Rajkot: બિલ્ડરો, ઉદ્યોગપતિઓ દ્વારા વિનામૂલ્યે કોવિડ હોસ્પિટલ શરૂ, દર્દીઓને વિનામુલ્યે અપાશે પ્રવેશ અને સારવાર

|

May 05, 2021 | 4:59 PM

Rajkot: વિવિધ એસોસિએશનો અને વિવિધ ઉઘોગપતિઓ દ્રારા કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે.જે કોર્પોરેટ હોસ્પિટલોને પણ ટક્કર મારે તેવું છે.રાજકોટની એસએનકે સ્કૂલ દ્રારા 400 ઓક્સિજન બેડની સુવિધા સાથેનું કોવિડ સેન્ટર ઉભુ કરવામાં આવ્યું છે.

Rajkot: બિલ્ડરો, ઉદ્યોગપતિઓ દ્વારા વિનામૂલ્યે કોવિડ હોસ્પિટલ શરૂ, દર્દીઓને વિનામુલ્યે અપાશે પ્રવેશ અને સારવાર

Follow us on

Rajkot: વિવિધ એસોસિએશનો અને વિવિધ ઉઘોગપતિઓ દ્રારા કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે.જે કોર્પોરેટ હોસ્પિટલોને પણ ટક્કર મારે તેવું છે.રાજકોટની એસએનકે સ્કૂલ દ્રારા 400 ઓક્સિજન બેડની સુવિધા સાથેનું કોવિડ સેન્ટર ઉભુ કરવામાં આવ્યું છે જેમાં 50 દર્દીઓને પ્રવેશ પણ આપી દેવામાં આવ્યો છે.બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાયના અપૂર્વમુનિ સ્વામી,બિલ્ડર એસોસિએશનના પ્રમુખ પરેશ ગજેરા,શાપર ઇન્ડસ્ટ્રિઝ એસોસિએશનના પ્રમુખ રમેશ ટિલાળા,ચેમ્બરના પ્રમુખ વી પી વૈષ્ણવ સહિત અનેક એસોસિએશનના હોદ્દેદારોની આગેવાનીમાં આ કોવિડ સેન્ટર તૈયાર કરાયું છે.

આ કોવિડ સેન્ટરમાં પ્રવેશ અને દર્દીઓની સારવાર તદ્દન નિ શુલ્ક રહેશે.દર્દીઓને વિનામૂલ્યે પણ વીઆઇપી સુવિધાઓ મળી રહે તે માટેખાનગી હોસ્પિટલ સાથે કરાર કરવામાં આવ્યા છે જેમાં તેઓનો સ્ટાફ દર્દીઓની સારવાર કરશે..બિલ્ડર એસોસિએશનના પ્રમુખ પરેશ ગજેરાના કહેવા પ્રમાણે આ મહામારીમાં લોકોને મદદ કરવાનો એક પ્રયાસ છે.એડમિશનથી લઇને સારવાર સુઘીની તમામ કામગીરી પારદર્શક રાખવામાં આવી છે અને રિપોર્ટ અને જરૂરિયાતના આધારે દરેક વ્યક્તિને પ્રવેશ આપવામાં આવશે.આ સુવિઘાથી લોકો માટે બેડની સુવિધા શહેરમાં ઉભી થશે..

ઓક્સિજન માટે ખાસ વ્યવસ્થા કરાઇ છે.
અગ્રણી ઉઘોગપતિ પરાક્રમસિંહ જાડેજાએ ટીવીનાઇન સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે 400 બેડની હોસ્પિટલ માટે ઓક્સિજનની કોઇ ઘટ ન રહે તેવા હેતુથી વિશેષ વ્યવસ્થા કરવામાં આવ્યો છે,હોસ્પિટલની અંદર જ ઓક્સિજન પ્લાન્ટ ઉભો કરવામાં આવ્યો છે જેના થકી ઓક્સિજનની સપ્લાય પુરતી રહે આ ઉપરાંત ઓક્સિજન ટેંક અને ઓક્સિજનના સિલીન્ડર પણ રિઝર્વ રાખવામાં આવ્યા છે કોઇ કારણોસર ઓક્સિજનની અછત સર્જાય તો 24 કલાક સુધી કોઇ મુશ્કેલી ન પડે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે પ્રાથમિક રીતે 50 બેડ શરૂ કરવામાં આવ્યા છે જેમ જેમ ઓક્સિજનની વ્યવસ્થા ઉભી થશે તેમ તેમ બેડ વધારવામાં આવશે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

એડમિશન માટે ખાસ વ્યવસ્થા

કોવિડ કેર સેન્ટર દ્રારા એડમિશન માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે..એડમિશન પ્રક્રિયા માટે 12 સભ્યોની ટીમ કોલ સેન્ટરમાં રહેશે જે દર્દીઓના રિપોર્ટ મેળવશે અને ડોક્ટર સાથે સંપર્ક કરશે અને રિપોર્ટના આધારે એડમિશન આપવું કે નહિ તે નક્કી કરવામાં આવશે.એડમિશન મળ્યા બાદ જો દર્દીને એમ્બ્યુલન્સની જરૂરિયાત હશે તો તે પણ પહોંચાડવામાં આવશે તેવું જણાવ્યું હતું.એડમિશન પ્રક્રિયા પણ કોઇપણ પ્રકારના મતભેદ કે લાગવગ વગર વહેલા તે પહેલાના ઘોરણે અને દર્દીની સ્થિતિ મુજબ કરવામાં આવશે.

Next Article