VIDEO: અંબાજીના ગબ્બર વાળા ચુંદડીવાળા માતાજીનું નિધન, 28 મેના રોજ અપાશે સમાધી

|

May 26, 2020 | 6:45 AM

અંબાજીના ગબ્બર પર રહેતા અને અનેક ભક્તોના દુઃખ દૂર કરનારા ચુંદળીવાળા માતાજી દેવલોક પામ્યા છે. તેમણે ચરાડા ગામ ખાતે દેહત્યાગ કર્યો હતો. બે દિવસ બાદ એટલે કે 28 તારીખના રોજ તેમને સમાધી અપાશે. હાલ માતાજીના દર્શન કરવા માટે ભક્તો આવી રહ્યા છે. જેને ધ્યાને લઈને પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે. જોકે લૉકડાઉનના કારણે મોટી […]

VIDEO: અંબાજીના ગબ્બર વાળા ચુંદડીવાળા માતાજીનું નિધન, 28 મેના રોજ અપાશે સમાધી

Follow us on

અંબાજીના ગબ્બર પર રહેતા અને અનેક ભક્તોના દુઃખ દૂર કરનારા ચુંદળીવાળા માતાજી દેવલોક પામ્યા છે. તેમણે ચરાડા ગામ ખાતે દેહત્યાગ કર્યો હતો. બે દિવસ બાદ એટલે કે 28 તારીખના રોજ તેમને સમાધી અપાશે. હાલ માતાજીના દર્શન કરવા માટે ભક્તો આવી રહ્યા છે. જેને ધ્યાને લઈને પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે. જોકે લૉકડાઉનના કારણે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા નથી. ચુંદળીવાળા માતાજી અનેક ભક્તો માટે સાક્ષાત ભગવાન સમાન હતા. તેઓ છેલ્લા 76 વર્ષ ભોજન કે જળ ગ્રહણ કરતા નહોતા.14 વર્ષની ઉંમરે જ તેમણે સંસારનો ત્યાગ કર્યો હતો. સાથે સાથે જ અન્ન-જળનો પણ ત્યાગ કરીને ભક્તિ શરૂ કરી હતી. તેમણે સાચુ નામ પ્રહલાદભાઈ જાની હતું.

તેઓ દેવલોક પામતા બે દિવસ અંબાજીમાં તેમનો નશ્વર દેહ અંતિમ દર્શન માટે મુકવામાં આવશે. મહત્વનું છે કે, ચુંદળીવાળા માતાજી 76 વર્શથી અન્ન-જળ નહોતા ગ્રહણ કરતા. જેને લઈને દેશના ડૉક્ટર્સ અને વૈજ્ઞાનિકો પણ અચંબિત હતા. તેઓ વિજ્ઞાન માટે પણ એક કોયડા સમાન હતા. તમને જણાવી દઈએ કે, બાલા સાહેબ ઠાકરે, નરેન્દ્ર મોદી,અક્ષય કુમાર, સહિત અનેક લોકો તેમના દર્શન કરી ચુક્યા છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article