AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RAJKOT : પૂર્વ CM વિજય રૂપાણીએ આ રીતે ઉજવ્યો દિવંગત પુત્ર પૂજિતનો જન્મદિવસ

પોતાના દિવંગત પૂત્ર પૂજિત રૂપાણીના જન્મદિવસે પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કહ્યું હતુ કે છેલ્લા 25 વર્ષોથી આ કાર્યક્રમ કરીએ છીએ.

RAJKOT : પૂર્વ CM વિજય રૂપાણીએ આ રીતે ઉજવ્યો દિવંગત પુત્ર પૂજિતનો જન્મદિવસ
Former CM Vijay Rupani specially celebrated the birthday of his late son Pujit
Mohit Bhatt
| Edited By: | Updated on: Oct 08, 2021 | 4:47 PM
Share

RAJKOT : રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી (Vijay Rupani) એ પોતાના દિવંગત પુત્ર પૂજિત રૂપાણીના જન્મદિવસની ઉજવણી બાલ સંગમ કાર્યક્રમનું આયોજન કરીને કરી હતી. જેમાં તેમણે ઝુંપડપટ્ટી,આર્થિક રીતે સક્ષમ ન હોય તેવા બાળકોને ફનવર્લ્ડ ખાતે એકઠા કરીને બાળકોને આનંદ કરાવીને પૂજિત રૂપાણીના જન્મદિવસની ઉજવણી કરી હતી.વિજય રૂપાણી અને તેમના પત્નિ અંજલિબેન રૂપાણીએ આ બાળકોને ફનવર્લ્ડ ખાતે લઇ આવીને અલગ અલગ રાઇડ્સમાં આનંદ કરાવ્યો હતો અને ત્યારબાદ તેઓની સાથે જ ભોજન લીધું હતુ અને અલગ અલગ ગિફ્ટ આપીને બાળકોને ખુશ કરી દીધા હતા..આ કાર્યક્રમમાં બાળકોનું મનોરંજન પુરૂ પાડવા માટે તારક મહેતા ઉલટા ચશ્માના અંજલિભાભી ફેઇમ નેહા મહેતા અને જાણીતા લેખક આશુ પટેલ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

દરેક બાળકમાં પૂજિતના દર્શન કરીએ છીએ : વિજય રૂપાણી પોતાના દિવંગત પૂત્ર પૂજિત રૂપાણીના જન્મદિવસે પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કહ્યું હતુ કે છેલ્લા 25 વર્ષોથી આ કાર્યક્રમ કરીએ છીએ. ટ્રસ્ટ દ્વારા આ દિવસે ઝુંપડપટ્ટીના કચરો વિણતા હોય તેવા બાળકોને આનંદ પ્રમોદ કરાવીએ છીએ. અમે દરેક બાળકમાં પૂજિતના દર્શન કરીએ છીએ.આજના દિવસે બાળકોને ખુશ કરીને આ જ બાળકો સાથે ભોજન પણ લઇએ છીએ. આ બાળકોને ખુશ જોઇને અમને પણ ખુશી થાય છે.

વિજય અંકલ અને અંજલી આન્ટીંનું કામ સરાહનીય : નેહા મહેતા આ કાર્યક્રમમાં ઉપસ્થિત તારક મહેતા કા ઉલટા ચશ્માના અંજલિ ભાભી ફેઇમ નેહા મહેતાએ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને બાળકોને મનોરંજન પુરૂ પાડ્યું હતુ .આ કાર્યક્રમમાં ઉપસ્થિત નેહા મહેતાએ કહ્યું હતુ કે પૂજિતની સ્મૃતિમાં વિજય અંકલ અને અંજલિ આન્ટી ખૂબ સારુ કામ કરી રહ્યા છે.અન્ય લોકોને પણ આનાથી પ્રેરણા મળે છે.

પૂજિતના નામે ટ્રસ્ટ પણ ચાલે છે પૂર્વ સીએમ વિજય રૂપાણીના દિવંગત પુત્રની સ્મૃતિમાં વિજય રૂપાણી દ્વારા સામાંકાઠા વિસ્તારમાં પૂજિત રૂપાણી ચેરીટેબલ ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી છે.આ ટ્રસ્ટ અનેક સેવાકીય પ્રવૃતિઓ કરે છે. ખાસ કરીને એવા બાળકો જેઓ પોતાની રીતે અભ્યાસ કરી શકતા નથી, તેવા આર્થિક રીતે નબળાં બાળકોને અભ્યાસ કરાવે છે.

આ પણ વાંચો : રાજકોટમાં ‘પોલીસ પુત્રી’ની પૂજા કરવામાં આવી, જાણો રાજકોટ પોલીસ અને નવરાત્રીની આ રસપ્રદ વાત

આ પણ વાચો : રાજ્યમાં પાંચ વર્ષમાં સિંહની સંખ્યામાં ર૯ ટકાની વૃદ્ધિ, વન્ય પ્રાણીસૃષ્ટિનું જતન-સંવર્ધન-સંરક્ષણ થાય તે માટે સરકારે નવતર આયોજનો કર્યા : સીએમ

ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">