Unseasonal Rain : અમદાવાદના પૂર્વના વિસ્તારોમાં આવ્યો વાતાવરણમાં પલટો, બાપુનગર, વિરાટનગર, ઇસનપુર સહિતના વિસ્તારમાં વરસાદ

|

Jan 28, 2023 | 3:22 PM

બાપુનગર, વિરાટનગર, ઇસનપુર સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. અમદાવાદમાં સવારથી ધુમ્મસ વાળું વાતાવરણ વચ્ચે આકાશમાં વાદળો જોવા મળી રહ્યા છે.

Unseasonal Rain : અમદાવાદના પૂર્વના વિસ્તારોમાં આવ્યો વાતાવરણમાં પલટો, બાપુનગર, વિરાટનગર, ઇસનપુર સહિતના વિસ્તારમાં વરસાદ
અમદાવાદમાં કમોસમી વરસાદ

Follow us on

અમદાવાદના પૂર્વના અનેક વિસ્તારમાં હવામાન વિભાગના જણાવ્યા મુજબ વરસાદ વરસ્યો છે. બાપુનગર, વિરાટનગર, ઇસનપુર સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. અમદાવાદમાં સવારથી ધુમ્મસ વાળું વાતાવરણ વચ્ચે આકાશમાં વાદળો જોવા મળી રહ્યા છે. ઈશનપુરના આદિવાસી ભીલ સમાજના સમુહલગ્નોતસવમાં વરસતા વરસાદમાં ભોજનની થાળીઓ સાથે નાસભાગ મચી ગઇ.

અમદાવાદમાં હાલ શિયાળાની ઠંડી વચ્ચે વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યુ છે. તો સાથે જ પૂર્વ વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે. બાપુનગર, વિરાટનગર, ઇસનપુર, ઓઢવ,  અમરાઇવાડી, હીરાવાડી, નિકોલ, મણિનગર, મેઘાણીનગર, વસ્ત્રાલ સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા છે. ભારે પવન સાથે વરસાદ પડતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?


હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે અમદાવાદમાં પણ વરસાદ વરસ્યો છે. અમદાવાદમાં હજુ પણ વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.

આજે અમદાવાદ સિવાય પણ ગુજરાતમાં અનેક સ્થળોએ કમોસમી વરસાદ ખાબક્યો છે. દાહોદ, અરવલ્લી, ભાવનગર, વડોદરા, ખેડા, આણંદ, પંચમહાલ, મહિસાગર સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. તો ઘણા જિલ્લામાં વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યુ છે. જેના પગલે ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. ખેડૂતોએ મહા મહેનતે તૈયાર કરેલો પાક કમોસમી વરસાદના કારણે બરબાદ થઇ ગયો છે.

24 કલાક કમોસમી વરસાદ થવાની આગાહી

હવામાન વિભાગે આગામી 24 કલાક કમોસમી વરસાદ થવાની આગાહી કરી છે. આગાહી અનુસાર એક થી બે દિવસ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. તો આજે ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદની શક્યતા છે. આજે ભાવનગર, સાબરકાંઠા, પાટણ, મહેસાણામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તો બોટાદ, વડોદરા અને ભરૂચમાં વરસાદની આગાહી છે. અમદાવાદ શહેરમાં પણ વરસાદી માહોલની આગાહી છે. 29 જાન્યુઆરીએ સાબરકાંઠા અને અરવલ્લીમાં માવઠાની શક્યતા છે. અરબી સમુદ્રમાં પૂર્વથી દક્ષિણ-પૂર્વ જતા પવનથી હળવા વરસાદની સંભાવના છે. કચ્છમાં એક દિવસ માટે કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે.

Published On - 1:42 pm, Sat, 28 January 23

Next Article