રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તલગાજરડા પહોંચ્યા, ચિત્રકુટ આશ્રમમાં મોરારી બાપુ સાથે કરી મુલાકાત

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ભાવનગર એરપોર્ટથી સીધા જ મહુવા ખાતે રાષ્ટ્રપતિ મોરારીબાપુ સાથે મુલાકાત કરી હતી. રાષ્ટ્રપતિની મુલાકાતને લઇને મોરારિ બાપુના ચિત્રકૂટ આશ્રમને ફૂલોથી શણગારવામાં આવ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 29, 2021 | 12:33 PM

રાષ્ટ્રપતિશ્રી ભારતીય વાયુદળના વિશેષ વિમાન મારફતે ભાવનગર એરપોર્ટ ખાતે આવી પહોંચ્યાં બાદ એરફોર્સના વિશેષ હેલિકોપ્ટરમાં ભાવનગર જિલ્લાનાં મહુવા તાલુકાનાં તલગાજરડા ગામ ખાતે આવવા રવાના થયાં હતાં.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ભાવનગર એરપોર્ટથી સીધા જ મહુવા ખાતે રાષ્ટ્રપતિ મોરારીબાપુ સાથે મુલાકાત કરી હતી. રાષ્ટ્રપતિની મુલાકાતને લઇને મોરારિ બાપુના ચિત્રકૂટ આશ્રમને ફૂલોથી શણગારવામાં આવ્યો છે. ત્યારે હાલમાં બાપુના સેવકો અને લોકો હાજર છે. તમામ પ્રકારની વ્યવસ્થા અને સુરક્ષા વધારી દેવામાં આવી છે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજી આજે ભાવનગર જિલ્લાનાં બે દિવસીય પ્રવાસે આવી પહોંચતાં તેમનું ભાવનગર એરપોર્ટ ખાતે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી, શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઇ વાઘાણી, મેયર શ્રીમતી કીર્તિબાળા દાણીધારીયા, સાંસદ શ્રીમતી ડો. ભારતીબેન શિયાળ, કલેક્ટરશ્રી યોગેશ નિરગુડે, પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠૌરે ઉષ્માસભર સ્વાગત કર્યું હતું.

જણાવી દઈએ કે રાષ્ટ્રપતિ ભવનની અખબારી યાદી મુજબ રાષ્ટ્રપતિ 28 ઓક્ટોબરથી ગુજરાતની મુલાકાત છે. તેમજ રાષ્ટ્રપતિ કોવિંદ 29 ઓક્ટોબરે ભાવનગરની મુલાકાતે છે. અહીંયાથી પ્રથમ મોરારીબાપુ સાથે મુલાકાત બાદ જિલ્લામાં સમાજના આર્થિક રીતે નબળા વર્ગો (EWS) માટે આવાસ યોજના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન પણ કરશે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુરુવારે બપોરે અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યા હતા. જ્યાં તેમના સ્વાગત માટે ગુજરાત રાજ્યનાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ, ગુજરાત સરકારના પ્રધાન જગદીશ પંચાલ, મુખ્ય અધિક સચિવ અને સચિવ સહિત અમદાવાદના મેયર ઉપસ્થિત રહ્યા હતા.

 

આ પણ વાંચો : રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું ભાવનગર એરપોર્ટ પર રાજયપાલે સ્વાગત કર્યું, રાષ્ટ્રપતિ મોરારી બાપુના આશ્રમની મુલાકાતે જવા રવાના

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">