Rajkot : લો બોલો ! 18 લાખનો પગાર છતા ગરીબ છે આ સરકારી બાબુ, સત્તાનો દુરપયોગ કરી કઢાવ્યુ ‘આયુષ્યમાન કાર્ડ’

|

Jul 23, 2022 | 8:16 AM

સિવિલ હોસ્પિટલના નર્સિંગ ચીફ સુપરિન્ટેન્ડેન્ટ હિતેન્દ્ર ઝાંખરિયાએ (hitendra zankhariya) ગરીબોનું 'આયુષ્યમાન કાર્ડ’ (Aayushyman card) કઢાવી ઉપયોગ કર્યો હોવાનું સામે આવ્યું છે.

Rajkot : લો બોલો ! 18 લાખનો પગાર છતા ગરીબ છે આ સરકારી બાબુ, સત્તાનો દુરપયોગ કરી કઢાવ્યુ આયુષ્યમાન કાર્ડ
nursing chief suprident hitendra zankhariya

Follow us on

રાજ્ય સરકારમાં (Gujarat govt)ક્લાસ 2 અધિકારી અને વર્ષે લાખોનો પગાર મેળવનારા અધિકારીઓ (Health Officers) હવે ગરીબો માટેનું ‘આયુષ્યમાન કાર્ડ’ લઈને ફરે છે. વાત છે રાજકોટ સિવિલ હોસ્પિટલના(Rajkot civil hospital)  અધિકારીની. સિવિલ હોસ્પિટલના નર્સિંગ ચીફ સુપરિન્ટેન્ડેન્ટ હિતેન્દ્ર ઝાંખરિયાએ (hitendra zankhariya) ગરીબોનું ‘આયુષ્યમાન કાર્ડ’ (Aayushyman card) કઢાવી ઉપયોગ કર્યો હોવાનું સામે આવ્યું છે.સિવિલ હોસ્પિટલમાં ક્લાસ-2 અધિકારી છે.તેમનો વાર્ષિક 18 લાખ પગાર છે, છતાં કોઠા-કબાડા કરી પોતાના અને પરિવારજનોના નામે ગરીબોને મળતું આયુષ્યમાન કાર્ડ કઢાવી લીધું છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

અધિકારીના કારસ્તાનને લઈ પોલીસ કમિશનરને લેખિત રજૂઆત કરાઈ

સિવિલ હોસ્પિટલના આ અધિકારી હિતેન્દ્ર ઝાંખરિયાએ ખોટા આધાર પૂરાવા રજૂ કરી આખા પરિવારનું કાર્ડ કઢાવ્યું છે.અધિકારી સામે ફરિયાદ દાખલ કરવા પોલીસ કમિશનરને ( Rajkot police)  રજૂઆત કરાઈ છે.સમગ્ર ઘટનાને લઈ અહીં સવાલ થાય છે કે, એક તરફ જરૂરિયાતમંદો આયુષ્યમાન કાર્ડ વગર મોંઘી સારવાર માટે રઝળે છે. ત્યારે આવા સરકારી બાબુઓ સરકારી યોજનાનો ગેરલાભ ઉઠાવી રહ્યા છે.તો બીજી તરફ આ સમગ્ર મામલે નર્સિગ સુપ્રિટેન્ડેન્ટ(Nursing suprident)  હિતેન્દ્ર ઝાંખરિયાએ ખુલાસો કર્યો છે.જયાં તેમણે કહ્યું, કોરોના વોરિયર્સને આવકની મર્યાદા લાગુ ન પડવાથી મેં આ કાર્ડ કઢાવ્યું હતુ.

Published On - 11:51 am, Wed, 20 July 22

Next Article