ઓમીક્રોનને લઈને સતર્કતા, અમદાવાદ એરપોર્ટ 12 દેશોના પ્રવાસીઓ માટે અલગ બેઠક વ્યવસ્થા કરાઇ

|

Dec 02, 2021 | 4:56 PM

અમદાવાદ એરપોર્ટ પર જ 12 દેશોમાંથી આવતા લોકોના ફરજિયાત આરટીપીસીઆર ટેસ્ટની સાથે સાથે હવે તેમની માટે એરપોર્ટ પર જ અલગ બેઠક વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. 

ઓમીક્રોનને લઈને સતર્કતા, અમદાવાદ એરપોર્ટ 12 દેશોના પ્રવાસીઓ માટે અલગ બેઠક વ્યવસ્થા કરાઇ
Ahmedabad Airport

Follow us on

ગુજરાતમાં(Gujarat)કોરોનાના(Corona)નવા વેરીએન્ટ ઓમીક્રોનને(Omicron)લઈને સરકાર સતર્ક બની છે. જેની સાથે જ અમદાવાદ(Ahmedabad)એરપોર્ટ(Airport)પર પણ ઓમીક્રોન સંક્રમણથી પ્રભાવિત 12 દેશોમાંથી આવતા પ્રવાસીને લઈને ખાસ સાવચેતી રાખવામાં આવી રહી છે.

જેમાં એરપોર્ટ પર જ 12 દેશોમાંથી આવતા લોકોના ફરજિયાત આરટીપીસીઆર ટેસ્ટની સાથે સાથે હવે તેમની માટે એરપોર્ટ પર જ અલગ બેઠક વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.  આ ઉપરાંત આ લોકોના ટેસ્ટિંગ સહિતની સુવિધા પણ ઉભી કરવામાં આવી છે. જેના લીધે નવા વેરીએન્ટના સંભવિત સંક્રમણથી લોકોને બચાવી શકાય.

જો કે અમદાવાર એરપોર્ટ પર પણ કેન્દ્ર સરકારની ગાઈડ લાઇન મુજબ સાવચેતી રાખવામાં આવી રહી છે. જેમાં નવી ગાઈડલાઈન પ્રમાણે વિદેશથી આવતા પ્રવાસીઓએ એર સુવિધા ઓનલાઈન પોર્ટલ ઉપર પાછલા 14 દિવસના પ્રવાસની વિગતો અંગે સેલ્ફ ડેકલેરેશન કરવાનું રહેશે. તેમના પાસપોર્ટની નકલ, કોવિડનો RT-PCR ટેસ્ટનો લેટેસ્ટ કોવિડ નેગેટીવ રિપોર્ટ બતાવવાનો રહેશે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં (Gujarat) કોરોનાના(Corona)નવા વેરિઅન્ટના ભય વચ્ચે ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં નવા વેરિઅન્ટ ધરાવતા દેશોના પ્રવાસેથી આવેલા મુસાફરોના એરપોર્ટ(Airport)પર જ આરટીપીસાર( RTPCR)ટેસ્ટ કરવામાં આવશે. જેમાં 12 દેશોમાં યુરોપ, યુકે, બ્રાઝિલ, સાઉથ આફ્રિકા, બાંગ્લાદેશ, ચીન, ન્યુઝિલેન્ડ, હોંગકોંગ, બોત્સવના,મોરિસસ અને ઝિંમ્બાબવેનો સમાવેશ કરાયો છે.

હાલ આ 11 દેશોના પ્રવાસીઓનો રાજ્યના તમામ એરપોર્ટ પર RTPCR ટેસ્ટ ફરજિયાત કરવા નિર્ણય લેવાયો છે અને કોરોનાનો નવો વેરિઅન્ટ રાજ્યમાં પ્રવેશે નહિ તે માટે તંત્રએ સતર્કતા દાખવી છે.

દક્ષિણ આફ્રિકામાં (South Africa) મળી આવેલા કોરોના વાયરસ (Corona virus) ના નવા પ્રકાર B.1.1.529ને લઈને હલચલ મચી ગઈ છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ તેને ઓમિક્રોન (Omicron) નામ આપ્યું છે. અને તેને વેરિયન્ટ ઓફ કન્સર્નની (Variant of concern) શ્રેણીમાં મૂકવામાં આવ્યો છે.

આ પણ  વાંચો : RAJKOT : પૂર્વમંત્રી જયેશ રાદડિયાએ યાર્ડની સત્તા યુવા નેતા જયેશ બોઘરાને સોંપી, સિનીયરોમાં સોંપો

આ પણ  વાંચો : SURAT : ડિંડોલીમાં કાર ડિવાઇડર સાથે ધડાકાભેર અથડાતા કારચાલકનું મોત, બે મહિના બાદ સીસીટીવી ફુટેજ સામે આવ્યા

Published On - 4:39 pm, Thu, 2 December 21

Next Article