,કહ્યું ‘……….તો ગુજરાતમાં દારૂબંધીનો કડક અમલ શક્ય’

દારૂકાંડ મુદ્દે રાજનીતિ કરનારાઓને અલ્પેશ ઠાકોરે (Alpesh Thakor) ચેતવ્યા.અને નમાલી રાજનીતિ બંધ કરવા અપીલ કરી.સાથે જ સરકારે (Gujarat Govt) તપાસ માટે રચેલી SIT તટસ્થ તપાસ કરે તેવી પણ માગ કરી છે.

TV9 GUJARATI

| Edited By: Mamta Gadhvi

Jul 27, 2022 | 12:42 PM

બરવાળા ઝેરી દારૂકાંડમાં (Barvala hooch tragedy)મૃતકોના પરિજનો સાથે ભાજપ નેતા અલ્પેશ ઠાકોરે (BJP Leader Alpesh Thakor) મુલાકાત કરી અને રોજીદ ગામના (Rojid village)  મૃતકોના પરિજનોને સાંત્વના પાઠવી.અલ્પેશ ઠાકોરે પરિજનોને સરકાર તરફથી તમામ સહાય અને મદદની ખાતરી આપી.સાંત્વના મુલાકાત બાદ અલ્પેશ ઠાકોરે દાવો કર્યો કે,જો રાજ્યના 182 ધારાસભ્યો ઇચ્છે તો ગુજરાતમાં દારૂબંધીનો કડક અમલ શક્ય છે. જોકે દારૂકાંડ મુદ્દે રાજનીતિ કરનારાઓને અલ્પેશ ઠાકોરે ચેતવ્યા.અને નમાલી રાજનીતિ બંધ કરવા અપીલ કરી.સાથે જ સરકારે (Gujarat Govt) તપાસ માટે રચેલી SIT તટસ્થ તપાસ કરે તેવી માગ કરી.

ઉપરાંત અલ્પેશ ઠાકોરે રાજ્ય સરકારની કામગીરી મુદ્દે સંતોષ વ્યક્ત કર્યો.અને રાજ્યની ભૂપેન્દ્ર પટેલની સરકાર ઇમાનદાર હોવાનો દાવો કર્યો.તો પરિજનો સાથે મુલાકાત બાદ અલ્પેશ ઠાકોરે બરવાળા પોલીસ મથકની પણ મુલાકાત લીધી.તેમજ પોલીસ અધિકારીઓ સાથે સમગ્ર મામલે વાતચીત કરીને સ્થિતિનો તાગ પણ મેળવ્યો હતો.

ઝેરી દારૂ કાંડ 42 લોકોને ભરખી ગયો

બોટાદ ઝેરી દારૂ કાંડમાં (Barvala hooch tragedy)  મોતનો આંકડો વધીને 42 પર પહોંચી ગયો છે.અત્યાર સુધીમાં ભાવનગરની સરટી હોસ્પિટલમાં કુલ 88 દર્દીઓને લવાયા હતા, જેમાંથી 18 વ્યક્તિના મોત થયા છે.ભાવનગર (bhavnagar) અને અમદાવાદ સહિત વિવિધ હોસ્પિટલમાં કુલ 144 લોકો સારવાર હેઠળ છે. ભાવનગરની સરટી હોસ્પિટલમાં 72 લોકોની સારવાર ચાલી રહી છે જેમાંથી 5ની હાલત ગંભીર છે. જો કે હજુ પણ મોતનો આંકડો વધવાની શક્યતા છે.

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati