AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વધુ એક ટ્રેન ડાયવર્ટ કરાતા રાજકોટવાસીઓને ફટકો, અમદાવાદ સોમનાથ વંદે ભારત ટ્રેન કરાઈ ડાયવર્ટ

વધુ એક ટ્રેન ડાયવર્ટ કરાતા રાજકોટવાસીઓને ફટકો, અમદાવાદ સોમનાથ વંદે ભારત ટ્રેન કરાઈ ડાયવર્ટ

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 12, 2026 | 9:19 PM
Share

રાજકોટની વધુ એક ટ્રેનને ડાયવર્ટ કરવામાં આવી છે. અમદાવાદ-સોમનાથ વંદે ભારત ટ્રેન ડાયવર્ટ કરાઇ છે. આ ટ્રેન હવે રાજકોટના બદલે બોટાદ થઈ જશે.

રાજકોટની વધુ એક ટ્રેન બોટાદ ડાયવર્ટ કરી દેવામં આવતા રાજકોટવાસીઓને એક સીધી ટ્રેનની કનેક્ટિવિટી ગુમાવવાનો વારો આવ્યો છે. અમદાવાદ-સોમનાથ વંદે ભારત ટ્રેન ડાયવર્ટ કરાઇ થે, આ ટ્રેન પહેલા રાજકોટ થઈ જતી હતી. જે હવે રાજકોટના બદલે વાયયા બોટાદ થઈને જશે. બીજી તરફ રાજકોટ હરિદ્વાર ડેઇલી ટ્રેન માટે પણ તેમને રાહ જોવી પડશે.

રેલવે વિભાગની રાજકોટ-ભાવનગર ડિવિઝનની બેઠક મળી હતી.જેમાં સૌરાષ્ટ્રના સાંસદોની ઉપસ્થિતિમાં બેઠક મળી હતી.જેમાં પરષોત્તમ રૂપાલા,રાજેશ ચુડાસમા, રામ મોકરિયા તથા કેસરીદેવસિંહ ઝાલા હાજર રહ્યા હતા.જેમાં રાજકોટ હરિદ્વાર ડેઈલી ટ્રેન ઉપર વિશેષ ભાર મુકવામાં આવ્યો હતો.

આ અંગે સાંસદ પરશોત્તમ રૂપાલા એ જણાવ્યુ હતુ કે સાબરમતીથી સોમનાથ જતી ટ્રેનનો 1 લી ઓગસ્ટ રૂટ બદલી જશે. તે ભાવનગર થઈ જશે જે પહેલા વાયા રાજકોટ થઈને જતી હતી. તેનો રૂટ બદલી દેવાયો છે.

Input Credit- Mohit Bhatt- Rajkot

Plane Crash: “એક આહ ભરી હોગી, હમને ન સુની હોગી..જાતે જાતે તુમને…” ચીસો.. ચિત્કાર… અને 1000 ડિગ્રી કરતા પણ વધુ તાપમાનમાં ભડથુ થઈ ગયા 260 મૃતદેહો

Published on: Jun 12, 2026 08:43 PM
Follow Us
g clip-path="url(#clip0_868_265)">