Rajkot : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કથિત માટી કૌંભાડનો એનએસયુઆઈએ આ રીતે કર્યો વિરોધ, કરી તપાસની માંગ

|

Jul 14, 2021 | 4:55 PM

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કથિત માટી કૌંભાડને લઇને બુધવારે તપાસ સમિતીની બેઠક મળી હતી.પાંચ સભ્યોની કમિટીમાં સિન્ડીકેટ સભ્યોએ આ મામલે જરૂરી દસ્તાવેજોની ચકાસણી કરી હતી.

Rajkot : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કથિત માટી કૌંભાડનો એનએસયુઆઈએ આ રીતે કર્યો વિરોધ, કરી તપાસની માંગ
Rajkot NSUI protests alleged Saurashtra University scam

Follow us on

રાજકોટ(Rajkot) માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કથિત માટી કૌંભાડને લઇને બુધવારે એનએસયુઆઇ(NSUI)એ ફરી વિરોધ પ્રદર્શન કર્યું હતું.એનએસયુઆઇ દ્રારા માટી ભરેલું રમકડાંનું ટ્રેકટર અને જતીન સોની વિરુઘ્ધના પોસ્ટર કુલપતિને આપીને તપાસની માંગ કરી હતી અને રજીસ્ટ્રાર જતીન સોનીને પદ પરથી હટાવવાની માંગ કરી હતી.

એનએસયુઆઇના પ્રમુખ રોહિતસિંહ રાજપૂતે વિરોધ કરતા કહ્યું હતુ કે નેકના મૂલ્યાંકન સમયે અનેક કામો થયા જેમાં વિધાર્થીઓના રૂપિયા સાથે ભષ્ટ્રાચાર થયો છે.જતીન સોનીને તાત્કાલિક અસરથી તેના પદ પરથી હટાવવા જોઇએ.એનએસયુઆઇના વિરોધને જોતા પોલીસે પાંચ કાર્યકર્તાઓની અટકાયત કરી હતી..

કથિત કૌંભાડ મામલે તપાસ સમિતીની બેઠક શરૂ

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

કથિત માટી કૌંભાડને લઇને બુધવારે તપાસ સમિતીની બેઠક શરૂ થઇ છે.પાંચ સભ્યોની કમિટીમાં સિન્ડીકેટ સભ્યો ભાવિન કોઠારી,ભરત રામાનુજ અને હરદેવસિંહ જાડેજા,આર્કિટેક ફેકલટીના ડીન ડો.દેવાંગ પારેખ અને ઓડિટ શાખાના લીનાબેન ગાંધીએ આ મામલે જરૂરી દસ્તાવેજોની ચકાસણી કરી હતી.આ તપાસ સમિતી 15 દિવસની અંદર પોતાનો રિપોર્ટ રજૂ કરશે અને રિપોર્ટના આધારે તપાસ હાથ ધરવામાં આવશે..

કથિત માટી કૌંભાડના તપાસના મુદ્દાઓ

1. કોન્ટ્રાક્ટરોને કેટલા રૂપિયા ચૂકવવામાં આવ્યા.
2. કથિત માટી કૌંભાડમાં કુલ કેટલા ફેરા કરવામાં આવ્યા.
3 . ટ્રેકટરની જગ્યાએ કારના નંબર જાણી જોઇને લખ્યા છે કે ભૂલ છે
4. બ્યુટીફિકેશન પાછળ થયેલા રૂપિયા પાછળ જતિન સોનીનો રોલ શું છે?

ઉલ્લેખનીય છે કે આ પૂર્વે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રજીસ્ટ્રાર જતીન સોનીએ સ્પષ્ટતા કરી હતી કે સત્તાધીશોની મંજૂરી બાદ ગ્રાઉન્ડના બ્યુટિફિકેશન પાછળ ખર્ચ કરાયો. અને આ ખર્ચને સિન્ડિકેટે જ મંજૂરી આપી હતી. મહત્વપૂર્ણ છે કે કથિત માટી કૌભાંડમાં જતીન સોની પર કૌભાંડના આક્ષેપો થયા છે.

કૌભાંડની વાત કરીએ તો, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કથિત માટી કૌભાંડમાં કેટલાક વાઉચર સામે આવ્યા છે. આ માટીના વાઉચરમાં લખાયેલો ટ્રેક્ટરનો નંબર હકીકતમાં અલ્ટો કારનો હોવાનું સામે આવ્યું. આ અલ્ટો કારના નામે 13 ફેરા થયા છે. અલ્ટો કારના માલિક રાજકોટના મહિકા ગામનો રહેવાસી છે. આ સમગ્ર કૌભાંડ મુદ્દે 5 સભ્યોની કમિટીની રચના કરવામાં આવી છે.

આ પણ વાંચો :  7th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર , સરકારે DA માં 28% વધારો કર્યો , જાણો વિગતવાર

આ પણ વાંચો :  Gold Price Today : ગુજરાતમાં સોનું 50 હજાર નજીક પહોંચ્યું , જાણો આજના લેટેસ્ટ ભાવ 

Published On - 4:49 pm, Wed, 14 July 21

Next Article