RAJKOT : જેતપુર પંથકમાં અતિવૃષ્ટિથી તારાજી, ખેતરોમાં પાક ધોવાયો

|

Oct 02, 2021 | 3:14 PM

જેતપુર તાલુકામાં સતત વરસી રહેલો વરસાદ ખડૂતો માટે મુશ્કેલી સમાન બની ગયો છો. ત્યારે જેતપુરના જેપુર , વારાડુંગરા, સરદારપુર આસપાસના ગામના ખેડૂતો માટે તો આ વરસાદ આફત સમાન બની ગયો છે.

RAJKOT : જેતપુર પંથકમાં અતિવૃષ્ટિથી તારાજી, ખેતરોમાં પાક ધોવાયો
RAJKOT: Destroyed by heavy rains in Jetpur panth, crops washed in fields

Follow us on

થોડા દિવસ પહેલા સૌરાષ્ટ્રમાં અનાવૃષ્ટિ દુષ્કાળ સ્થિતિ જેવી હાલત હતી. પરંતુ છેલ્લા દિવસોમાં વરસી રહેલા વરસાદે અહીં અતિવૃષ્ટિ જેવી હાલત કરી નાખી છે. રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના જેપુર વારાડુંગરા ગામના ખેડૂતો માટે તો અતિ વરસાદ હાલ મુશ્કેલી સર્જી છે. અહીં સતત વરસાદને લઈ ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. આ વિસ્તારના લોકોના પાક ધોવાણ સાથે મોટી નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે.

જેતપુર તાલુકામાં સતત વરસી રહેલો વરસાદ ખડૂતો માટે મુશ્કેલી સમાન બની ગયો છો. ત્યારે જેતપુરના જેપુર , વારાડુંગરા, સરદારપુર આસપાસના ગામના ખેડૂતો માટે તો આ વરસાદ આફત સમાન બની ગયો છે. સતત બે દિવસથી વરસી રહેલો વરસાદે ખેડૂતોને પરેશાન કરી નાંખ્યા છે, સતત વરસી રહેલ વરસાદને કારણે ખેડૂતોના ખેતરમાં 1થી લઈને 2 ફૂટ સુધીના પાણી ખેતરોમાં ભરાઈ ચુક્યા છે. સાથે બાજુમાંજ આવેલ છાપરવાળી નદીમાં પણ પૂર આવ્યું હતું. અને સાથે સાથે છાપરવાડી 2 ડેમ ઓવરફ્લોવ થતા ડેમના દરવાજા પણ ખોલવામાં આવ્યા હતા.

જેના પગલે છાપરવાડી નદીમાં પૂર આવ્યું હતું. અને તે કાંઠા વિસ્તારના ખેડૂતોના ખેતરમાં ઘુસી ગયા હતા. અને ખેડૂતોને વાવેલ મગફળી, કપાસ અને સોયાબીન જેવા પાકોનું ધોવાણ થઇ ગયું. સતત પાણીમાં રહેવાને કારણે કપાસના ઝીંડવા કાળા પડીને સડવા લાગ્યા છે. સાથે મગફળીના છોડ સતત પાણીમાં રહેવાને કારણે મગફળીમાં બેસેલ સુયા અને પોપટા પણ ફરી ઉગવા લગતા મગફળીનો પાક નુકસાન જઈ રહ્યું છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

સાથેસાથે સતત વરસાદને લઈને અહીંની જમીનમાંથી રેસ ફૂટી રહ્યાં છે. જેને લઈને હવે જમીનમાંથી પાણી બહાર આવી રહ્યું છે જે સ્થિતિ પાક માટે ખુબજ ખરાબ છે. હાલ તો જેપુર વારાડુંગરા અને હજારો વીઘા જેટલા વિસ્તારના ખેતરોમાં ધોવાણ થયું છે અને ખેડૂતો હાલ આ વરસાદથી ત્રાહિમામ થઇ ગયા.

જેપુર , વારાડુંગરા ખેડૂતોની હજારો વીઘા જમીનના પાકનું ધોવાણ સામે આવી રહ્યું છે. ત્યારે ખેડૂતો દ્વારા આવતી રવિ સીઝન અને ખરીફ પાકના વાવેતર માટે સરકાર પાસે તેવોના ખેતરોના ધોવાણનો સર્વે કરીને તાત્કાલિક ડિઝાસ્ટર એક્ટ મુજબ વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. અને અહીંના પાક ધોવાણ અને નુકસાનનો સર્વે કરવામાં આવે તેવી માગ કરી રહ્યાં છે.

ખેડૂતો માટે તો વરસાદ આવે તો પણ મોટી મુશ્કેલી અને ના આવે તો પણ મુશ્કેલી હાલ તો ખેડૂતો અતિ વૃષ્ટિનો સામનો કરી રહ્યા છે. જે જોતા લીલો દુષ્કાળ સ્પષ્ટ દેખાય છે. ત્યારે હાલની પરિસ્થિતિમાં સરકાર ખેડૂતોની વહારે આવે અને મદદ કરે તે જરૂરી છે.

Next Article