રાજકોટમાં વધુ એક લેન્ડગ્રેબિંગની ફરિયાદ નોંધાઈ, આરોપીએ ફ્લેટની કોમન જગ્યામાં દુકાનો બનાવી ભાડે આપી દીધી

Rajkot News : ગુજરાત સરકાર દ્વારા જમીન અથવા મિલકત પચાવી પાડવા વિરુદ્ધમાં વિધાનસભામાં કાયદા સ્વરૂપે અધિનિયમ ઘડવામાં આવ્યો છે. જેની લોકોને અન્યાય સહન ન કરવો પડે. ત્યારે  રાજકોટમાં લેન્ડ ગ્રેબિંગની વધુ એક ફરિયાદ નોંધાઈ છે.

રાજકોટમાં વધુ એક લેન્ડગ્રેબિંગની ફરિયાદ નોંધાઈ, આરોપીએ ફ્લેટની કોમન જગ્યામાં દુકાનો બનાવી ભાડે આપી દીધી
Follow Us:
Ronak Majithiya
| Edited By: | Updated on: Apr 03, 2023 | 5:37 PM

ગુજરાત સરકાર દ્વારા જમીન અથવા મિલકત પચાવી પાડવા વિરુદ્ધમાં વિધાનસભામાં કાયદા સ્વરૂપે અધિનિયમ ઘડવામાં આવ્યો છે. જેની લોકોને અન્યાય સહન ન કરવો પડે. ત્યારે  રાજકોટમાં લેન્ડ ગ્રેબિંગની વધુ એક ફરિયાદ નોંધાઈ છે. જેમાં આરોપીએ ફ્લેટની પાર્કિગની જગ્યામાં 3 દુકાનો બનાવી નાખી અને ભાડે પણ આપી દીધી. માલવિયાનગર પોલીસ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ આરોપી સામે ગુનો નોંધીને ધરપકડ કરી છે.

આ પણ વાંચો-Gujarati Video : ભાવનગર યુનિવર્સિટીમાં પેપર લીકના આક્ષેપ મામલે થશે તપાસ, ત્રણ સભ્યોની કમિટીની કરશે તપાસ

અમીન માર્ગ પર આવેલા હાઉસિંગ બોર્ડની કોમન જગ્યા પચાવી પાડી

સમગ્ર ફરિયાદની વિગતે વાત કરીએ તો શહેરના અમીન માર્ગ પર આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડના ફ્લેટ આવેલા છે. તેમાં બીજા માળે રહેતા અલાઉદ્દીન કારિયાણિયાએ ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી પાર્કિગની તેમજ સીડીના ભાગની જગ્યા કે જે ફ્લેટના તમામ રહીશોની કોમન જગ્યા છે તે પચાવી પાડી છે અને તેમાં 500 ફૂટ જગ્યામાં એક ઓફિસ અને 2 દુકાન ગેરકાયદે બનાવી લીધી અને ભાડે આપી દીધી હતી.

માથાનો દુખાવો મિનિટોમાં જ થઈ જશે દૂર, અપનાવો આ ઘરેલુ ઉપચાર
ભારતીય રેલ્વે મહિલાઓને આપે છે 10 વિશેષ સુવિધાઓ
કારતક મહિનામાં તુલસીની પૂજા કરતી વખતે શું બોલવું જોઈએ? જાણી લો
ગુજરાતના આ ગામમાં થાય છે સૌથી પહેલા સૂર્યાસ્ત
Karwa chauth માટે ક્યો કરવો વધારે શુભ માનવામાં આવે છે ?
Karwa Chauth 2024 : કરવા ચોથની થાળીને આ રીતે સજાવો, તમને મળશે અખંડ સૌભાગ્યના આશીર્વાદ !

આ જગ્યાની કિંમત આશરે 45 લાખ રૂપિયા છે. કારણકે અમીન માર્ગ શહેરના સૌથી પોશ વિસ્તારમાંનો એક છે. ફરિયાદી તરલીકા બેને જણાવ્યું હતું કે, ગુજરાત હાઉસીંગ બોર્ડના ફ્લેટમાં પહેલા માળે તેમનો ફ્લેટ આવેલો છે તથા આ ફલેટના ગ્રાઉન્ડ ફ્લોર પર તેમની માલિકીની દુકાન નં 10 આવેલી છે. આ બિલ્ડિંગમાં પાર્કિગની તેમજ પ્રથમ માળ પર સીડીનો કોમન ભાગ અંદાજે 500 ફૂટ જેટલો છે.

