વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓક્ટોબરના અંતમાં ગુજરાત આવશે, 31 ઓક્ટોબરે કેવડિયામાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં હાજરી આપશે

|

Oct 07, 2021 | 4:18 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓક્ટોબર મહિનાના અંતમાં ગુજરાત આવી શકે છે. બે દિવસના ગુજરાત પ્રવાસનું પીએમ મોદીનું આયોજન છે. 31 ઓક્ટોબર રાષ્ટ્રીય એકતા દિવસની કેવડીયા ખાતે ઉજવણી કરાશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓક્ટોબર મહિનાના અંતમાં ગુજરાત આવી શકે છે. બે દિવસના ગુજરાત પ્રવાસનું પીએમ મોદીનું આયોજન છે. 31 ઓક્ટોબર રાષ્ટ્રીય એકતા દિવસની કેવડીયા ખાતે ઉજવણી કરાશે. 30 ઓક્ટોબરે જ મોદી ગુજરાત આવી જાય તેવી શક્યતા સેવાઇ રહી છે. કેવડિયાના નવા પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ માટે આયોજન થયું છે. રાજ્યમાં અન્ય કાર્યક્રમ કરવા કે કેમ તે અંગે હજુ કોઈ સ્પષ્ટતા નહીં. હાલ પીએમ મોદીના પ્રવાસને લઇને કેવડીયામાં તંત્ર તૈયારીઓમાં લાગ્યુ છે.

આજે નરેન્દ્ર મોદીના સુશાસનનાં 20 વર્ષ પૂર્ણ થયા. આજથી 20 વર્ષ પહેલાં 7 ઑક્ટોબર 2001ના દિવસે નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે જવાબદારી સંભાળી હતી. છેલ્લાં 20 વર્ષથી નરેન્દ્ર મોદી દેશના નાગરિકો માટે પ્રધાનસેવક તરીકે અવિરત કામ કરી રહ્યા છે. પ્રધાનમંત્રી મોદીની સીએમથી પીએમ સુધીની સફરના આજે બે દાયકા પૂર્ણ થયા. નરેન્દ્ર મોદીના સાર્વજનિક કાર્યાલયમાં 20 વર્ષ પૂરા થયા હોવાથી ભાજપ 20 દિવસનું સેવા અને સમર્પણ અભિયાન ચલાવી રહ્યું છે. નરેન્દ્ર મોદીએ છેલ્લા 20 વર્ષેમાં અને ખાસ કરીને છેલ્લાં 7 વર્ષમાં અમુક એવા મોટા નિર્ણયો કર્યા છે જેનાથી દેશભરમાં મોટા બદલાવો આવ્યા.

7 ઓક્ટોબર 2001એ નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો હતો.. તેમને લાંબા સમય સુધી ગુજરાતના મુખ્યમંત્રી રહેવાની રેકોર્ડ બનાવ્યો.

આ પણ વાંચો : ધો.1થી 5ની શાળાઓ શરૂ કરવા કમિટીની રચના કરાશે, કમિટીના રિપોર્ટ બાદ નિર્ણય લેવાશે : શિક્ષણ મંત્રી

આ પણ વાંચો : Bharuch : જો મંત્રી નવો હોય તો ઉત્સાહ હોય, ધીમેધીમે લાફા પડે ત્યારે ઉત્સાહ ઠરી જાય : CM ભૂપેન્દ્ર પટેલ

Published On - 4:08 pm, Thu, 7 October 21

Next Video