Rajkot : અકસ્માતમાં અવસાન પામેલા સાથી સાયકલીસ્ટને સાયકલ ફેન ક્લબે આ રીતે આપી શ્રધ્ધાંજલિ

|

Aug 18, 2021 | 8:14 PM

સાયકલ ફેન ક્લબ દ્રારા અનોખી રીતે શ્રધ્ધાંજલિ આપી હતી, બુધવારે તમામ લોકો સાયકલ લઇને કાલાવડ રોડથી ન્યારી ડેમ સુધીનું 17 કિલોમીટરનું અંતર કાપીને ન્યારી ડેમ પહોંચ્યા હતા અને ત્યાં તેઓએ 2 મિનીટનું મૌન પાડીને વિજયભાઇને શ્રધ્ધાંજલિ પાઠવી હતી.

Rajkot : અકસ્માતમાં અવસાન પામેલા સાથી સાયકલીસ્ટને સાયકલ ફેન ક્લબે આ રીતે આપી શ્રધ્ધાંજલિ
Rajkot Bicycle Fan Club pays tribute to fellow cyclist who died in accident

Follow us on

રાજકોટમાં છ દિવસ પહેલા વિજય સોરઠિયા નામના ઉધોગપતિનું અકસ્માતમાં અવસાન થયું હતુ.છ દિવસ પહેલા વહેલી સવારે વિજયભાઇ સોરઠિયા પોતાની સાયકલ લઇને સાયકલીંગ કરવા માટે નીકળ્યા ત્યારે બીઆરટીએસ રૂટ પરથી પુરપાટ ઝડપે આવતી કારે તેની સાથે અકસ્માત સર્જ્યો હતો અને વિજયભાઇનું અવસાન થયું હતું.

તેમને યાદ કરીને તેની સાથે નિયમીત સાયકલીંગ કરતા સાયકલ ફેન ક્લબ દ્રારા અનોખી રીતે શ્રધ્ધાંજલિ આપી હતી, બુધવારે તમામ લોકો સાયકલ લઇને કાલાવડ રોડથી ન્યારી ડેમ સુધીનું 17 કિલોમીટરનું અંતર કાપીને ન્યારી ડેમ પહોંચ્યા હતા અને ત્યાં તેઓએ 2 મિનીટનું મૌન પાડીને વિજયભાઇને શ્રધ્ધાંજલિ પાઠવી હતી.

જન્મદિવસે જ મળ્યું મોત
વિજયભાઇ સોરઠિયાનો જે દિવસે અકસ્માત થયો તે દિવસે તેનો જન્મદિવસ હતો.પોતે નિયમીત રીતે સાયકલીંગ કરવા માટે જતા હતા અને તેની સાયકલીંગના 24 હજાર કિલોમીટર પુરા થવામાં ગણતરીના કિલોમીટર જ બાકી હતા જેથી જન્મદિવસના દિવસે તેઓ વહેલી સવારે પાંચ વાગ્યે સાયકલીંગ કરવા માટે નીકળી ગયા હતા જો કે તેઓ કિલોમીટર પુરા કરે તે પહેલા તેઓની જીવનયાત્રા પુરી થઇ ગઇ હતી.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

સાયકલીંગના શોખને આજે પણ યાદ કરે છે તેના મિત્રો

સાયકલ ફેન ક્લબના સભ્ય ભાવેશ પોપટે કહ્યું હતુ કે વિજયભાઇનો સાયકલીંગ પ્રત્યે પ્રેમ અદ્દભૂત હતો અને તેઓ નિયમીત સાયકલીંગ કરતા હતા જે આજે પણ યાદ આવે છે.તેઓ 24 હજાર કિલોમીટર પૂરા ન કરી શક્યા તેનું ખૂબ જ દુ:ખ છે.ભગવાન તેમની આત્માને શાંતિ આપે તે માટે અમે પ્રાર્થના કરીએ છીએ અને આજે તેઓની યાદમાં 17 કિલોમીટર સુધીની સાયકલ યાત્રા કાઢીને તેમને શ્રધ્ધાંજલિ પાઠવવામાં આવી છે..

વિજયભાઇના નામે કરાયું વૃક્ષારોપણ

વિજયભાઇ સોરઠિયાને તેમના સ્નેહીજનો દ્રારા અલગ અલગ રીતે શ્રધ્ધાંજલિ આપવામાં આવી રહી છે ત્યારે વિજયભાઇના સ્નેહીઓ દ્રારા વિજય સોરઠિયા સ્મૃતિવન તૈયાર કરવામાં આવ્યું છે જેમાં વૃક્ષારોપણ કરીને તેને યાદ કરવામાં આવી રહ્યા છે.આ વૃક્ષોનું જતન કરીને તેમને યાદ કરવામાં આવી રહ્યા છે.

બે દિકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી

વિજયભાઇ સોરઠિયાના અકાળે અવસાનથી તેમની બે પુત્રીઓએ પિતાની છત્રછાયા ગુમાવી છે.પિતાના અચાનક અવસાનના કારણે પરિવાર પર આભ તૂટી પડ્યું હતુ.તેમાં પણ જન્મદિવસે જ તેમનું અવસાન થતા પરિવાર ધેરા શોકમાં છે.આ અંગે વિજયભાઇના ભાઇએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે કારચાલકની ધરપકડ કરીને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચો : Vadodara : કરજણ મહિલા સામૂહિક દુષ્કર્મ બાદ હત્યા કેસને ઉકેલવામાં ડૉગની મહત્વની ભૂમિકા

આ પણ વાંચો :  Gujarat Top News: રાજ્યમાં વરસાદ, રાજકીય હલચલ કે વેક્સિનેશનને લગતા મહત્વના સમાચાર, વાંચો એક જ ક્લિકમાં

Next Article