Rajkot : સસ્તા અનાજના કૌભાંડ કેસમાં ચોંકાવનારો ખુલાસો, જાણો ગરીબોનો કોળિયો છીનવનાર કૌભાંડીઓએ કઈ રીતે આચર્યું કૃત્ય ?

|

Jul 03, 2022 | 2:16 PM

બિલખાના અલ્તાફ ચૌહાણ (Altaf Chauhan)  નામના શખ્સે પરસાણાનગરમાં ભાડેથી એક ગોડાઉન રાખ્યું હતું અને તેમાંજ સરકારી અનાજ સગેવગે કરવાનુ કૌભાંડ આચરવામાં આવ્યુ હતુ.

Rajkot : સસ્તા અનાજના કૌભાંડ કેસમાં ચોંકાવનારો ખુલાસો, જાણો ગરીબોનો કોળિયો છીનવનાર કૌભાંડીઓએ કઈ રીતે આચર્યું કૃત્ય ?
Food grain scam

Follow us on

રાજકોટમાં (rajkot) ધમધમતા સરકારી અનાજના કૌભાંડમાં (Food grain scam)નવો અને ચોંકાવનારો ખુલાસો થયો છે.પુરવઠા વિભાગની તપાસમાં ગેરકાયદેસર (illegel)  રીતે ચાલતી આખી ચેઈન ઝડપાઈ છે.અલ્તાફ નામના વેપારીએ રિક્ષાવાળાઓ પાસેથી અનાજ લીધું હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.રીક્ષાવાળાઓ કુપન ધારકો પાસેથી અનાજ લેતા હતા.સરકાર દ્વારા કુપન ધારકોને અનાજની સહાય આપવામાં આવે છે.તે અનાજની કુપન ધારકો કાળા બજારી કરતા હતા.સરકાર (Govt) દ્વારા કુપન ધારકોને વ્યક્તિદીઠ 13 રૂપિયામાં 10 કિલો અનાજ આપવામાં આવતુ હતુ.તે અનાજ કુપન ધારકો પાસેથી ફેરિયાઓ પ્રતિ કિલો 12 રૂપિયામાં વેચતા હતા.જ્યારે હોલસેલમાં 16 રૂપિયામાં વેચતા હતા.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

પુરવઠા વિભાગની તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી

મળતી માહિતી મુજબ બિલખાના અલ્તાફ ચૌહાણ(Altaf Chauhan)  નામના શખ્સે પરસાણાનગરમાં ભાડેથી એક ગોડાઉન રાખ્યું હતું અને તેમાંજ સરકારી અનાજ સગેવગે કરવાનુ કૌભાંડ આચરવામાં આવ્યુ હતુ.મહત્વનું છે કે, 28 જૂનના દિવસે પરસાણાનગરમાંથી પુરવઠા વિભાગે 34 હજાર 100 કિલો અનાજ જપ્ત કર્યું હતું.બાતમીને આધારે પુરવઠા વિભાગની ટીમે પરસાણાનગરમાં આવેલી એક ગોડાઉનમાં રેડ કરી હતી.તપાસ દરમિયાન ગોડાઉનમાંથી (godown) ગરીબોને આપવામાં આપવા સરકારી ઘઉં અને ચોખાનો જથ્થો મળી આવ્યો હતો.પુરવઠા વિભાગે 8 હજાર 600 કિલો ઘઉં અને 22 હજાર 800 કિલો ચોખાનો જથ્થો જપ્ત કર્યો હતો.

Next Article