Rajkot : વિરાણી હાઇસ્કુલના વિદ્યાર્થીઓએ તૈયાર કરી મહાકાય રાખડી

|

Aug 21, 2021 | 1:26 PM

રાજકોટની વિરાણી હાઇસ્કૂલે આ પર્વની સેવાકીય પ્રવૃતિ સાથે ઉજવણી કરી છે.રાજકોટની વિરાણી સ્કૂલના વિધાર્થીઓએ વિશાળ રાખડી તૈયાર કરી હતી.

Rajkot : વિરાણી હાઇસ્કુલના વિદ્યાર્થીઓએ તૈયાર કરી મહાકાય રાખડી
Rajkot: Huge ashes prepared by students of Virani High School

Follow us on

Rajkot : રવિવારના રોજ રક્ષાબંધનનુ પવિત્ર પર્વ છે. લોકો અલગ અલગ રીતે આ રક્ષાબંધન પર્વની ઉજવણી કરતા હોય છે. ત્યારે રાજકોટની વિરાણી હાઇસ્કૂલે આ પર્વની સેવાકીય પ્રવૃતિ સાથે ઉજવણી કરી છે.રાજકોટની વિરાણી સ્કૂલના વિધાર્થીઓએ વિશાળ રાખડી તૈયાર કરી હતી જેમાં સ્ત્રી ઉપયોગી ચીજવસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે.આ વિશાળ રાખડીમાં 2 હજાર લેડીઝ રૂમાલ,150 નેપકીન, 60 માસ્ક,110 બાઉલ, 406 દુપટ્ટા અને 1150 સેનેટરી નેપકીનની મદદથી આ રાખડી તૈયાર કરવામાં આવી છે.આ રાખડી આકર્ષણનું કેન્દ્ર બની છે.

જરૂરિયાતમંદ અને નિરાશ્રિત બાળાઓને ચીજવસ્તુનું વિતરણ કરાશે
વીરાણી હાઇસ્કૂલ દ્રારા તૈયાર કરેલી આ રાખડીનો સેવા હેતુ ઉપયોગ કરવામાં આવશે.સ્ત્રી ઉપયોગી આ ચીજવસ્તુઓ બાલાશ્રમ અને નિરાશ્રિત બાળકોને આપવામાં આવશે.સેનેટરી પેડ કાઠિયાવાડ નિરાશ્રિત બાળકોને આપવામાં આવશે. વિધાર્થીઓનો હેતુ તહેવાર સાથે લોકોની સેવાનો છે જેથી આ રાખડી થકી લોકોને મદદ પહોંચે તેવું આયોજન કરવામાં આવ્યું છે.

JOY FOR SHARING -WE CARE WE SHARE વિધાર્થીઓનું સ્લોગન

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

વિરાણી સ્કૂલના વિધાર્થીઓ દર વર્ષે આ પ્રકારે અલગ ઉજવણી કરે છે. છેલ્લા ચાર વર્ષમાં અલગ અલગ સેવા પ્રકલ્પો સાથે રાખડી તૈયાર કરવામાં આવી છે, ગત વર્ષોમાં સ્ટેશનરીની ચીજવસ્તૂઓની રાખડી તૈયાર કરવામાં આવી હતી. આ ઉપરાંત 31 ડિસેમ્બરની ઉજવણી પણ જૂની ચીજવસ્તુઓના સંગ્રહ સાથે કરે છે. અને આ ચીજવસ્તુઓ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને આપે છે.

સાંસ્કૃતિક વારસા સાથે ઉજવણી
વીરાણી સ્કૂલના પ્રિન્સિપાલ હરેન્દ્રસિંહ ડોડિયાએ કહ્યું હતુ કે વિરાણી સ્કૂલના વિધાર્થીઓ સાંસ્કૃતિક વારસા સાથે કંઇક અલગ કરવા માટે જાણીતા છે.આ તહેવારના દિવસોમાં તહેવારની ઉજવણીની સાથે સેવાકીય લાભ મળે તે હેતુથી આ આયોજન કરવામાં આવ્યું છે.

 

આ પણ વાંચો : afghanistan Crisis: તાલિબાને કાબુલ એરપોર્ટ પરથી 150થીવધુ લોકોનું અપહરણ કર્યું

આ પણ વાંચો : IPL 2021 : એમએસ ધોનીની નવી જાહેરાતે ધમાલ મચાવી, જુઓ video

Published On - 1:24 pm, Sat, 21 August 21

Next Article