CM ભૂપેન્દ્ર પટેલે કોંગ્રેસના નેતાઓને મળી રજૂઆત સાંભળી, જોકે AAPને CMના બદલે મંત્રી રૈયાણી સાંભળવા જતા AAPએ કર્યો વિરોધ

|

May 13, 2022 | 7:17 PM

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સવારે રાજકોટની મુલાકાતે આવ્યા હતા જ્યાં તેઓ પહેલા રામપરા બેટી ખાતે વિચરતી જતી જાતિના લોકોને આવાસનું લોકાર્પણ કર્યું હતું

CM ભૂપેન્દ્ર પટેલે કોંગ્રેસના નેતાઓને મળી રજૂઆત સાંભળી, જોકે AAPને CMના બદલે મંત્રી રૈયાણી સાંભળવા જતા AAPએ કર્યો વિરોધ
CM Bhupendra Patel not met AAP

Follow us on

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ (Chief Minister Bhupendra Patel) આજે રાજકોટની મુલાકાતે છે. ભુપેન્દ્ર પટેલની આજની મુલાકાતમાં મજબુત લોકશાહીના દ્રશ્યો જોવા મળ્યા હતા,સામાન્ય રીતે મુખ્યમંત્રી જ્યારે કોઇ શહેરની મુલાકાતે આવતા હોય ત્યારે વિરોધ પક્ષને નજર કેદ કરવામાં આવતા હોય છે પરંતુ ભુપેન્દ્ર પટેલ પાસે જ્યારે વિરોધ પક્ષે સમય માંગ્યો ત્યારે તેઓને સમય આપ્યો હતો અને તેઓના જે મુદ્દા હતા તેનું આવેદન પત્ર સ્વીકાર્યુ હતું.ભૂપેન્દ્ર પટેલ કોંગ્રેસના કાર્યકર્તાઓને મળ્યા હતા જો કે AAPના નેતાઓને રાજ્યમંત્રી અરવિંદ રૈયાણી મળવા પહોંચ્યા હતા જો કે AAPના નેતાઓએ મુખ્યમંત્રીને મળવાનો આગ્રહ રાખ્યો હતો.

પોલીસ,શિક્ષણ,મનપા અને સિવીલ હોસ્પિટલ મુદ્દે કરાઇ રજૂઆત

રાજકોટમાં આજે કોંગ્રેસે મુખ્યમંત્રીને જે રજૂઆત કરી હતી જેમાં શહેરમાં કાયમી પોલીસ કમિશનરની નિમણૂક કરવાની માંગ કરી હતી.સાથે સાથે ઇમેમો બંધ કરવા,શિક્ષણમાં ફી વધારો પાછો ખેંચવાની માંગ કરાઇ હતી સાથે સાથે સિવીલ હોસ્પિટલમાં સુવિધાઓ વધારવી અને નવા ભળેલા વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓ વધારવા માટેની માંગ કરી હતી.કોંગ્રેસે પોતાના અલગ અલગ મુદ્દાઓને લઇને રજૂઆત કરી છે અને આ પ્રશ્નોનું કાયમી સમાધાનની માંગ કરી હતી..આ રજૂઆતમાં વિરોધ પક્ષના નેતા ભાનુ સોરાણી,શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રદિપ ત્રિવેદી,મહેશ રાજપૂત,હેમાંગ વસાવડા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

AAPએ પણ કરી પોતાની રજૂઆત

કોંગ્રેસ બાદ આમ આદમી પાર્ટીના નેતાઓએ મુખ્યમંત્રીને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા.આમ આદમીના શહેર પ્રમુખ શિવલાલ બારસિયા,પ્રદેશ મહામંત્રી અજીત લોખિલ રાજભા ઝાલા સહિતના આગેવાનોએ આ વર્ષે ફી વધારો પાછો ખેંચવા અને ફીમાં રાહત આપવાની માંગ કરી હતી. સાથે સાથે સિવીલ હોસ્પિટલમાં કાયમી ન્યૂરોસર્જન આપવા તથા બ્રિજ સહિતના વિકાસના કામો પુરા કરવાની રજૂઆત કરવાના હતા જો કે રાજ્યમંત્રી અરવિંદ રૈયાણી તેની રજૂઆત સાંભળવા માટે ગયા હતા પરંતુ આપ દ્રારા મુખ્યમંત્રીને રજૂઆતની હઠ સાથે વિરોધ નોંધાવ્યો હતો.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

ભૂપેન્દ્ર પટેલના રાજકોટમાં દિવસભર કાર્યક્રમો રહ્યા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સવારે રાજકોટની મુલાકાતે આવ્યા હતા જ્યાં તેઓ પહેલા રામપરા બેટી ખાતે વિચરતી જતી જાતિના લોકોને આવાસનું લોકાર્પણ કર્યું હતું ત્યારબાદ તેઓ મહાનગરપાલિકાની કચેરી ખાતે કોર્પોરેટરોને મળીને વિકાસ કામોની સમીક્ષા કરી હતી.ત્યારબાદ તેઓએ હેમુ ગઢવી હોલ ખાતે જિલ્લા ભાજપના કાર્યકર્તાઓને મળ્યા હતા ત્યારબાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લાના વિકાસકામોની સમીક્ષા કરી હતી.આ કાર્યક્રમમાં પ્રભારી મંત્રી જીતુ વાઘાણી,પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી,મેયર પ્રદિપ ડવ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા.

Published On - 6:21 pm, Fri, 13 May 22

Next Article