Gujarati Video : નડિયાદમાં વર્ષ 2021માં થયેલા દુષ્કર્મ કેસમાં પોક્સો કોર્ટે દોષિત સાવકા પિતાને ફાંસીની સજા સંભળાવી
ગુજરાતના ખેડા જિલ્લાના નડિયાદમાં વર્ષ 2021ના દુષ્કર્મ કેસમાં સ્પેશિયલ પોક્સો કોર્ટે દોષિતને સંભળાવી ફાંસીની સજા સંભળાવી છે. જેમાં કોર્ટે આ કેસમાં સાવકા પિતાને દુષ્કર્મ બદલ ફાંસીની સજા ફટકારી છે. આ સમગ્ર ઘટનામાં વર્ષ 2021માં માતર તાલુકાના ગામમાં 11 વર્ષની દીકરી પર સાવકા પિતાએ દુષ્કર્મ ગુજાર્યું હતું. જેમાં દુષ્કર્મ બાદ સગીરા ગર્ભવતી બની હતી. આ ઘટના […]
ગુજરાતના ખેડા જિલ્લાના નડિયાદમાં વર્ષ 2021ના દુષ્કર્મ કેસમાં સ્પેશિયલ પોક્સો કોર્ટે દોષિતને સંભળાવી ફાંસીની સજા સંભળાવી છે. જેમાં કોર્ટે આ કેસમાં સાવકા પિતાને દુષ્કર્મ બદલ ફાંસીની સજા ફટકારી છે. આ સમગ્ર ઘટનામાં વર્ષ 2021માં માતર તાલુકાના ગામમાં 11 વર્ષની દીકરી પર સાવકા પિતાએ દુષ્કર્મ ગુજાર્યું હતું. જેમાં દુષ્કર્મ બાદ સગીરા ગર્ભવતી બની હતી. આ ઘટના 1 જાન્યુઆરી 2021ના રોજ સામે આવી હતી.
ઉલ્લેખનીય છે કે, ખેડાના નડિયાદમાં હવસખોર પિતાને કોર્ટે ફાંસીની સજા ફટકારી છે.11 વર્ષની સાવકી પુત્રી પર દુષ્કર્મ કરનાર સાવકા પિતાને કોર્ટે ફાંસીની સજા ફટકારી છે.સાથે જ અઢી લાખનો દંડ અને પીડિતાને 2 લાખ રૂપિયા વળતર ચૂકવવા હુકમ કર્યો છે.માતરના મહેલજ ગામની સીમમાં એમ્પાયર ફાર્મમાં રહેતા અને મૂળ ગોધરાના શખ્સના લગ્ન વિધવા મહિલા સાથે થયા હતા.જેને અગાઉના પતિથી ત્રણ દીકરી હતી..
જેમાં બે દીકરીઓ સાથે તે બીજા પતિ સાથે મહેલજ સીમમાં રહેતા હતા..જ્યાં ફાર્મ હાઉસમાં કોઈ ન હોય તે સમયે સાવકો પિતા પોતાની 11 વર્ષની પુત્રીને ધમકાવીને હવસનો શિકાર બનાવતો હતો અને તેની સાથે દુષ્કર્મ કરતો હતો.પાંચ મહિના સુધી પિતાએ સાવકી પુત્રીને દુષ્કર્મનો ભોગ બનાવી,,, એટલું જ નહીં કોઇને કહીશ તો જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપતો હતો..પરંતુ દીકરી ગર્ભવતી બનતાં દુષ્કર્મનો ભાંડો ફૂટ્યો.
જેથી પીડિતની માતાએ પોલીસમાં પતિ સામે ફરિયાદ નોંધાવી હતી. બાદમાં પોલીસે તપાસ હાથ ધરી આરોપીની ધડપકડ કરી તપાસ બાદ ચાર્જશીટ નડિયાદ કોર્ટમાં મૂકી હતી.
આ પણ વાંચો : Gujarati VIDEO : રાજુલામાં રખડતા ઢોરનો આતંક યથાવત, જાહેર રસ્તા પર આખલાનુ યુદ્ધ જામતા લોકોમાં ફફડાટ