Gujarat Election : ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા બે દિવસના ગુજરાત પ્રવાસે, રાજકોટ, મોરબી અને ગાંધીનગરમાં અનેક કાર્યક્રમો

|

Sep 19, 2022 | 2:04 PM

સત્તાધારી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા (J P Nadda) પણ ગુજરાત આવી રહ્યા છે. આજે મોડી રાત્રે જે.પી. નડ્ડા ગુજરાત આવશે. મંગળવારે જેપી નડ્ડા રાજકોટમાં (Rajkot) ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ સાથે મહાસંમેલન કરશે.

Gujarat Election : ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા બે દિવસના ગુજરાત પ્રવાસે, રાજકોટ, મોરબી અને ગાંધીનગરમાં અનેક કાર્યક્રમો
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા બે દિવસના ગુજરાત પ્રવાસે

Follow us on

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીની (Assembly elections)  તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. તમામ રાજકીય પક્ષો પોત પોતાની તૈયારીઓમાં લાગી ગયા છે. દરેક રાજકીય પક્ષોના દિગ્ગજોના ગુજરાતમાં આંટાફેરા વધ્યા છે. ત્યારે સત્તાધારી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા (J P Nadda) પણ ગુજરાત આવી રહ્યા છે. આજે મોડી રાત્રે જે.પી. નડ્ડા ગુજરાત આવશે. મંગળવારે જેપી નડ્ડા રાજકોટમાં (Rajkot) ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ સાથે મહાસંમેલન કરશે. આ દરમિયાન તેઓ રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે એક સભાને પણ સંબોધિત કરશે. સાથે જ મોરબીમાં તેઓ એક રોડ-શો કરશે.

રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે નડ્ડા સંબોધશે સભા

રાજ્યમાં હાલ વિધાનસભાની ચૂંટણી(Assembly Election)નું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયુ છે. જેમા અલગ અલગ રાજકીય પક્ષો પ્રચાર માટે ગુજરાત આવી રહ્યા છે. ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. આજે મોડી રાત્રે જે. પી. નડ્ડા ગુજરાત આવશે. આવતીકાલે બપોરે 1 વાગ્યે રાજકોટ એરપોર્ટ પર તેઓ ઉતરશે. એરપોર્ટથી રેસકોર્ષ સુધી તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. જે.પી.નડ્ડા સાથે મુખ્યપ્રધાન અને સી.આર પાટીલ પણ ઉપસ્થિત રહેશે. જે પછી તેઓ એક જનસભા સંબોધશે. આ સભામાં રાજ્યની તમામ મહાનગરપાલિકા, નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ચૂંટાયેલા 15000થી વધુ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેશે. આ કાર્યકર્તાઓને જેપી નડ્ડા આગામી વિધાનસભાની ચૂંટણીનું માર્ગદર્શન આપશે. ભાજપ દ્વારા રાષ્ટ્રીય અધ્યક્ષનુ ભવ્ય સ્વાગત અને સન્માન સમારોહનું પણ આયોજન કરવામાં આવ્યુ છે. આ અંગેની તૈયારીઓ પણ પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે.

રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય

રાજકોટની સભા પૂર્ણ કર્યા બાદ મોરબીમાં કરશે રોડ શો

રાજકોટની સભા પૂર્ણ કર્યા બાદ જેપી નડ્ડા મોરબી જવા રવાના થશે. પાટીદારોના ગઢ ગણાતા મોરબી શહેરમાં જેપી નડ્ડાના રોડ શોનું આયોજન કરવામાં આવ્યુ છે. સિરામિકના હબ અને કડવા પાટીદાર સમાજના એપી સેન્ટર ગણાતા મોરબીમાં જેપી નડ્ડા ચૂંટણીનો હુંકાર કરશે. તેઓ વિશાળ રોડ શોમાં ભાગ લેશે. વિધાનસભા ચૂંટણી પહેલા કડવા પાટીદારોના ગઢ સમાન મોરબીમા રોડ શો કરી જેપી નડ્ડા વિધાનસભાની ચૂંટણીનું બ્યૂગલ ફુંકશે. આવતીકાલે મોડી સાંજે ગાંધીનગરમાં તેઓ મહત્વની બેઠક પણ યોજવાના છે. તો બુધવારે પ્રદેશ કાર્યાલય કમલમ પર તેઓ ચૂંટણી લક્ષી બેઠક પણ યોજાશે.

Published On - 11:56 am, Mon, 19 September 22

Next Article