Rajkot : ઔધોગિક વિસ્તારોમાં રસીકરણ ઝુંબેશ શરૂ થશે,100 ટકા રસીકરણનો ટાર્ગેટ

|

Jul 12, 2021 | 9:43 PM

રાજકોટ ઝોનમાં સમાવિષ્ટ તમામ ઔદ્યોગિક વસાહતો સાથે સંકળાયેલા શ્રમિકો, કર્મચારીઓ સહીત તમામ લોકોનું રસીકરણ પૂર્ણ કરવા કલેકટર અરુણ મહેશ બાબુએ આજે કલેકટર કચેરી ખાતે બેઠક યોજી

Rajkot : ઔધોગિક વિસ્તારોમાં રસીકરણ ઝુંબેશ શરૂ થશે,100 ટકા રસીકરણનો ટાર્ગેટ
Meeting of District Collector with Industrial Association

Follow us on

Rajkot : કોરોનાની સંભવિત ત્રીજી લહેર શરુ થાય તે પહેલા રાજકોટ ઝોનમાં સમાવિષ્ટ તમામ ઔદ્યોગિક વસાહતો સાથે સંકળાયેલા શ્રમિકો, કર્મચારીઓ સહીત તમામ લોકોનું રસીકરણ પૂર્ણ કરવા કલેકટર અરુણ મહેશ બાબુએ આજે કલેકટર કચેરી ખાતે બેઠક યોજી હતી.

આ બેઠકમાં ઉપસ્થિત જિલ્લા તેમજ મહાનગરપાલિકા આરોગ્ય વિભાગના અધિકારીઓને જિલ્લા કલેકટરે વિવિધ વસાહતોમાં ખાસ ડ્રાઈવ યોજી રસીકરણથી એકપણ વ્યક્તિ બાકી ન રહે તે માટે ખાસ ઝુંબેશ ઉપાડી વહેલામાં વહેલી તકે વેક્સિનેશન પૂર્ણ કરવા એક્શન પ્લાન ઘડવા આયોજન કરવામાં આવ્યું હતું.

કલેકટર કચેરી ખાતે આયોજિત આ બેઠકમાં વિવિધ ઇન્ડસ્ટ્રીયલ ઝોનના પ્રતિનિધિઓ તેમજ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખે તેઓના ક્ષેત્રમાં આવતી ઈન્ડસ્ટ્રીઝમાં કર્મચારીઓ, શ્રમિકોને વેક્સિનેશન માટે જરૂરી સહયોગ આપવા ખાતરી આપી હતી.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર કિશોર મોરીના કહેવા પ્રમાણે રાજકોટ જી.આઈ.ડી. સી., શાપર વેરાવળ, લોઠડા, હડમતાળા સહિતના ઔદ્યોગિક ઝોનમાં આ પૂર્વે વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં લોકોએ રસીકરણનો લાભ લીધો છે.હજુ પણ વેક્સિનેશનને વેગ આપવામાં આવશે.

કલેકટર કચેરી ખાતે આયોજિત બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, અધિક નિવાસી કલેકટર કેતન ઠક્કર, વિભાગીય નિયામક ડો. રૂપાલીબેન મહેતા, જિલ્લા આરોગ્ય અધિકારી ડો. નિલેશ શાહ, મહાનગરપાલિકા આરોગ્ય અધિકારી ડો.વાજા, રાજકોટ એન્જીનીયરીંગ એસોસિએશન, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ, આજી જી.આઈ.ડી.સી., શાપર-વેરાવળ ઈન્ડસ્ટ્રીયલ એસોસિએશન, હડમતાળા ઇન્ડસ્ટ્રીઝ, રોલેક્સ રિંગ્સ, તેમજ વિવિધ ખાનગી હોસ્પિટલ્સના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતાં.

ખાનગી હોસ્પિટલમાં પણ વેક્સિન વેગવંતુ કરવા કલેક્ટરે અનુરોધ કર્યો

જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુએ ખાનગી હોસ્પિટલના સંચાલકોને પણ મળ્યા હતા. અને તેઓને ખાનગી હોસ્પિટલોમાં વેક્સિનેશન ઝુંબેશ વેગવંતી કરવા અનુરોધ કર્યો હતો.જિલ્લા કલેક્ટરે ખાનગી હોસ્પિટલોને શક્ય એટલી મદદ કરવાની ખાતરી આપી હતી..ઔધોગિક એસોસિએશને પણ ખાનગી હોસ્પિટલોને સહયોગ આપવાની અપીલ કરી હતી.

Next Article