Rajkot ડેરી દ્વારા પશુપાલકો માટે મહત્વની જાહેરાત, 1 ઓગસ્ટથી દૂધ ખરીદ ભાવમાં 10 રૂપિયાનો વધારો

|

Jul 23, 2021 | 9:48 PM

આ સભામાં કેબિનેટ પ્રધાન અને સહકારી આગેવાન જયેશ રાદડિયાએ ટકોર કરી કે, દૂધમાં ભેળસેળ નહીં ચલાવી લેવાય. જો કોઇ દૂધ ઉત્પાદક ભેળસેળ કરતા હશે, તો તેની સામે આકરા પગલા લેવાશે.

Rajkot ડેરી દ્વારા પશુપાલકો માટે મહત્વની જાહેરાત, 1 ઓગસ્ટથી દૂધ ખરીદ ભાવમાં 10 રૂપિયાનો વધારો
Important announcement for pastoralists by Rajkot Dairy

Follow us on

Rajkot ડેરીએ પશુપાલકો માટે મહત્વની જાહેરાત કરી છે. 1 ઓગસ્ટથી દૂધ ખરીદ ભાવમાં 10 રૂપિયાનો વધારો કરી પશુપાલકોને પ્રતિકિલો ફેટના 680 રૂપિયા ચૂકવવાની જાહેરાત કરાઇ છે. આજે રાજકોટ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની 61મી વાર્ષિક સાધારણ સભા મળી હતી. જેમાં આ જાહેરાત કરવામાં આવી. આ ઉપરાંત આ વર્ષે પણ દૂધ ઉત્પાદકો માટે 10 લાખનો અકસ્માત વીમો ચાલુ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. દૂધમાં ભેળસેળ અને અનિયમિત 39 મંડળીઓની નોંધણી રદ કરવામાં આવી છે.

આ સભામાં કેબિનેટ પ્રધાન અને સહકારી આગેવાન જયેશ રાદડિયાએ ટકોર કરી કે, દૂધમાં ભેળસેળ નહીં ચલાવી લેવાય. જો કોઇ દૂધ ઉત્પાદક ભેળસેળ કરતા હશે, તો તેની સામે આકરા પગલા લેવાશે. આ ઉપરાંત ડેરીના ચેરમેન ગોરધન ધામેલીયાએ કહ્યું કે, ભેળસેળ કરનાર 90 મંડળીઓ સામે પગલા લેવામાં આવ્યા છે.

 

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

Next Article