Weather update: છૂટાછવાયાં ઝાપટાંની હવામાન વિભાાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે હવામાનનો મિજાજ?

|

Jul 27, 2022 | 11:44 PM

રાજ્યમાં મોટા ભાગે વાદળછાયું વાતાવરણ રહેશે ક્યાંક ક્યાકં થોડી વાર માટે ઉઘાડ પણ નીકળશે તો કેટલાક શહેરોમાં છૂટાછવાયા ભારે ઝાપટાં (Scaterd rain) પણ પડશે. ગુજરાતમાં મોટા ભાગના જિલ્લામાં હાલમાં ઉઘાડ નીકળ્યો છે

Weather update:  છૂટાછવાયાં ઝાપટાંની હવામાન વિભાાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે હવામાનનો મિજાજ?
Gujarat Weather Update

Follow us on

Weather update: બે દિવસથી રાજ્યમાં છૂટાછવાયા ભારે વરસાદી ઝાપટાં પડી રહ્યા છે અને અતિભારે વરસાદ ક્યાંય નથી. હવામાન વિભાગે (IMD) આગાહી કરી છે કે આવતીકાલે રાજ્યમાં મોટા ભાગે વાદળછાયું વાતાવરણ રહેશે ક્યાંક ક્યાંક થોડી વાર માટે ઉઘાડ પણ નીકળશે તો કેટલાક શહેરોમાં છૂટાછવાયા ભારે ઝાપટાં (Scaterd rain) પણ પડશે. ગુજરાતમાં મોટા ભાગના જિલ્લામાં હાલમાં ઉઘાડ નીકળ્યો છે અને 27 જૂલાઈ બાદ રાજ્યમાં  વરસાદનું જોર ઘટશે.  ત્યારે જાણો કે તમારા શહેરમાં હવામાન કેવું રહેશે. આજે તમારા શહેરને વરસાદ ઘમરોળશે કે પછી ઉઘાડ નીકળીને ખુલ્લૂ આકાશ જોવા મળશે. તો સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથમાં (Girsomnath) મહતમ તાપમાન 30 ડિગ્રી રહેશે અને ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહેશે તેમજ અહીં 40 ટકા વરસાદની આગાહી કરવામાં આવી છે. તો જામનગરમાં મહત્તમ તાપમાન 32 ડિગ્રી તથા ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી સાથે વરસાદની શકયતા નથી. જ્યારે (Junagadh) જૂનાગઢમાં મહત્તમ તાપમાન 32 ડિગ્રી તથા ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે જ્યારે વરસાદની શકયતા 40 ટકા જેટલી છે.

અમદાવાદમાં રહેશે વાદળછાયું વાતાવરણ

અમદાવાદમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહેશે અને હ્યુમિટિડીટીનું પ્રમાણ 79 ટકા જેવું રહેશે તો વરસાદની શકયતા 40 ટકા જેટલી છે જ્યારે અમરેલીમાં મહત્તમ તાપમાન 33 અને ન્યૂનતમ તાપમાન 25 રહેશે જ્યારે વરસાદની શકયતા બિલકુલ નથી. તો મધ્ય ગુજરાતના આણંદમાં મહત્તમ તાપમાન 34 અને ન્યૂનતમ તાપમાન 27 રહેશે. જ્યારે વરસાદની શકયતા 30 ટકા જેટલી છે. અરવલ્લીમાં મહત્તમ 30 ડિગ્રી અને ન્યૂનતમ 26 ડિગ્રી રહેશે. તો ભેજનું પ્રમાણ 84 ટકા રહેશે અને વરસાદની શકયતા 40 ટકા જેટલી છે. જ્યારે બનાસકાંઠામાં મહત્તમ 32 ડિગ્રી અને ન્યૂનતમ 25 ડિગ્રી તાપમાન રહેશે. તો વરસાદની શકયતા 40 ટકા જેટલી જ છે. જ્યારે ભરૂચમાં મહત્તમ 33 ડિગ્રી અને ન્યૂનતમ 26 ડિગ્રી રહેશે. વરસાદની શકયતા 40 ટકા જેટલી છે. ભાવનગરમાં મહત્તમ 33 ડિગ્રી અને ન્યૂનતમ 26 ડિગ્રી તાપમાન રહેશે. તો વરસાદની શકયતા બિલકુલ નથી.

