Rajkot : જે.એમ.બિશ્નોઇ આત્મહત્યા કેસમાં તપાસ તેજ, CBI ને મળેલી ડાયરી ખોલશે ભ્રષ્ટાચારના રાજ !
ડાયરીમાં કેટલાર કોડવર્ડનો ઉલ્લેખ થયો છે. કોડવર્ડના આધારે તપાસ થઇ રહી છે. તો સાથે જ જે.એમ.બિશ્નોઇના કેટલાક મોબાઇલ નંબર પણ મળી આવ્યા છે તેના કોલ ડિટેઇલ મેળવવાની પણ CBI દ્રારા તપાસ હાથ ધરવામાં આવી છે.
J M Bishnoi Suicide Case : ફોરેન ટ્રેડના જોઇન્ટ ડાયરેક્ટર જે.એમ.બિશ્નોઇ આત્મહત્યા કેસ મામલે CBI દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. સીબીઆઇને બિશ્નોઇ પાસેથી મળેલી ડાયરી ભ્રષ્ટાટારના રાઝ ખોલી શકે છે. આપને જણાવી દઈએ કે, ડાયરીમાં કેટલાર કોડવર્ડનો ઉલ્લેખ થયો છે. કોડવર્ડના આધારે તપાસ થઇ રહી છે. તો સાથે જ જે.એમ.બિશ્નોઇના કેટલાક મોબાઇલ નંબર પણ મળી આવ્યા છે તેના કોલ ડિટેઇલ મેળવવાની પણ CBI દ્રારા તપાસ હાથ ધરવામાં આવી છે.
કેટલાક વચેટીયાઓના નામ સામે આવ્યા
તો તપાસમાં કેટલાક વચેટીયાઓના નામ સામે આવ્યા છે તેની પણ પુછપરછ થઇ શકે છે. આપને જણાવી દઈએ કે, CBI દ્વારા આવા વચેટીયાઓના નામની યાદી તૈયાર કરવામાં આવી છે. જે.એમ.બિશ્નોઇ ઓફિસની બહાર એક સ્થળે વહિવટ કરતા હતા જે અંગે પણ તપાસ હાથ ધરાઇ છે.જે વેપારીઓના કામ ખોટી રીતે અટવાયા છે તેના પણ નિવેદનો લેવામાં આવી રહ્યા છે.
તો બીજી તરફ આપઘાતના કેસમાં નવો વળાંક આવ્યો છે. જેમાં રૂપિયા ભરેલો થેલો ફેંકતા સીસીટીવી વિડીયો સામે આવ્યો હતો. જેમાં જે.એમ બિશ્નોઈના ભત્રીજો રૂપિયા ભરેલો થેલો લેતો હોય તેવા CCTVમાં કેદ થયો છે. જેમાં બિલ્ડિંગમાંથી રૂપિયા ભરેલો થેલો ભત્રીજા તરફ ફેંકવામાં આવ્યો છે. થેલામાંથી રૂપિયાના બંડલ નીચે પડતા દ્રશ્યો થયા CCTVમાં કેદ થયા છે. આ થેલો બિશ્નોઈની પત્નીએ ફેંક્યો હોવાનો દાવો થઈ રહ્યો છે.