Rajkot : રાજવી પરિવારમાં વારસાઇ મિલકતનો વિવાદ, રાજવી પરિવારની મિલકત જાણીને તમે ચોંકી જશો

|

Sep 01, 2021 | 11:35 AM

રાજવી પરિવાર પાસે હીરા ઝવેરાત, અનેક જમીનો, 10 વિન્ટેજ કાર, ચાંદીની બગીઓ, એન્ટિક હથિયાર અને ફર્નિચર, જુના આભૂષણો-ઝવેરાત, અનેક મંદિર અને ટ્રસ્ટ છે. જેની કિંમતો પણ કરોડોમાં થવા જાય છે.

Rajkot : રાજવી પરિવારમાં વારસાઇ મિલકતનો વિવાદ, રાજવી પરિવારની મિલકત જાણીને તમે ચોંકી જશો
Rajkot: Royal family inheritance dispute, you will be shocked to know the royal family property

Follow us on

રાજકોટના રાજવી પરિવારમાં હાલ વારસાઇ મિલકતને લઇને વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે સૌ-કોઇને રાજવી પરિવાર પાસે કેટલી મિલકત છે તે જાણવાની ઉત્સુક્તા હોય છે. તમને આ રાજપરિવારની મિલકત જાણીને આશ્ચર્ય થશે. આ પરિવાર પાસે છે 20 હજાર કરોડની મિલકત છે. જેમાં માત્ર પેલેસની જ કિંમત 500 કરોડ રૂપિયા આસપાસ છે. આ સિવાય આ પરિવાર પાસે કેટલોક કિંમતી ખજાનો પણ છે જેની કિંમત અહીં આંકવામાં આવી નથી.

રાજવી પરિવાર પાસે કેટલી મિલકતો ?

નોંધનીય છેકે રાજવી મનોહરસિંહજીના અવસાન બાદ રાજકોટ સ્ટેટમાં મિલકત વિવાદ સપાટી પર આવ્યો છે. આ પરિવાર પાસે 400 કરોડ રૂપિયાની જિનિંગ ફેક્ટરી છે આ ઉપરાંત હીરા-ઝવેરાતના આભૂષણો, હથિયારો, વિન્ટેજ કાર, એન્ટિક તેમજ શિકારની ટ્રોફીની કિંમતો જાણી શકાઇ નથી.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

રાજકોટના રાજવી પરિવારમાં મિલકતનો વિવાદ ચરમસીમા પર છે. આ ઉપરાંત કોર્ટમાં સ્વ.મનોહરસિંહજીના વારસાઇ હકનો દાવો મંડાયો છે. જેમાં માધાપરની 575 એકર જમીન છે. જ્યારે સરધારમાં દરબારગઢ અને બગીચો છે. આ બંનેની જ કિંમત 1500 કરોડ રૂપિયાથી વધુની આંકવામાં આવી રહી છે. જોકે, રાજવી પરિવારની મિલકતોમાં આ બંને હિસ્સા ખુબ જ નાના છે.

માત્ર મહેલની કિંમત જ આશરે 500 કરોડ રૂપિયા

આ ઉપરાંત, પેલેસ રોડ મહેલ, તેમજ રાંદરડા તળાવ પર આઉટ હાઉસ તેમજ જમીન, કરોડો રૂપિયાના દેના બેંક હાઉસનો પણ સમાવેશ થાય છે. પેલેસ રોડ મહેલ અને તેની જમીનની જ કિંમત 500 કરોડથી વધુની આંકવામાં આવી રહી છે.

આ મહેલમાં રાખવામાં આવેલી એન્ટિક વસ્તુઓ તેમજ ઈતિહાસમાં રાજાઓએ કરેલા શિકારની ટ્રોફી જેવી કે વાઘ, સિંહ, રીંછ સહિતના પ્રાણીઓના ચામડા કે જેનું મૂલ્ય હજુ સુધી આંકી શકાયું નથી. એક અંદાજ મુજબ રાજપરિવાર પાસે 20,000 કરોડ રૂપિયાથી વધુની મિલકત છે તેમ રાજવી પરિવારના રણશૂરવીરસિંહ જાડેજાએ માહિતી આપી હતી.

રાજવી પરિવારની મિલકત અને અંદાજિત કિંમત

રણજિત વિલાસ પેલેસ- અંદાજિત કિંમત 500 કરોડ રૂપિયા
શ્રી લાખાજીરાજ જિનિંગ એન્ડ પ્રેસિંગ ફેક્ટરી- અંદાજિત કિંમત 400 કરોડ રૂપિયા
રાજશ્રૃંગી બિલ્ડિંગ પેલેસ રોડ- 60 કરોડ રૂપિયા
જૂનો દરબારગઢ – આશરે 110 કરોડ રૂપિયા
રાંદરડા લેક ફાર્મ- 240 કરોડ રૂપિયા
માધાપર વીડી જમીન- 3000 કરોડ રૂપિયા

આ સિવાય પણ રાજવી પરિવાર પાસે હીરા ઝવેરાત, અનેક જમીનો, 10 વિન્ટેજ કાર, ચાંદીની બગીઓ, એન્ટિક હથિયાર અને ફર્નિચર, જુના આભૂષણો-ઝવેરાત, અનેક મંદિર અને ટ્રસ્ટ છે. જેની કિંમતો પણ કરોડોમાં થવા જાય છે.

Published On - 11:33 am, Wed, 1 September 21

Next Article