બોટાદમાં પણ વરસાદની શક્યતા બિલકુલ નથી

બોટાદ જિલ્લામાં આવતીકાલે બિલકુલ વરસાદની આગાહી નથી. જોકે જિલ્લાનું મહત્તમ 34 ડિગ્રી અને ન્યૂનતમ 26 ડિગ્રી તાપમાન રહેશે. જ્યારે છોટા ઉદેપુરમાં મહત્તમ 32 ડિગ્રી અને ન્યૂનતમ 26 ડિગ્રી તાપમાન રહેશે. 84 ટકા ભેજ સાથે વરસાદની શકયતા નહિવત છે. દાહોદમાં મહતમ તાપમાન 30 અને ન્યૂનતમ તાપમાન માત્ર 24 ડિગ્રી રહેશે. જ્યારે વરસાદની શકયતા 50 ટકા જેટલી છે. અહીં ભેજનું પ્રમાણ 82 ટકા જેટલું રહેશે.   જો દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) ડાંગની વાત કરીએ તો મહતમ તાપમાન માત્ર 29 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન માત્ર 23 ડિગ્રી રહેશે. તેમજ શહેરમાં ભારે વરસાદની શકયતા 80 ટકા જેટલી છે. દેવભૂમિ દ્વારકાની વાત કરીએ તો શહેરમાં મહતમ તાપમાન 32 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે. અને વરસાદની શકયતા બિલકુલ નથી પરંતુ વાતાવરણ વાદળછાયું રહેશે. પાટનગર ગાંધીનગરમાં વરસાદની શકયતા 40 ટકા જેટલી વ્યક્ત કરવામાં આવી છે. અને મહતમ તાપમાન 34 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

જૂનાગઢમાં ભારે વરસાદની શકયતા નહિવત્

તો સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથમાં (Girsomnath) મહતમ તાપમાન 30 ડિગ્રી રહેશે અને ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહેશે તેમજ અહીં 40 ટકા વરસાદની આગાહી કરવામાં આવી છે. તો જામનગરમાં મહત્તમ તાપમાન 32 ડિગ્રી તથા ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી સાથે વરસાદની શકયતા નથી. જ્યારે (Junagadh) જૂનાગઢમાં મહત્તમ તાપમાન 32 ડિગ્રી તથા ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે જ્યારે વરસાદની શકયતા 40 ટકા જેટલી છે. તો બીજી તરફ કચ્છમાં મહત્તમ તાપમાન 32 ડિગ્રી તથા ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેવાની સાથે વરસાદની શકયતા બિલકુલ નથી.

મોરબીમાં વરસાદની શક્યતા શૂન્ય

તો મધ્ય ગુજરાતના ખેડામાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી તથા ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહેવાનું અનુમાન છે. અને વરસાદની શકયતા માત્ર શૂન્ય છે. તો મહીસાગરમાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી તથા ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે અને 75 ટકા ભેજ સાથે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે તો ઉત્તર ગુજરાતમાં મહેસાણામાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી તથા ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી સાથે વરસાદ ની સહેજ પણ શક્યતા વ્યક્ત કરવામાં નથી આવી. તો સૌરાષ્ટ્રમાં મોરબીમાં (Morbi) મહત્તમ તાપમાન 33 ડિગ્રી તથા ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી સાથે વરસાદની શકયતા નથી. તો નર્મદા જિલ્લામાં મહત્તમ તાપમાન 32 ડિગ્રી તથા ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી સાથે વરસાદની શકયતા 50 ટકા જેટલી છે. જ્યારે નવસારીમાં મહત્તમ તાપમાન 31 ડિગ્રી તથા ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી સાથે વરસાદની શકયતા 40 ટકા જેટલી છે. જ્યારે પંચમહાલમાં મહત્તમ તાપમાન 32 ડિગ્રી તથા ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી તાપમાન રહેશે. જ્યારે પોરબંદરમાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી તથા ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહેશે અને વરસાદની શકયતા નથી .તો રાજકોટમાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી તથા ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે અને વરસાદની શકયતા 40 ટકા જેટલી છે જ્યારે સાબરકાંઠામાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી તથા ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે. તો ભેજનું પ્રમાણ 83 ટકા રહેશે અને વરસાદની શકયતા 40 ટકા જેટલી છે. તો સુરતમાં મહત્તમ તાપમાન 31 ડિગ્રી તથા ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહેશે અને વરસાદની શકયતા 40 ટકા જેટલી રહેશે .તો તાપીમાં મહત્તમ તાપમાન 31 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે જ્યારે વરસાદની શકયતા 50 ટકા છે. વડોદરાનું મહતમ તાપમાન 33 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે તો વરસાદની શકયતા 40 ટકા છે. જ્યારે વલસાડમાં પણ હવે વરસાદની શકયતા માત્ર 40 ટકા જ રહેશે. તો મહત્તમ તાપમાન 30 ડિગ્રી તથા ન્યૂનત તાપમાન 26 ડિગ્રી રહેશે.

Next Article