Rajkot: કોડીનારની સગર્ભા મહિલા માટે રાત્રે અઢી વાગ્યે જિલ્લા કલેક્ટરે બેડ-મેડિકલની કરી વ્યવસ્થા, મહિલાએ દિકરીને આપ્યો જન્મ

|

Apr 25, 2021 | 5:58 PM

Rajkot: જિલ્લા કલેક્ટરની માનવતાના દર્શન કરાવતો એક કિસ્સો સામે આવ્યો છે, કોડિનારની સગર્ભા મહિલા માટે તાબડતોબ બેડ-મેડિકલની વ્યવસ્થા કરી આપ્યાનો કિસ્સો સામે આવ્યો છે.

Rajkot: કોડીનારની સગર્ભા મહિલા માટે રાત્રે અઢી વાગ્યે જિલ્લા કલેક્ટરે બેડ-મેડિકલની કરી વ્યવસ્થા, મહિલાએ દિકરીને આપ્યો જન્મ

Follow us on

Rajkot: જિલ્લા કલેક્ટરની માનવતાના દર્શન કરાવતો એક કિસ્સો સામે આવ્યો છે, કોડિનારની સગર્ભા મહિલા માટે તાબડતોબ બેડ-મેડિકલની વ્યવસ્થા કરી આપ્યાનો કિસ્સો સામે આવ્યો છે. ઓક્સિજન, રેમડેસિવીર અને બેડની વ્યવસ્થામાં તંત્ર વ્યસ્ત છે, ક્યારેક લોકોના રોષનો સામનો પણ કરવો પડે છે, પરંતુ આ બધાની વચ્ચે રાજકોટના જિલ્લા કલેક્ટરે એક સગર્ભા મહિલા માટે પોતાની સંવેદના વ્યક્ત કરીને તેના માટે બેડની વ્યવસ્થા કરાવી આપી એટલુ જ નહીં સફળ ડિલેવરી પણ કરાવી અને આ મહિલાએ એક દિકરીને જન્મ આપ્યો.

 

જિલ્લા કલેક્ટર રેમ્યા  મોહન અને અધિક કલેક્ટર પરિમલ પંડ્યા – ફાઇલ ફોટો

 

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

મૂળ કોડિનારના પ્રિયંકાબેન બારડ સગર્ભા હતા અને તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ઈન્ફેકશન વધારે હોવાથી તેમને ઓક્સિજનના સપોર્ટની જરૂરિયાત હતી, જેથી જુનાગઢની સિવિલ હોસ્પિટલમાં એડમીટ કરવામાં આવ્યા હતા, જો કે ડિલેવરી માટે પૂરતા દિવસો થઈ ગયા હોવાથી તાત્કાલિક ડિલેવરી કરવી અનિવાર્ય હતી. જો કે જુનાગઢ સિવિલ હોસ્પિટલની કેટલીક મર્યાદાને કારણે ત્યાં ડિલેવરી કરવી શક્ય ન હતી.

 

જો કે બીજી તરફ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં પણ બેડની કટોકટી વચ્ચે મહિલાને ટ્રાન્સફર કેવી રીતે કરવા તે એક મોટો સવાલ હતો, જો કે આ અંગેની રજૂઆત જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન અને અધિક કલેક્ટર પરિમલ પંડ્યાને મળતા તેઓએ માનવતા દાખવી અને રાત્રીના અઢી વાગ્યે મહિલાને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ટ્રાન્સફર કરીને સારવાર શરૂ કરાવી એટલુ જ નહીં સવારે ગાયનેક ડોક્ટરોની ટીમ દ્વારા તેની સફળ પ્રસૃતા કરાવી અને પ્રિયંકાબેને એક દિકરીને જન્મ આપ્યો. હાલમાં સિવિલ હોસ્પિટલમાં દિકરી અને પ્રિયંકાબેનની તબીયત સારી છે અને દિકરીનો કોરોના રિપોર્ટ કરાવવામાં આવ્યો છે.

 

જીવના જોખમે ગાયનેક વિભાગ પોઝિટિવ સગર્ભાઓની કરે છે ડિલેવરી

કોરોનાકાળમાં સગર્ભા મહિલાઓ જો કોરોના પોઝિટિવ આવે તો તેની ડિલેવરી કરતા ગાયનેક ડોક્ટરો ડર અનુભવતા હોય છે અને કેટલાક કેસોમાં પરિવારજનો મુશ્કેલીમાં મુકાય જતા હોય છે, ત્યારે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ડો.કમલ ગોસ્વામી અને તેની ટીમ દ્વારા પોઝિટિવ સગર્ભા મહિલાઓની પોતે સંક્રમિત થવાની પરવા કર્યા વગર ડિલેવરી કરે છે. જે ખરેખર કપરા કાળમાં માનવતાનું ઉત્તમ ઉદાહરણ છે.

 

આ પણ વાંચો : Social Media: કાળા બજારિયાઓ હવે સોશિયલ મિડિયા તરફ વળ્યા, કોરોના સંદર્ભની ચીજ વસ્તુ ખરીદતા પહેલા રેહેજો સાવધાન

Next Article