રાજકોટમાં સરોજીની નાયડુ શાળાના ચાર ક્લાસરૂમને ડિજીટલ બનાવાયા, હવે મોહલ્લા ક્લિનીક શરૂ કરવા જઈ રહ્યું છે RMC
અત્યાર સુધી દેશમાં ગુજરાત મોડેલની ચર્ચાઓ થતી હતી, પરંતુ હવે રાજ્યના મુખ્યપ્રધાનના હોમ ટાઉન એવા રાજકોટને જ દિલ્લી મોડેલનો રંગ લાગ્યો છે. કારણ કે રાજકોટ મનપાએ પાયલોટ પ્રોજેક્ટના રૂપમાં પહેલા ડિજીટલ શાળા બનાવી અને મનપા આગામી દિવસોમાં મોહલ્લા ક્લિનીક પણ શરૂ કરવા જઈ રહી છે. આ પણ વાંચો: ગોધરા નગરપાલિકામાં રૂપિયા 11 કરોડનો વેરો […]

અત્યાર સુધી દેશમાં ગુજરાત મોડેલની ચર્ચાઓ થતી હતી, પરંતુ હવે રાજ્યના મુખ્યપ્રધાનના હોમ ટાઉન એવા રાજકોટને જ દિલ્લી મોડેલનો રંગ લાગ્યો છે. કારણ કે રાજકોટ મનપાએ પાયલોટ પ્રોજેક્ટના રૂપમાં પહેલા ડિજીટલ શાળા બનાવી અને મનપા આગામી દિવસોમાં મોહલ્લા ક્લિનીક પણ શરૂ કરવા જઈ રહી છે.
આ પણ વાંચો: ગોધરા નગરપાલિકામાં રૂપિયા 11 કરોડનો વેરો બાકી, ક્યારે થશે વેરાની વસૂલાત?
મનપાએ સરોજીની નાયડુ શાળાના ચાર ક્લાસરૂમને ડિજીટલ બનાવ્યા. એવી રીતે, જેવી રીતે દિલ્લીના શાળાઓમાં કેજરીવાલ સરકારે બનાવ્યા છે અને હવે રાજકોટ મનપા મોહલ્લા ક્લિનીક શરૂ કરવા જઈ રહી છે. આ માટે સર્વે પણ થઈ ચૂક્યો છે. કોંગ્રેસ મનપાના આ પગલાને આવકારી રહી છે, પરંતુ તેને દિલ્લી મોડેલની નકલ કહીને ચીડવી પણ રહી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
તો બીજી તરફ મેયર બીનાબેન આચાર્ય બધુ જાણતા હોવા છતાં પહેલા તો અજાણ બન્યા અને પછી તેમણે કામગીરીને દિલ્લી મોડેલ નહીં, પરંતુ રાજકોટ મનપાની જ નિયમિત પ્રક્રિયા ગણાવી હતી.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
