RAJKOT : ભાદર-1 ડેમમાંથી સિંચાઇ માટે છોડાયું પાણી, બીજી તરફ કેનાલના સમારકામ અને સફાઇકામને લઇને ભ્રષ્ટાચારના આક્ષેપો

|

Dec 14, 2021 | 6:10 PM

સૌરાષ્ટ્રનો સૌથી મોટો બીજા નંબરનો ભાદર 1 ડેમમાં ખેડૂતો સિંચાઇ માટે પાણી કેનાલ દ્વારા પાણી છોડવામાં આવ્યું છે. પરંતુ બીજી બાજુ કેનાલ સફાઈ તેમજ સમારકામ લઈને લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર સામે આવ્યો છે.

RAJKOT : ભાદર-1 ડેમમાંથી સિંચાઇ માટે છોડાયું પાણી, બીજી તરફ કેનાલના સમારકામ અને સફાઇકામને લઇને ભ્રષ્ટાચારના આક્ષેપો
કેનાલમાં સફાઇ અને સમારકામને લઇને ભ્રષ્ટાચારની આક્ષેપો

Follow us on

સૌરાષ્ટ્રના સૌથી મોટા ભાદર 1 ડેમમાંથી પિયત માટે કેનાલમાં પાણી છોડવામાં આવતા ખેડૂતોએ રાહત અનુભવી છે. મહત્વનું છે કે સિંચાઈ વિભાગ દ્વારા ડેમનું પાણી કેનાલમાં છોડવામાં આવતું ના હતું. ત્યારે ધોરાજીના ધારાસભ્ય લલીત વસોયાએ 2 દિવસમાં કેનાલમાં પાણી છોડવાનું અલ્ટિમેટમ આપતા જ તંત્ર હરકતમાં આવ્યું હતું અને પિયત માટે કેનાલ ખોલી નાખવામાં આવી છે.

સૌરાષ્ટ્રના સૌથી મોટા ભાદર ડેમની વાત કરવામાં આવે તો, ભાદર ડેમમાંથી 26 હજાર હેક્ટર ખેતીની જમીનને પિયત માટે પાણી મળે છે, ડેમનું પાણી કેનાલમાં છોડવામાં આવતા પ્રથમ 10 હજાર હેકટર ખેતીની જમીનમાં પિયત થશે, રવિ સિઝનમાં કુલ 6 વખત પાણી છોડવામાં આવે છે, તો ડેમના પાણીથી જેતપુર, ધોરાજી, જૂનાગઢ, ગોંડલ, જેવા વિસ્તારોના 47થી વધુ ગામોને પાણી મળે છે.

ડેમમાં પાણી તો છોડાશે, પણ કેનાલમાં ગાબડાને લઇને અનેક સવાલો

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

સૌરાષ્ટ્રનો સૌથી મોટો બીજા નંબરનો ભાદર 1 ડેમમાં ખેડૂતો સિંચાઇ માટે પાણી કેનાલ દ્વારા પાણી છોડવામાં આવ્યું છે. પરંતુ બીજી બાજુ કેનાલ સફાઈ તેમજ સમારકામ લઈને લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર સામે આવ્યો છે.સમગ્ર વિગત આનુસાર જ્યારે પણ સિંચાઇ માટે પાણી છોડવામાં આવે તે પૂર્વ કેનાલની સફાઈ કરી કેનાલમાં પડેલા ગાબડાઓ સમારકામ કરવાનો કોન્ટ્રાકટ એજન્સીઓને આપવામાં આવતો હોય છે. ત્યારે tv9 દ્વારા આ બાબતે રિયાલિટી ચેક કરતા અહીં કઈક અલગ દ્રશ્યો સામે આવ્યા હતા.

જેમાં ભાદર કેનાલમાં ઠેર ઠેર કચરાના ઢગ જોવા મળ્યા અને એકપણ ગાબડું કેનાલનું સમારકામ કરવામાં આવ્યું નથી. આ બાબતે ભાદર 1 ડેમના સેક્સન ઓફિસર એચ.પી.જોશીએ જણાવ્યું હતું કે કેનાલ સાફ કરી દેવામાં આવી છે. તેમજ તમામ ગાબળાઓનું સમારકામ કરવામાં આવ્યું છે ત્યારે અધિકારીઓના એજન્સીઓને બચવાતા જવાબથી લાગી રહ્યું છે કે આ લાખો રૂપિયાના ભ્રષ્ટાચારમાં એજન્સીઓ સાથે સિંચાઈ વિભાગના અધિકરીઓની પણ મિલીભગત છે તેમજ સફાઈ અને સમારકામ કર્યા વગર કેનાલમાં પાણી છોડી દેતાં ખેડૂતોના પાક તેમજ કેનાલમાં મોટા નુકશાનની ભીતિ છે ત્યારે ભ્રષ્ટ એજન્સીઓ તેમજ અધિકારીઓ સામે પગલાં ક્યારે લેવાશે તે મોટો સવાલ છે.

આ પણ વાંચો : RAJKOT : મહાનગરપાલિકાએ ટેક્સ કલેક્શન માટે રિક્વરી સેલ અને એસેસમેન્ટ સેલની રચના કરી, ખાસ આસિસ્ટન્ટ મેનેજરની નિમણુંક કરાઇ

Published On - 6:10 pm, Tue, 14 December 21

Next Article