Rajkot : ચોર ટોળકીનો પર્દાફાશ, ચાંદીના કારખાનામાં ચોરી કરનાર 23 તસ્કરોની ધરપકડ

|

May 11, 2022 | 8:31 AM

ગત રવિવારના રોજ રાજકોટ શહેરના (Rajkot) સામાકાઠા વિસ્તારમાં આવેલ મયુરનગરમાં બંધ પડેલા ક્રિષ્ના સિલ્વર નામના કારખાનામાંથી ચાંદીની પેટર્ન સહિતનો મુદ્દામાલની ચોરી થઈ હતી .

Rajkot : ચોર ટોળકીનો પર્દાફાશ, ચાંદીના કારખાનામાં ચોરી કરનાર 23 તસ્કરોની ધરપકડ
Thorala Police Station

Follow us on

રાજકોટના થોરાળા વિસ્તારમાં થયેલ ચોરીનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો છે. ગત રવિવારે શહેરના (Rajkot City) સામાકાંઠા વિસ્તારમાં આવેલ ચાંદીના કારખાનામાંથી ચોરી થઈ હતી.પોલીસે (Thorala Police)  ચોરી કરનાર 23 જેટલા તસ્કરોની ટોળકીની ધરપકડ કરી છે. ત્યારે જાણો શું હતો સમગ્ર બનાવ અને કઈ રીતે આપ્યો આ તસ્કર ટોળકીએ ચોરીને અંજામ જોઇએ.

તસ્કરોએ આ રીતે ચોરીનો અંજામ આપ્યો

પોલીસના સકંજામાં આવેલા 23 જેટલા શખ્સો પર ચોરીનો આરોપ છે. સમગ્ર બનાવ પર નજર કરીએ તો ગત રવિવારના રોજ શહેરના સામાકાઠા વિસ્તારમાં આવેલ મયુરનગરમાં બંધ પડેલા ક્રિષ્ના સિલ્વર નામના કારખાનામાંથી (Factory) ચાંદીની પેટર્ન સહિતનો મુદ્દામાલની ચોરી થઈ હતી . સમગ્ર મામલે પોલીસને જાણ થતાં પોલીસે તપાસ કરતાં કારખાનાની બાજુમાં બિલ્ડીંગનું બંધકામ ચાલુ હતું અને તેમાં બાકોરું પાડેલ જોવા મળતા ત્યાથી જ તસ્કરોએ ચોરીને અંજામ આપ્યાનું પોલીસને આશંકા હતી.

જેના આધારે પોલીસે આસપાસના વિસ્તારોમાં તપાસ હાથ ધરી અને આ ચોરીમાં કોઇ જાણ ભેદું હોવાની આશંકા વ્યક્ત કરી.પોલીસે શકમંદોની પુછપરછ કરતા સામે આવ્યું કે અહીં આજી નદીમાં ધૂળધોયાનું કામ કરતા શખ્સોએ જ ચોરીને અંજામ આપ્યો હતો.જેના આધારે પોલીસે (Rajkot Police) આ શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી

પોલીસના જણાવ્યા પ્રમાણે આ તમામ શખ્સો ધૂળ ધોયાનું કામ કરે છે. 23 આરોપી માંથી એક ભરત મગન નામનો આરોપી ચાંદીની ધૂળ લેવાનું અને ધોવાનું કામ કરે છે તેને ખબર હતી કે કિષ્ના સિલ્વરનામનું કારખાનું છેલ્લા 2 મહિનાથી બંધ છે તે ત્યાંથી પણ ચાંદીની ધૂળ લેતો હોવાથી તેને ખબર હતી કે બંધ કારખાનામાં ચાંદીની ધૂળ પડેલ છે જેનો લાભ ઉઠાવી બાજુના બિલ્ડીંગમાં બાકોરું પાડી ત્યાંથી ચોરીને અંજામ આપ્યો હોવાનુ સામે આવ્યુ હતુ.

આશરે 20 દિવસો સુધી આ તસ્કરો દ્વારા કારખાનામાં ચોરી કરવામાં આવી હતી . આ તસ્કર ટોળકી માંથી બે થી ત્રણ જેટલા શખ્સો અગાઉ પણ પોલીસ હાલ તો પોલીસે તમામ 23 શખ્સોની ધરપકડ કરી પૂછપરછ શરૂ કરી છે ત્યારે આ ટોળકીએ અગાઉ અન્ય ચોરીઓને અંજામ આપ્યો છે કે કેમ તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Published On - 8:21 am, Wed, 11 May 22

Next Article