વડાપ્રધાન મોદીના આગમનની પૂરજોશમાં તૈયારીઓ, 4 લાખ લોકો રોડ-શૉમાં જોડાશે : પાટીલ

|

Mar 09, 2022 | 8:28 PM

વડાપ્રધાન કમલમમાં નેતાઓ સાથે બેઠક કરશે. તો સરપંચ સંમેલન અંગે માહિતી આપતા પાટીલે કહ્યું, વડાપ્રધાન સરપંચ સંમેલનમાં હાજર રહેશે. જેમાં સરપંચથી લઈને તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સહિત 1.50 લાખ લોકો હાજર રહેશે.

વડાપ્રધાન મોદી (PM MODI) બે દિવસ માટે ગુજરાતના (Gujarat) પ્રવાસે (TOUR)આવી રહ્યા છે. આગામી 11 અને 12 માર્ચે વડાપ્રધાન ગુજરાત આવશે. 11 માર્ચે સવારે 10 કલાકે અમદાવાદ એરપોર્ટ પહોંચશે. જ્યાં એરપોર્ટ પર પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરાશે. એરપોર્ટથી કમલમ સુધી PM મોદી રોડ શો કરશે. વડાપ્રધાન મોદીના કાર્યક્રમને લઈને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે (C.R.Patil)માહિતી આપતા કહ્યું કે, PMના કાર્યક્રમમાં લગભગ 4 લાખ લોકો અભિવાદન માટે આવશે. જેમાં અલગ અલગ સમાજ, સંસ્થાઓ, NGO અને કાર્યકર્તાઓ નક્કી કરેલા સ્થળે હાજર રહેશે. વડાપ્રધાન કમલમમાં નેતાઓ સાથે બેઠક કરશે. તો સરપંચ સંમેલન અંગે માહિતી આપતા પાટીલે કહ્યું, વડાપ્રધાન સરપંચ સંમેલનમાં હાજર રહેશે. જેમાં સરપંચથી લઈને તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સહિત 1.50 લાખ લોકો હાજર રહેશે.

બીજી તરફ 12 માર્ચે વડાપ્રધાન મોદી ખેલ મહાકુંભનો શુભારંભ કરાવશે. નવરંગપુરામાં સરદાર પટેલ સ્ટેડિયમ ખાતેથી ખેલ મહાકુંભનો પ્રારંભ કરાવવાના છે. આ અંગેની માહિતી આપતા સી.આર. પાટીલે કહ્યું, સરદાર પટેલ સ્ટેડિયમમાં 1100 કલાકારો સાથે ભવ્ય લાઈટિંગનો કાર્યક્રમ થશે. માત્ર ખેલાડીઓ જ નહી સ્પોર્ટ્સ સાથે સંકળાયેલા લોકો પણ તેમાં હાજર રહેશે. ખેલ મહાકુંભમાં રાજ્યમાં 500થી વધુ જગ્યાએ યોજાશે. 46 લાખથી વધુ લોકોએ ખેલ મહાકુંભમાં રજિસ્ટ્રેશન કર્યું છે. પોતાના બે દિવસીય કાર્યક્રમ દરમિયાન પીએમ મોદી પોતાના માતા હીરા બા સાથે મુલાકાત કરે તેવી શક્યતા છે.

આ પણ વાંચો : Ahmedabad : 11 થી 13 માર્ચ દરમ્યાન RSS ની પ્રતિનિધિ સભાનું આયોજન, સરસંઘચાલક મોહન ભાગવત ઉપસ્થિત રહેશે

આ પણ વાંચો : મહિલાઓ માટે સુરક્ષાનું અભય વચન એટલે 181 અભયમ હેલ્પલાઇન, આણંદ જિલ્લાની 28 હજારથી વધુ મહિલાઓએ આ સેવાનો લાભ લીધો

Next Video