AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જામનગરના દિપક ત્રિવેદીએ અંગદાન કરી 6 લોકોને જીવન આપ્યું, માતાએ કહ્યું, મારા દીકરાએ બીજા લોકો માટે જ જન્મ લીધો હતો

જામનગરના દિપક ત્રિવેદીએ અંગદાન કરી 6 લોકોને જીવન આપ્યું, માતાએ કહ્યું, “મારા દીકરાએ બીજા લોકો માટે જ જન્મ લીધો હતો”

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 24, 2021 | 11:52 PM
Share

Organ Donation : દિપક ત્રિવેદીની બે કિડની ,લીવર ઝાયડસ હોસ્પિટલ ખાતે બાય રોડ પહોંચાડવામાં આવ્યા હતા.ગ્રીન કોરિડોરની મદદથી હ્રદય હવાઇ માર્ગે અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યું હતું.દર્દીની બંને આંખનું રાજકોટમાં દાન કરવામાં આવ્યું.

RAJKOT : જામનગરના બ્રેઈન ડેડ યુવકે 6 લોકોને નવજીવન આપ્યું. બ્રેઈનડેડ યુવકના 6 અંગોનું દાન કરવામાં આવ્યું છે.જામનગરના વતની દિપક ત્રિવેદી નામના વ્યક્તિ અચાનક જ ઉલ્ટી થઈ હતી અને તેમની તબિયત વધારે ખરાબ થતાં તેમને રાજકોટ હોસ્પિટલમાં લઈ જવાયા હતા..પરંતુ બ્રેનસ્ટ્રોકને કારણે તેમનો જીવ બચાવી શકાયો ન હતો.તેથી તેમના અંગોનું દાન કરવાનું પરિવાર દ્વારા નક્કી કરાયું હતું.

દિપક ત્રિવેદીની બે કિડની ,લીવર ઝાયડસ હોસ્પિટલ ખાતે બાય રોડ પહોંચાડવામાં આવ્યા હતા.ગ્રીન કોરિડોરની મદદથી હ્રદય હવાઇ માર્ગે અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યું હતું.દર્દીની બંને આંખનું રાજકોટમાં દાન કરવામાં આવ્યું.

મૃતકના પિતાએ જણાવ્યું કે મારો પુત્ર દીપક બીજા 6 લોકોની જિંદગીમાં કાયમ જીવંત રહેશે.તેનાં અંગો થકી બીજા લોકોના શરીરમાં અમે તેને કાયમ જીવંત જોઈશું..સમાજને પ્રેરણા આપે તેવો નિર્ણય દિપકના પરિવારજનોએ લીધો.તો માતાએ કહ્યું કે મારા દીકરાએ બીજા લોકો માટે જ જન્મ લીધો હતો, અમે તો માત્ર એને મોટો કર્યો હતો.

તો બીજી બાજુ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આજે 24 નવેમ્બરે 20મું અંગદાન કરવામાં આવ્યું છે. મૂળ રાજસ્થાનના 46 વર્ષીય બ્રેઇનડેડ મહિલાના અંગોના દાનથી ઘણા દર્દીઓના જીવનમાં ઉજાસ પથરાશે. સિવિલ હોસ્પિટલની SOTTOની ટીમ દ્વારા બ્રેઇનડેડ દર્દીના પરિવારજનોને અંગદાનનું મહત્વ સમજાવતા પરિવારજનોએ આ મહાદાન કરવા માટે સંમતિ દર્શાવી હતી.

આ પણ વાંચો : અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 20મું અંગદાન, રાજસ્થાનની બ્રેઇનડેડ મહિલાના અંગોના દાનથી ઘણા દર્દીઓના જીવનમાં ઉજાસ પથરાશે

આ પણ વાંચો : રેડ દરમિયાન સરકારી અધિકારીના ઘરની પાઈપલાઈનમાંથી નોટોના બંડલ નીકળતા ACBની આંખો ફાટી ગઈ, જુઓ વિડીયો

g clip-path="url(#clip0_868_265)">