રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જગત મંદિર દ્વારકા ખાતે ભગવાન દ્વારકાધીશના દર્શન કરી પૂજા-અર્ચના કરી

|

Apr 11, 2022 | 8:33 AM

રાષ્ટ્રપતિએ ભગવાન દ્વારકાધીશ સમક્ષ દેશની સલામતી, સમૃદ્ધિ અને પ્રજાની સુખાકારીમાં ઉતરોતર વધારો થાય તેવી પ્રાર્થના કરી ભાવ પૂર્વક નમન કર્યું હતું. તેમજ રામનવમીના પાવન અવસરે ભગવાન દ્વારકાધીશના દર્શનનો લ્હાવો મળ્યો એ બદલ આનંદ વ્યક્ત કર્યો હતો.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જગત મંદિર દ્વારકા ખાતે ભગવાન દ્વારકાધીશના દર્શન કરી પૂજા-અર્ચના કરી
President Ramnath Kovinde pays homage to Lord Dwarkadhish at Jagat Mandir Dwarka

Follow us on

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (President Ramnath Kovind) એ રામ નવમીના પાવન પર્વે દ્વારકા જગત મંદિર (Jagat Mandir Dwarka) ખાતે ભગવાન દ્વારકાધીશ (Jagat Mandir Dwarka) ના સહ પરિવાર દર્શન કરી પૂજા-અર્ચના કરી હતી.જગત મંદિર પરિસરમાં રાષ્ટ્રપતિશ્રીને શ્રી દ્વારકાધીશ મંદિર ટ્રસ્ટ વતી જિલ્લા કલેક્ટર એમ.એ.પંડ્યા, ધનરાજભાઈ નથવાણી, જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડે વગેરેએ આવકાર્યા હતા.ત્યાર બાદ જગત મંદિર ખાતે પૂજારી દીપકભાઈ, હેમલભાઈ તથા મુરલીભાઈએ રાષ્ટ્રપતિને ભગવાન દ્વારકાધીશની ચરણ પાદુકાનું પૂજન-અર્ચન કરાવ્યું હતું.

રાષ્ટ્રપતિએ ભગવાન દ્વારકાધીશ સમક્ષ દેશની સલામતી, સમૃદ્ધિ અને પ્રજાની સુખાકારીમાં ઉતરોતર વધારો થાય તેવી પ્રાર્થના કરી ભાવ પૂર્વક નમન કર્યું હતું. તેમજ રામનવમીના પાવન અવસરે ભગવાન દ્વારકાધીશના દર્શનનો લ્હાવો મળ્યો એ બદલ આનંદ વ્યક્ત કર્યો હતો.

મંદિર પરિસરમાં આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયાના રિજીઓનલ ડાયરેક્ટર નંદિની ભટાચાર્યએ રાષ્ટ્રપતિ, રાજ્યપાલ સહિતના મહાનુભાવોને જગત મંદિરના સ્થાપત્ય તથા તેના ઇતિહાસ વિશે ઝીણવટ ભરી માહિતી પૂરી પાડી હતી જેને રાષ્ટ્રપતિએ ખૂબ જ રસપૂર્વક સાંભળી જરૂરી વિગતો મેળવી હતી.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

જગત મંદિર ખાતે રાષ્ટ્રપતિ સાથે પૂજા વિધિમાં રાજ્યમંત્રી વિનોદ મોરડીયા, જિલ્લા પંચાયત પ્રમુખ રાજીબેન મોરી, દ્વારકા નગરપાલિકા પ્રમુખ જ્યોતિબેન સામાણી, કલેકટર એમ.એ.પંડ્યા, ડી.ડી.ઓ. ડી. જે. જાડેજા, પોલીસ વડાનિતેશ પાંડે સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રવિવારે દ્વારકા જગત મંદિર દર્શનાર્થે જતાં પહેલાં જામનગર એરફોર્સ ખાતે ટૂંકું રોકાણ કર્યું હતું.જ્યાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના રાજયકક્ષા મંત્રી આર.સી.મકવાણા, કોમોડોર મારવાહા, મેયર બીનાબેન કોઠારી, જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનિયારા, એર કોમોડોરસોંધી, કલેકટર ડો.સૌરભ પારઘી, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ સહિતના મહાનુભાવોએ સ્વાગત અને અભિવાદન કર્યું હતું.

આ પણ વાંચોઃ 18 એપ્રિલે લેવાશે ગુજકેટની પરીક્ષા, ભાવનગરમાંથી 4948 વિદ્યાર્થી નોંધાયા

આ પણ વાંચોઃ Gujarat Assembly Election 2022: PM મોદી અને HM અમિત શાહનો આ મહિને પણ ગુજરાત પ્રવાસ યથાવત રહેશે, BJP તૈયારીમાં લાગી

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Next Article