રાજકોટમાં લોહીનાં સંબંધને લજવતી ઘટના, એક કપાતર પૂત્ર અને પૌત્રના કારનામાં CCTVમાં કેદ. જુઓ શું કર્યું સગા માતા-પિતા સાથે, જોઈને તમારૂ પણ હ્રદય દ્રવી ઉઠશે

|

Jun 22, 2020 | 1:15 PM

સંબંધો આજના સમયમાં તો શર્મસાર થઈ જ ચૂક્યા છે. અને તેના ઉદાહરણો કાળજુ કંપાવી દે, તેવા સામે આવી રહ્યા છે. રાજકોટમાં આવા જ કળિયુગના કપૂતનો કિસ્સો સામે આવ્યો છે કે જ્યાં એક પૌત્રએ તેના દાદા-દાદીને ધક્કો મારી ઘરમાંથી કાઢી મુક્યા. ઘટના મનહર પ્લોટની છે કે જ્યાં પ્રોવિઝન સ્ટોર ચલાવી ઘરનું ગુજરાન ચલાવતા દાદા-દાદીને પૌત્રએ ધક્કો […]

રાજકોટમાં લોહીનાં સંબંધને લજવતી ઘટના, એક કપાતર પૂત્ર અને પૌત્રના કારનામાં CCTVમાં કેદ. જુઓ શું કર્યું સગા માતા-પિતા સાથે, જોઈને તમારૂ પણ હ્રદય દ્રવી ઉઠશે
http://tv9gujarati.in/rajkot-ma-lohi-n…ari-kaadhi-mukya/

Follow us on

સંબંધો આજના સમયમાં તો શર્મસાર થઈ જ ચૂક્યા છે. અને તેના ઉદાહરણો કાળજુ કંપાવી દે, તેવા સામે આવી રહ્યા છે. રાજકોટમાં આવા જ કળિયુગના કપૂતનો કિસ્સો સામે આવ્યો છે કે જ્યાં એક પૌત્રએ તેના દાદા-દાદીને ધક્કો મારી ઘરમાંથી કાઢી મુક્યા. ઘટના મનહર પ્લોટની છે કે જ્યાં પ્રોવિઝન સ્ટોર ચલાવી ઘરનું ગુજરાન ચલાવતા દાદા-દાદીને પૌત્રએ ધક્કો મારી બહાર કાઢ્યા. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.. જેમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે, દાદા જેરામભાઈ સાગપરિયા અને દાદી મણીબેન સાગપરિયાને પૌત્રએ ધક્કો મારી રહ્યો. પૌત્ર શુભમ સગપરિયાએ દાદા-દાદીને હડધૂત કર્યા એટલે સુધી કે દાદી જમીન પર પટકાયા પણ હતા જેણે પણ આ દૃશ્યો જોયા, તેઓ દ્રવી ઉઠ્યા.

પૌત્રની આ હરકતને સૌ કોઈ વખોડી રહ્યું છે. 85 વર્ષથી વધુ ઉંમરના વકીલ સાથે આ હરકત ચોક્કસ નિંદનીય છે. માત્ર પૌત્ર જ નહીં, પરંતુ તેના માતા-પિતા પણ આ ક્રુર ઘટનામાં સામેલ હતા છતાં તેમને જરાય લાજ-શરમ જેવું નથી. પુત્ર જ પોતાના પિતા ઉપર પથ્થર મારવાનો આરોપ લગાવી રહ્યો છે.
ઘરમાં નાના-મોટી ખટપટ થતી રહે, તે નવાઈની વાત નથી પરંતુ જો આ ખટપટ મારામારી સુધી પહોંચતી હોય, તો તે ચોક્કસથી ગંભીર બાબત છે. સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયા બાદ, પોલીસે પણ કાર્યવાહી હાથ ધરી છે. સાંભળો પીડિત દાદા-દાદી પાસેથી તેમની આપવીતિ.

 

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

 

Next Article