Porbandar: કોસ્ટગાર્ડના સાર્થક જહાજમાં કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા સાગર પરિક્રમા અંતર્ગત પોરબંદર પહોંચ્યા

|

Mar 06, 2022 | 6:44 PM

રૂપાલાએ એક સભા સંબોધી હતી જેમાં તેમણે કહ્યું હતું કે કેસીસીનો લાભ માછીમારોને પણ મળશે. રૂબરૂ મળી એમને જાગૃત કરવા અને લાભ લેવા સમજાવવા અને રૂબરૂ મળી તેમની સમસ્યા અને મુશ્કેલી સમજવાનો પ્રયાસ કર્યો છે.

Porbandar: કોસ્ટગાર્ડના સાર્થક જહાજમાં કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા સાગર પરિક્રમા અંતર્ગત પોરબંદર પહોંચ્યા
માંડવીથી શરૂ થયેલ સાગર પરિક્રમા આજે ઓખાથી પોરબંદર પહોંચી હતી.

Follow us on

પોરબંદર (Porbandar) કોસ્ટગાર્ડના સાર્થક જહાજમાં કેન્દ્રીય મંત્રી પરસોતમ રૂપાલા (Union Minister Parasotam Rupala) સાગર પરિક્રમા અંતર્ગત પોરબંદર પહોંચી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને પુષ્પાંજલી અર્પણ કરી હતી. માછીમાર સમાજે મધ દરિયે ઢોલ વગાડી મંત્રીનું સ્વાગત કર્યું હતું. બે દિવસ પહેલા માંડવીથી શરૂ થયેલ સાગર પરિક્રમા આજે ઓખાથી પોરબંદર પહોંચી હતી. કોસ્ટગાર્ડ (Coast Guard) ના સાર્થક જહાજમાં આ પરિક્રમા પોરબંદર નજીક સમુદ્રમાં પહોંચતાં માછીમાર સમાજે 40 જેટલી નાની મોટી અને ફિશિંગ બોટ સાથે ઢોલ વગાડી સ્વાગત કર્યું હતું, ત્યારે કોસ્ટગાર્ડના બે ડોનીયર અને બે હેલિકોપ્ટર સાથે યાત્રા આગળ વધી હતી. સાગર પરિક્રમા (Sagar Parikrama) દરમિયાન માછીમારોએ સ્વાગત કરતા મંત્રી પરસોતમ રૂપાલાએ સ્વાગતની ઝીલી લીધું હતું.

આ પ્રસંગે રૂપાલાએ એક સભા સંબોધી હતી જેમાં તેમણે કહ્યું હતું કે કેસીસીનો લાભ માછીમારોને પણ મળશે. રૂબરૂ મળી એમને જાગૃત કરવા અને લાભ લેવા સમજાવવા આજે મળવા આવ્યા છીએ. રૂબરૂ મળી તેમની સમસ્યા અને મુશ્કેલી સમજવાનો પ્રયાસ કર્યો છે. આજે પ્રવાસ થયો, આનંદ થયો, પોરબંદર માછીમારોએ અલગ અંદાજથી સ્વાગત કરેલ તે અદભુત રહ્યું હતું. આવાસ યોજનામાં તમામ લોકોને લાભ આપવામાં આવે છે. માછીમારો પણ લાભ લઇ શકે છે.

એજ્યુકેશન માટે જે સૂચન કરાયું છે તે સારું છે, ભવિષ્યમાં સરકાર સાથે એના માટે વિચાર કરી આગળ વધશું. માછીમારોને પકડાઈ જવું કે પકડી જવું એમાં પડવા નથી માંગતા પણ એટલી ખાતરી આપીશ કે ડિપ્લોમેટિક પ્રયાસ કરી મુક્ત કરાવવાનો પ્રયાસ કરીશું. પર્યાવરણ બાબતે કોઈ નિર્ણય નથી થયો. પ્રદુષિત મામલે હજુ કોઈ આગળ વધ્યું નથી. એક્સપોર્ટમાં આંધ્રપ્રદેશ આગળ છે એટલે ગુજરાત વધુ આગળ રહે તેથી આજે એકસપોર્ટ સાથે મીટીંગ પણ રાખેલ છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

રૂપાલાએ માછીમારોની સભા સંબોધતી વખતે કૃષિ કાર્ડ અંગે માહિતો આપી હતી અને કેસીસીનો મહત્તમ લાભ લેવા મંત્રી પરસોતમ રૂપાલાએ આગ્રહ કર્યો હતો. આ પ્રસંગે રાજ્ય કક્ષાના મંત્રી જીતુ ચૌધરી. સાંસદ રમેશ ધડુક અને રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા અને ધારાસભ્ય બાબુ બોખીરિયા ખાસ ઉપસ્થિત રહયા હતા.

આજે માછીમારોને ચેક વિતરણ ઉપરાંત સબસીડીના લાભ અને વિવિધ યોજનાઓ વિશે જાગૃતિ લાવવા કેન્દ્રીય મંત્રી પરસોતમ રૂપાલાએ પોતાના અનોખા અંદાજમાં પ્રયાસ કર્યા હતા.

આ પણ વાંચોઃ Surendranagar: વઢવાણના ખેડૂતે સુરજમુખીનું સફળ વાવેતર કર્યું, અન્ય પાક માટે પણ ફાયદાકારક, જાણો શું છે ફાયદા?

આ પણ વાંચોઃ Gir Somnath: 32મી અખિલ ભારતીય સમુદ્ર તરણ સ્પર્ધામાં સુરતનો દબદબો, મહિલામાં ત્રણેય અને પુરુષોમાં 2 રેન્કર સુરતના

Next Article