Rajkot : રાજવી પરિવારનો વિવાદ, વારસાઇ જમીન અંગે બંને પક્ષની દલીલ વચ્ચે સુનાવણી પૂર્ણ

|

Jul 26, 2021 | 10:48 PM

પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે કહ્યું હતુ કે જે દલીલો થઇ તે અંગે વિગતો આપી શકાય નહી પરંતુ બંન્ને પક્ષે પોતાના પુરાવા રજૂ કર્યા છે અને હવે યોગ્ય ચકાસણી કરીને ચુકાદો સંભળાવવામાં આવશે.

Rajkot : રાજવી પરિવારનો વિવાદ, વારસાઇ જમીન અંગે બંને પક્ષની દલીલ વચ્ચે સુનાવણી પૂર્ણ
hearing between two parties on inheritance land completed

Follow us on

રાજકોટનાં રાજવી પરિવારની વારસાઇ જમીનનો વિવાદ ચરમસીમાએ છે. આજે માધાપરની (Madhapar) વારસાઇ જમીનને લઇને ડેપ્યુટી કલેક્ટરની કચેરી ખાતે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં માંધાતાસિંહ જાડેજા (Mandhatasinh Jadeja) અને તેની બહેન અંબાલિકા દેવીએ પોતાના પક્ષે ધારદાર દલીલો કરી હતી અને પુરાવાઓ રજૂ કર્યા હતા. બંન્ને પક્ષને સાંભળ્યા બાદ પ્રાંત અધિકારી પોતાનો ચૂકાદો સંભળાવશે. આ અંગે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે કહ્યું હતુ કે જે દલીલો થઇ તે અંગે વિગતો આપી શકાય નહી પરંતુ બંન્ને પક્ષે પોતાના પુરાવા રજૂ કર્યા છે અને હવે યોગ્ય ચકાસણી કરીને ચુકાદો સંભળાવવામાં આવશે.

 

શું હતો વિવાદ?

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

આ રાજવી પરિવારની વારસાઇ મિલકતનો વિવાદ છે. જિલ્લા કલેક્ટર માંધાતાસિંહ જાડેજાએ માધાપર અને સરધાર ખાતે આવેલી રાજવી પરિવારની વારસાઇ મિલકતમાંથી તેમના ઝાંસી રહેતા બહેન અંબાલિકા દેવીનું નામ કમી કરીને કાચી નોંધ પાડવા માટે અરજી કરતા અંબાલિકા દેવીએ વાંધો ઉઠાવ્યો હતો અને વારસાઇ જમીનનો વિવાદ સામે આવ્યો હતો.

 

વિવાદ નહીં ગેરસમજ હોવાનો દાવો 

રાજકોટના રાજ પરિવારની મિલકત અંગે રાજવી પરિવારના માંધાતાસિંહ જાડેજાએ કોઇ વિવાદ ન હોવાનું નિવેદન કર્યું હતુ. અને માંધાતાસિંહે તમામ મિલકતની વહેંચણી વસીયતનામા પ્રમાણે થઇ હોવાનો દાવો કર્યો હતો. બીજી તરફ માંધાતાસિંહના ઝાંસી રહેતા બહેન અંબાલિકા દેવીએ વારસાઇ વિવાદ અંગે પ્રાંત અધિકારી સમક્ષ પોતાની તકરાર દાખલ કરીને માંધાતાસિંહે મંદિરની જમીનમાંથી હક જતો કરીને પોતાની સાથે છેતરપિંડી કરી હોવાનો દાવો કર્યો હતો.

 

આ પણ વાંચો – Devbhoomi Dwarka: કલ્યાણપુર પોલિસ પર સગીર આરોપીને કસ્ટડીમાં માર માર્યોનો આક્ષેપ, કોર્ટે આપ્યા તપાસના આદેશ

આ પણ વાંચો – Ahmedabad : પ્રાઇવેટ યુનિવર્સિટી એકટમાં સુધારાનો વિરોધ, ગ્રાન્ટેડ કોલેજોના અધ્યાપકોએ સરકાર સામે શરૂ કર્યું આંદોલન

Published On - 10:47 pm, Mon, 26 July 21

Next Article