Rajkot : શાહી ઠાઠથી કરવામાં આવ્યુ ભારતીય ટીમનું સ્વાગત, કાઠિયાવાડી ભોજનનો સ્વાદ માણશે ક્રિકેટરો

|

Jun 16, 2022 | 9:51 AM

રાજકોટ(Rajkot) પહોંચેલી બંને ટીમ એક દિવસ પ્રેક્ટિસ કરશે અને 17મી તારીખે મેદાન પર ટકરાશે. મહત્વનું છે કે, પાંચ મેચની સિરીઝમાં ટીમ ઈન્ડિયા 1-2થી પાછળ છે. સિરીઝ જીતવા માટે ભારતીય ટીમે આગામી બંને મેચ જીતવી પડશે.

Rajkot : શાહી ઠાઠથી કરવામાં આવ્યુ ભારતીય ટીમનું સ્વાગત, કાઠિયાવાડી ભોજનનો સ્વાદ માણશે ક્રિકેટરો
Grand welcome of the Indian cricket

Follow us on

ચોથી ટી-20 માટે ભારત (Indian Cricket Team) અને દક્ષિણ આફ્રિકાની ટીમ ગઈકાલે  રાજકોટ (Rajkot) પહોંચી હતી. ભારતની ટીમ કાલાવડ રોડ પર આવેલી સયાજી હોટેલમાં રોકાઈ છે. જ્યારે દક્ષિણ આફ્રિકાની ટીમ ફોર્ચ્યુન હોટેલમાં રોકાઈ છે. કાલાવડ રોડ પર સ્થિત સયાજી હોટલમાં(Sayaji hotel)  ટીમના કેપ્ટન ઋષભ પંત અને કોચ રાહુલ દ્રવિડ સહિત હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક, અક્ષર પટેલ, ભુવનેશ્વર કુમાર, ઈશાન કિશન સહિત ટીમનું રાસ-ગરબા સાથે સ્વાગત કરાયું હતું. તમને જણાવી દઈએ કે, હોટલમાં ટીમ કાઠિયાવાડી અને રાજસ્થાની અને મધ્યપ્રદેશની વાનગીઓનો સ્વાદ માણશે.

 મેદાન પર ટકરાશે ભારત અને દક્ષિણ આફ્રિકાની ટીમ

રાજકોટ પહોંચેલી બંને ટીમ એક દિવસ પ્રેક્ટિસ કરશે અને 17મી તારીખે મેદાન પર ટકરાશે. મહત્વનું છે કે, પાંચ મેચની સિરીઝમાં ટીમ ઈન્ડિયા 1-2થી પાછળ છે. સિરીઝ જીતવા માટે ભારતીય ટીમે આગામી બંને મેચ જીતવી પડશે.

ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo

હોટેલમાં રોયલ થીમ આધારિત તમામ રૂમને તૈયાર કરવામાં આવ્યા

ટીમ ઇન્ડિયા માટે હોટેલમાં રોયલ થીમ આધારિત તમામ  રૂમને તૈયાર કરવામાં આવ્યા છે.ટીમ ઇન્ડિયાના કેપ્ટન રિષભ પંત, વાઈસ કેપ્ટન હાર્દિક પંડ્યા, (Vice Captain Hardik Pandya) કોચ રાહુલ દ્રવિડ (Rahul Dravid) માટે ટોપફ્લોર પર આવેલા પ્રેસિડેન્સિયલ સ્યૂટ રૂમ તૈયાર કર્યા છે.

આ રૂમમાં ઇન્ટરનેટ સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. એટલું જ નહિ ખેલાડીઓના ફોટો સાથેના ઓશિકાના કવર પણ તૈયાર કરાયા છે. જ્યારે અન્ય ખેલાડીઓ માટે પ્રીમિયમ રૂમ તૈયાર કર્યા છે. તેમાં પણ ઇન્ટરનેટની સુવિધાઓ રાખવામાં આવી છે. BCCI દ્વારા આપવામાં આવેલા ફૂડ ચાર્ટ મુજબ, ટીમ ઇન્ડિયાના ખેલાડીઓને ગુજરાતી ભોજન, રાજસ્થાની ભોજન, ઇન્દોરની સ્પેશિયલ ચાટ, કોન્ટિનેન્ટલ, અરેબિક સહિતનું ફૂડ અપાશે.

Next Article