AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નેશનલ ગેમ્સમાં સ્વિમિંગ કોમ્પિટિશનમાં ગુજરાતનું ખૂલ્યુ ખાતુ, આર્યન નેહરાએ 1500 મીટર ફ્રી સ્ટાઈલમાં મેળવ્યો સિલ્વર મેડલ

National Games: રાજકોટમાં નેશનલ ગેમ્સમાં સ્વિમિંગ કોમ્પિટિશનમાં આખરે ગુજરાતનું ખાતુ ખૂલ્યુ છે. ગુજરાતના સ્વિમર આર્યન નહેરાએ સ્વિમિંગમાં સિલ્વર મેડલ જીતી રાજ્યનું ગૌરવ વધાર્યુ છે. આર્યન નહેરા અમદાવાદના મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર રહી ચુકેલા વિજય નહેરાના પુત્ર છે.

નેશનલ ગેમ્સમાં સ્વિમિંગ કોમ્પિટિશનમાં ગુજરાતનું ખૂલ્યુ ખાતુ, આર્યન નેહરાએ 1500 મીટર ફ્રી સ્ટાઈલમાં મેળવ્યો સિલ્વર મેડલ
આર્યન નહેરા
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 03, 2022 | 9:26 PM
Share

નેશનલ ગેમ્સ (National Games)માં સ્વિમિંગ (Swimming) કોમ્પિટિશનમાં ગુજરાતની આતુરતાનો અંત આવ્યો છે. રાજકોટ (Rajkot)માં ચાલી રહેલી નેશનલ ગેમ્સમાં સ્વિમિંગ કોમ્પિટિશનમાં ગુજરાત મેડલની આશા રાખી રહ્યુ હતુ અને તે જ સમયે ગુજરાતના ખેલાડી આર્યન નેહરાએ સ્વિમિંગમાં સિલ્વર મેડલ જીતી ગુજરાતનું ગૌરવ વધાર્યુ છે. આપને જણાવી દઈએ કે આર્યન નહેરા અમદાવાદના મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ કમિશનર વિજય નહેરાના પુત્ર છે. આર્યને સ્વિમિંગમાં સિલ્વર મેડલ મેળવતા ગુજરાતને નેશનલ ગેમ્સમાં બીજો સિલ્વર મેડલ પ્રાપ્ત થયો છે. અત્યાર સુધીમાં ગુજરાતે પાંચ ગોલ્ડ અને 6 બ્રોન્ઝ સાથે કુલ 13 મેડલ જીત્યા છે.

1500 મીટર ફ્રી સ્ટાઈલ સ્વિમિંગમાં ગુજરાતને આર્યન નહેરાએ અપાવ્યો સિલ્વર મેડલ

ભારતમાં તેની પ્રથમ સિનિયર ઈવેન્ટમાં ભાગ લઈ રહેલા આર્યન નેહરાએ 1500 મીટર ફ્રીસ્ટાઈલમાં ગુજરાતને સિલ્વર મેડલ અપાવ્યો હતો. ગોલ્ડ મેડલ મધ્યપ્રદેશના સ્વિમર અદ્વૈત પેજનાં ફાળે ગયો હતો. આર્યન 16:03.14ના સમય સાથે બીજા સ્થાને રહ્યો જ્યારે અદ્વૈત પુરુષોની 1500 મીટર ફ્રીસ્ટાઈલમાં 15:54.79નો સમય સાથે પ્રથમ ક્રમે રહ્યો હતો. કર્ણાટકનો અનિશ ગૌડા 16:05.94 સમય સાથે ત્રીજા સ્થાને રહ્યો હતો.

ભૂતપૂર્વ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરના પુત્ર, 18 વર્ષીય, રાષ્ટ્રીય રમતોની તૈયારી કરવા માટે ગુવાહાટીમાં સિનિયર નેશનલ સ્વિમિંગ ટુર્નામેન્ટમાં ભાગ લીધો ન હતો અને આજે સિલ્વર મેડલ સાથે તેણે પોતાની મહેનતને ચાર ચાંદ લગાવ્યા હતા. આ તરફ તેણે પેરુમાં વર્લ્ડ જુનિયર ચેમ્પિયનશિપમાં ભાગ લીધો હતો, જેનો અનુભવ તેને ઘરઆંગણે કામ આવ્યો હતો. આર્યન ફ્લોરિડામાં સ્વિમિંગમાં કરિયર બનાવવા વિશેષ તૈયારી કરી રહ્યો છે.

આર્યને સિલ્વર જીત્યા બાદ જણાવ્યું હતું કે “મને લીમા ખાતેની કોમ્પિટિશનમાં જ અહેસાસ થઈ ગયો હતો કે હજુ ઘણું કરવાનું બાકી છે. હું જ્યાં પોતાને લઈ જવા માંગતો હતો ત્યાં હું નહતો પહોંચી શક્યો. સમય ઓછો હતો, પરંતુ કામ ઘણું બાકી હતું જેને મેં ઝડપથી પૂર્ણ કર્યું અને આજે એ અનુભવ અને એ મહેનતના પગલે મને સિલ્વર મેડલ મળ્યો છે. મંગળવારે, તે લાંબા અંતરની ફાઈનલ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે 200m બટરફ્લાય હીટ્સમાં બહાર બેઠો અને તે નિર્ણય આજે મેડલમાં પરિણમ્યો છે.

ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">