ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી બાદ હવે ધાણાની પુષ્કળ આવક, 5 કિલોમીટર લાંબી લાઈનો લાગી

|

Mar 13, 2022 | 3:40 PM

સૌરાષ્ટ્રના મોટા માર્કેડિંગ યાર્ડમાં ગોંડલના યાર્ડની ગણના થાય છે તેથી ત્યાં બહારના વેપારીઓ માલની ખરીદી કરવા મોટા પ્રમાણમાં આવતા હોય છે. આ કારણે ત્યાં ખેડૂતો દ્વારા લાવવામાં આવતો પાક તરત જ વેચાઈ જાય છે અને તેના ભાવ પણ સારા મળે છે.

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી બાદ હવે ધાણાની પુષ્કળ આવક, 5 કિલોમીટર લાંબી લાઈનો લાગી
Gondal Marketing Yard Coriander Plenty of Income

Follow us on

ગોંડલ માર્કેટિંગ યાર્ડના ડુંગળી બાદ હવે ધાણાની પુષ્કળ આવક થઈ છે. માર્કેટિંગ યાર્ડ બહાર ધાણા ભરેલા આશરે 1500થી વધુ વાહનોની લાઈનો લાગી છે. યાર્ડની બંને તરફ પાંચ કિલોમીટર લાંબી લાઈનો લાગી હતી. પોરબંદર ગીર સોમનાથ રાજકોટ સહિતના અનેક જિલ્લાના ખેડૂતો ગઇકાલ રાતથી જ ગોંડલ માર્કેટીંગ યાર્ડ ખાતે ધાણાનો પાક લઈને પહોંચ્યા હતા. ખેડૂતોને રાતભર હાઇવે પર હેરાન હેરાન થવાનો વારો આવ્યો હતો.

આ વર્ષે ગોંડલ માર્કેટિંગ યાર્ડ ગયા વર્ષની સરખામણીએ ધાણાનો ભાવ મળી રહ્યા છે. 20 કિલો ધાણાના ભાવ રૂપિયાથી 1200 લઈને રૂપિયા 1900 સુધી મળી રહ્યો છે જેથી ખેડૂતો દૂરથી ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચી રહ્યા છે. આ વર્ષે ખૂબ સારો વરસાદ થયો હોવાથી સૌરાષ્ટ્રમાં અનેક ખેડૂતોએ ધાણાનું વાવેતર કર્યું હતું જેથી આ વર્ષે ઘણાં મબલક ઉત્પાદન પણ થયું છે.

સૌરાષ્ટ્રના મોટા માર્કેડિંગ યાર્ડમાં ગોંડલના યાર્ડની ગણના થાય છે તેથી ત્યાં બહારના વેપારીઓ માલની ખરીદી કરવા મોટા પ્રમાણમાં આવતા હોય છે. આ કારણે ત્યાં ખેડૂતો દ્વારા લાવવામાં આવતો પાક તરત જ વેચાઈ જાય છે અને તેના ભાવ પણ સારા મળે છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

આ પણ વાંચોઃ મહુડીમાં કોંગ્રેસની તાલીમ શિબિરમાં હાર્દિક પટેલનો બોયકોટ, સ્પીચ આપવા ઊભા થતાં જ એક જૂથના હોદ્દેદારો બહાર નીકળી ગયા

આ પણ વાંચોઃ Bhavnagar: શહેરીજનો માટે રાહતના સમાચાર, શેત્રુંજી, મહિપરીએજ અને બોરતળાવમાં પાણીનો પૂરતો જથ્થો, ઉનાળામાં તંગી નહિ સર્જાય

Next Article