Rajkot : તબીબના પુત્રનો અપહરણ કરવાનો પ્રયાસ, ગાંધીગ્રામ પોલીસે શરૂ કરી તપાસ

|

Jun 15, 2022 | 11:40 AM

રાજકોટમાં તબીબનો(Doctor) પુત્ર રોહિત ખંધડિયા રમી રહ્યો હતો. આ દરમિયાન કારમાં આવેલા ત્રણ લોકોએ તેના અપહરણનો પ્રયાસ કર્યો હતો.

Rajkot : તબીબના પુત્રનો અપહરણ કરવાનો પ્રયાસ, ગાંધીગ્રામ પોલીસે શરૂ કરી તપાસ
Attempt failed to kidnap Doctor's son

Follow us on

રાજકોટમાં (Rajkot) તબીબના પુત્રના અપહરણનો નિષ્ફળ પ્રયાસ થયો છે. શહેરના હનુમાન મઢી ચોક(Hanuman madhi chowk) પાસે ઘટના બની હતી.જ્યાં તબીબનો પુત્ર રોહિત ખંધડિયા રમી રહ્યો હતો. આ દરમિયાન કારમાં આવેલા ત્રણ લોકોએ તેના અપહરણનો પ્રયાસ કર્યો હતો. પરંતુ રોહિતે પ્રતિકાર કરીને બૂમાબૂમ કરતા આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. જેને પગલે અપહરણ કરવા આવેલા શખ્સો ફરાર થઈ ગયા હતા. સમગ્ર મામલે ગાંધીગ્રામ પોલીસે (Gandhigram Police) તપાસ હાથ ધરી છે.આરોપીઓએ ખંડણી માટે અપહરણનો પ્રયાસ કર્યો હતો કે કોઈ અન્ય કારણોસર ? તે અંગે પોલીસ તપાસ ચલાવી રહી છે. હનુમાન મઢી ચોકની આસપાસના CCTV ચકાસવાની પણ કામગીરી ચાલી રહી છે.

રાજ્યમાં (Gujarat) સોમવારથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે. 35 દિવસના ઉનાળુ વેકેશન (Summer vacation) બાદ આજથી શાળાઓ ફરીથી શરુ થઇ છે. એક તરફ ફરીથી રાજ્યમાં કોરોનાના કેસ (Corona case) વધી રહ્યા છે, ત્યારે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યની સુરક્ષા સાથે ફરી શાળાઓ ખોલવી એક પડકારજનક છે. આમ છતા શાળાઓ દ્વારા તકેદારીના પગલા લઇને શાળાઓ શરુ કરવામાં આવી છે. રાજકોટમાં (Rajkot) પણ શાળાઓ આજથી વિદ્યાર્થીઓની ચહેલ પહેલથી ફરી જીવનવંતી બનેલી જોવા મળી રહી છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

શાળામાં શિક્ષણ લેવા વિદ્યાર્થીઓમાં આતુરતા

રાજકોટમાં ઘણા લાંબા સમયથી ઘરે રહેલા બાળકો શાળાએ આવવા માટે આતુર જોવા મળ્યા. પ્રથમ દિવસે શાળાઓમાં વિદ્યાર્થીઓની 80 ટકા હાજરી જોવા મળી હતી. વધતા કોરોનાના કેસને પગલે કોરોનાની તમામ ગાઇડલાઇના પાલન સાથે શાળાઓમાં શૈક્ષણિક કાર્યની શરૂઆત કરવામાં આવી છે. શિક્ષકોને પણ ગાઇડલાઇનનું પાલન થાય તે અંગે સૂચના આપી દેવામાં આવી છે.

Published On - 11:38 am, Wed, 15 June 22

Next Article