રાજકોટ: ભાજપમાં જૂથવાદ ચરમસીમાએ, જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપત બોદર સામે બળવો

|

Mar 09, 2022 | 5:39 PM

આ આક્ષેપો પર ભુપત બોદરે રદિયો આપતાં કહ્યું હતું કે ભાજપમાં કોઇ આંતરિક જૂથવાદ નથી, જિલ્લા પંચાયતની સામાન્ય સભા અને કારોબારી પહેલા સંકલનની બેઠક મળે જ છે જેમાં કોઇ ફરિયાદ મને કે જિલ્લા ભાજપ પ્રમુખને મળી નથી.

રાજકોટ (Rajkot) શહેર બાદ હવે જિલ્લા ભાજપ (BJP) માં આંતરીક જૂથવાદ ચરમસીમા પર છે. રાજકોટ જિલ્લા પંચાયત (District Panchayat) ના પ્રમુખ (President) ભુપત બોદર સામે હવે બળવો થયો છે. જિલ્લા પંચાયતના જ કેટલાક સભ્યો દ્રારા જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખ ખાચરિયાને ભુપત બોદર તેની રજૂઆત ન સાંભળતા હોવાની ફરિયાદ કરી છે. ભુપત બોદર કેટલાક ચૂંટાયેલા સભ્યોની રજુઆત ન સાંભળતા હોવાનો અને વિકાસના કામોમાં અડચણ ઉભી કરતા હોવાનો આક્ષેપ થયો છે.

જો કે આ આક્ષેપો પર ભુપત બોદરે રદિયો આપ્યો હતો. ભુપત બોદરે કહ્યું હતું કે ભાજપમાં કોઇ આંતરિક જુથવાદ નથી, જિલ્લા પંચાયતની સામાન્ય સભા અને કારોબારી પહેલા સંકલનની બેઠક મળે જ છે જેમાં કોઇ ફરિયાદ મને કે જિલ્લા ભાજપ પ્રમુખને મળી નથી.

અમે વિકાસના કામો સાથે આગળ વધી રહ્યા છીએ. પાર્ટીના કાર્યકર તરીકે વિજય રૂપાણી મુખ્યમંત્રી હતા ત્યારે અને આજે એટલું જ માન સન્માન મળી રહ્યું છે. જો કે અસંતુષ્ટ જૂથ પર ટકોર કરતા કહ્યું હતું કે કેટલાક લોકોને સારુ કામ કરીએ તો ન પણ ગમે જેથી આવી ખોટી વાતો ચાલી રહી છે.

ભુપત બોદરે કહ્યું હતું કે મારી પાસે અસંતોષની રજુઆત આવી નથી. અમે સતત પ્રજા વચ્ચે દોડતા રહીએ છીએ. ટી.એ.ડી.એની એક પણ ફાઇલ મારી પાસે પેન્ડિંગ નથી. હું ચૂંટાયો ત્યારથી આજ સુધી ટી.એ.ડી નથી લીધું. તમે સારા કામ માટે નીકળતા હોય તો હીત શત્રુઓ હોય તે સ્વાભાવિક છે. જયેશભાઇ રાદડિયા પ્રત્યે મને ખૂબ જ લાગણીઓ છે. તેમના પિતા મારા ખૂબ સારા મિત્ર હતા. જૂથવાદ જેવું કશું જ નથી.

આ પણ વાંચોઃ યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓની ગીર સોમનાથના બે યુવાનોએ કરી મદદ, ભારત પરત ફરતા પહેલા સ્વયંસેવક બની પહોંચાડી સેવા

આ પણ વાંચો: Ahmedabad: કોર્પોરેશનના વિવાદીત અધિકારીને ફરી ફરજ પર લેવાતા મહિલા કર્મચારીઓમાં રોષ, મેયર ઓફિસે પહોંચી વિરોધ નોંધાવ્યો

Published On - 5:38 pm, Wed, 9 March 22

Next Video