તરલીકા બેને જણાવ્યું હતું કે, આ જગ્યા બિલ્ડિંગમાં રહેતા તમામ રહીશોએ ઉપયોગ કરવાની હોય છે, પરંતુ આરોપી આ જ ફ્લેટમાં બીજા માળે પોતાનો ફ્લેટ ધરાવે છે અને તેણે ફરિયાદીની માલિકીની અને રહીશોની કોમન જગ્યામાં 3 દુકાનો બનાવીને ભાડે આપી દીધી છે. જેથી તરલીકા બેને માલવિયા નગર પોલીસ સ્ટેશનમાં લેન્ડ ગ્રેબિગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે.

શું છે લેન્ડ ગ્રેબિંગ એક્ટ 2020?

ગુજરાત સરકાર દ્વારા સપ્ટેમ્બર 2020માં જમીન અથવા મિલકત પચાવી પાડવા વિરુદ્ધમાં વિધાનસભામાં કાયદા સ્વરૂપે અધિનિયમ ઘડવામાં આવ્યો છે. આ કાયદાના કુલ 7 નિયમો છે. દરેક જિલ્લામાં લેન્ડ ગ્રેબિંગ સમિતિ બનાવવામાં આવી છે. આ સમિતિમાં કલેકટર, મ્યુનિસિપલ કમિશનર, ડીડીઓ, એસપી, પોલીસ કમિશનર અને અધિક કલેકટર હોય છે.

આ સમિતિની બેઠક દર 15 દિવસે મળે છે. જેમાં આ 15 દિવસમાં લેન્ડ ગ્રેબિંગ અંગે આવેલી અરજીઓ અંગે ચર્ચા થાય છે અને કંઈ અરજીઓ પર આરોપીઓ પર FIR કરવી એ પણ નક્કી થાય છે. આ સમિતિમાં કલેકટર અધ્યક્ષ સ્થાને હોય છે. કમિટીએ પોલીસ અધિકારીને આદેશ આપ્યાના 7 દિવસમાં આરોપી ઉપર FIR દાખલ કરવાની રહે છે અને 30 દિવસમાં ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરવાની રહે છે. આ ગુનામાં 10 વર્ષ સુધીની જેલની સજાની જોગવાઈ છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

અમરેલીના લાઠીમાં વીજળી પડતા એક જ પરિવારના પાંચ લોકોના થયા મોત
અમરેલીના લાઠીમાં વીજળી પડતા એક જ પરિવારના પાંચ લોકોના થયા મોત
વડોદરામા બેફામ ટોળાએ બે યુવકોને ચોર સમજી માર મારતા 1નું મૃત્યુ નિપજ્યુ
વડોદરામા બેફામ ટોળાએ બે યુવકોને ચોર સમજી માર મારતા 1નું મૃત્યુ નિપજ્યુ
અમદાવાદના વાતાવરણમાં બપોર બાદ આવ્યો એકાએક પલટો,ગાજવીજ સાથે પડ્યો વરસાદ
અમદાવાદના વાતાવરણમાં બપોર બાદ આવ્યો એકાએક પલટો,ગાજવીજ સાથે પડ્યો વરસાદ
સુરતના ભેસ્તાનમાં કિશોરી સાથે નરાધમે આચર્યું દુષ્કર્મં
સુરતના ભેસ્તાનમાં કિશોરી સાથે નરાધમે આચર્યું દુષ્કર્મં
મોતિયાના દર્દીઓ પાસેથી OTP માગી BJPના સભ્ય બનાવ્યાનો આક્ષેપ
મોતિયાના દર્દીઓ પાસેથી OTP માગી BJPના સભ્ય બનાવ્યાનો આક્ષેપ
બાઇક ચાલકે હેલ્મેટ ન પહેર્યુ, ત્યાં સુધી સિગ્નલ ગ્રીન ન થયુ, જુઓ Video
બાઇક ચાલકે હેલ્મેટ ન પહેર્યુ, ત્યાં સુધી સિગ્નલ ગ્રીન ન થયુ, જુઓ Video
રાંધણ ગેસની પાઈપ નીકળી જતા લાગી ભીષણ આગ, 9 લોકો દાઝ્યા
રાંધણ ગેસની પાઈપ નીકળી જતા લાગી ભીષણ આગ, 9 લોકો દાઝ્યા
ચીખલીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા, આયુર્વેદિક દવાનો જથ્થો ઝડપાયો
ચીખલીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા, આયુર્વેદિક દવાનો જથ્થો ઝડપાયો
આ 4 રાશિના જાતકોની આર્થિક સ્થિતિમાં સુધારો થશે, જાણો રાશિફળ
આ 4 રાશિના જાતકોની આર્થિક સ્થિતિમાં સુધારો થશે, જાણો રાશિફળ
ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વંટોળ સાથે વરસાદની આગાહી
ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વંટોળ સાથે વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">