રાજકોટમાં મેઘરાજાએ જમાવટ કરી છે. 3 થી 5 વાગ્યા સુધીમાં રાજકોટમાં સવા ઇંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને પગલે ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે. યાજ્ઞિક રોડ, રૈયા રોડ, જવાહર રોડ, માધાપર ચોકડી, 150 ફૂટ રિંગ રોડ સહિતના રસ્તાઓ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. તો બીજી તરફ પડધરીમાં યુવક ડૂબ્યો હોવાના વીડિયો સામે આવ્યો છે. ડૂબેલા યુવાનની શોધખોળ શરૂ કરી દેવાઈ છે.
આ પણ વાંચોઃ ગુજરાતભરના ડેમોમા પાણીની જરૂરીયાત મુદ્દે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલનું નિવેદન