RAJKOT : કોરોના બાદ મ્યુકોર માઇક્રોસિસનું સંકટ, દરરોજ આવી રહ્યા છે 10 થી 15 કેસ

|

May 04, 2021 | 3:32 PM

RAJKOT : કોરોનાના સંકટ વચ્ચે મ્યુકોર માઇક્રોસિસ રોગનો ઝડપથી ફેલાવો થઇ રહ્યો છે.શહેરમાં છેલ્લા 15 દિવસમાં મ્યુકોર માઇક્રોસિસના દરરોજ 10 થી 15 પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે જે ચિંતાજનક છે.

RAJKOT : કોરોના બાદ મ્યુકોર માઇક્રોસિસનું સંકટ, દરરોજ આવી રહ્યા છે 10 થી 15 કેસ
ફાઇલ

Follow us on

RAJKOT : કોરોનાના સંકટ વચ્ચે મ્યુકોર માઇક્રોસિસ રોગનો ઝડપથી ફેલાવો થઇ રહ્યો છે.શહેરમાં છેલ્લા 15 દિવસમાં મ્યુકોર માઇક્રોસિસના દરરોજ 10 થી 15 પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે જે ચિંતાજનક છે.રાજકોટના એમડી ડો.અમિત હાપાણીએ ટીવીનાઇન સાથેની વાતચીતમાં કહ્યુ હતુ કે કોરોના બાદ ફંગસ નામનો આ રોગ થઇ શકે છે ખાસ કરીને ડાયાબિટીસ અને જેમની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય છે તેવા દર્દીઓ આ રોગના શિકાર બની શકે છે.ડો.હાપાણીના કહેવા પ્રમાણે આ રોગ અત્યારે ઝડપથી વધી રહ્યો છે જેના કારણે લોકોએ સાવચેત રહેવું જરૂરી છે.

કેવા હોય છે લક્ષણો?

ડોક્ટરોના કહેવા પ્રમાણે આ રોગમાં પહેલા સોજા ચડવાની શરૂઆત થાય છે.
આંખ,સાયનસ અને હાડકામાં આ ફંગસ થાય છે અને જો મગજ સુધી પહોંચી જાય તો મુશ્કેલી વધી શકે છે.
આ રોગના કારણે અંધાપો પણ આવી શકે છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

શું કરવો જોઇએ ઉપાય ?

ડોક્ટરના કહેવા પ્રમાણે જે લોકોને ડાયાબિટીસ હોય તેવા દર્દીઓને ડાયાબિટીસ હોય તેવા દર્દીઓએ કોરોના બાદ સાવચેત રહેવું જરૂરી છે.
કોરોના થયા બાદ રોગ પ્રતિકાર શક્તિ ઓછી હોય અને ડાયાબિટીસ હોય તેવા દર્દીઓએ ડાયાબિટીસ કન્ટ્રોલમાં લેવું જોઇએ.
જરાક સોજા ચડે કે તુરંત જ ડોક્ટરની સલાહ લેવી જોઇએ.
તાત્કાલિક ફંગસ ફેલાય નહિ તે રીતે તકેદારી રાખવી જોઇએ.

Published On - 3:31 pm, Tue, 4 May 21

Next Article